FootBall: વિશ્વકપ વિજેતા ટીમના ખેલાડી પર 4 બળાત્કાર અને એક જાતીય શોષણનો આરોપ લગાવ્યો, પોલીસે ધરપકડ કરી, ટીમે સસ્પેન્ડ કર્યો

|

Aug 27, 2021 | 12:06 AM

બેન્જામિન મેન્ડી (Benjamin Mendy)એ વર્ષ 2017થી માન્ચેસ્ટર સિટી માટે રમી રહ્યો છે. તે મોનાકોથી આ ક્લબમાં જોડાયો હતો. જેના પર માન્ચેસ્ટર સીટીએ 385 કરોડ રુપિયા ખર્ચ કર્યા હતા.

FootBall: વિશ્વકપ વિજેતા ટીમના ખેલાડી પર 4 બળાત્કાર અને એક જાતીય શોષણનો આરોપ લગાવ્યો, પોલીસે ધરપકડ કરી, ટીમે સસ્પેન્ડ કર્યો
Benjamin Mendy

Follow us on

માન્ચેસ્ટર સિટી (Manchester City)ના ફૂટબોલર બેન્જામિન મેન્ડી (Benjamin Mendy) પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. આ ખેલાડી પર ત્રણ લોકો પર બળાત્કાર અને જાતીય શોષણનો આરોપ છે. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ બેન્જામિન મેન્ડીને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી માન્ચેસ્ટર સિટીએ સસ્પેન્ડ કરી દીધો છે. આ 27 વર્ષીય ખેલાડી ફ્રાન્સ તરફથી પણ રમે છે. તેણે ફ્રાન્સ સાથે 2018નો વર્લ્ડ કપ જીત્યો છે.

 

 

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

બેન્જામિન મેન્ડીએ ફ્રાન્સ માટે 10 મેચ રમી છે. તેણે માન્ચેસ્ટર સિટી સાથે બે-ત્રણ વખત પ્રીમિયર લીગ પણ જીતી છે. મેન્ડી 2017થી માન્ચેસ્ટર સિટી તરફથી રમી રહ્યો છે. તે આ ક્લબ સાથે મોનાકોથી આવ્યો હતો. માન્ચેસ્ટર સિટીએ તેના માટે 385 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તેને પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. તેને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

 

 

મેન્ડી સામેના આરોપોમાંથી પાંચ આરોપ 16 વર્ષથી વધુ ઉંમરના ત્રણ લોકો સાથે સંબંધિત છે. આ કેસ ઓક્ટોબર 2020 અને ઓગસ્ટ 2021ના ​​છે. કેસ અંગે ચેશાયર પોલીસ (Cheshire Police)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બેન્જામિન મેન્ડી પર બળાત્કારના ચાર ગુના અને જાતીય શોષણનો એક આરોપ છે. આ અંગે ત્રણ લોકોએ કેસ નોંધાવ્યો છે. આરોપીને પોલીસ રિમાન્ડમાં લેવામાં આવ્યો છે. તેને આવતીકાલે મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે.

 

માન્ચેસ્ટર સિટીએ શું કહ્યું?

આ મામલો પ્રકાશમાં આવ્યા પછી માન્ચેસ્ટર સિટીએ મેન્ડીને સસ્પેન્ડ કરી દીધો. ક્લબે કહ્યું માન્ચેસ્ટર સિટી પુષ્ટિ કરે છે કે પોલીસ કેસ નોંધાયા બાદ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બેન્જામિન મેન્ડીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ મામલો કાનૂની પ્રક્રિયા હેઠળ છે અને તેથી જ્યાં સુધી મામલો પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ક્લબ વધુ ટિપ્પણી કરશે નહીં.

 

મેન્ડી ડિફેન્ડર તરીકે રમે છે, પરંતુ માન્ચેસ્ટર સિટી સાથે 2018-19માં ઘૂંટણની સર્જરીને કારણે મેદાનની બહાર રહ્યો હતો. જો કે તે પ્રીમિયર લીગના શરૂઆતના સપ્તાહમાં ટોટનહામ સ્પર સામે રમ્યો હતો.

 

 

આ પણ વાંચોઃ IND vs ENG: જો રુટની લાગલગાટ ત્રણ ટેસ્ટ મેચમાં ત્રીજી સદી, વર્ષમાં કેપ્ટન રુટની છઠ્ઠી સદી, ખડક્યો રનનો પહાડ

આ પણ વાંચોઃ Leeds Test: હેડિંગ્લેમાં રમાયેલી એક ટેસ્ટ મેચ માત્ર 2 દિવસમાં જ સમાપ્ત થઈ ગઈ હતી, બીજા જ દિવસે મળ્યુ હાર-જીતનું પરિણામ

Next Article