
USA : 36 વર્ષની ઉંમરે પણ દિગ્ગજ ફૂટબોલ મેસ્સી યુવા ખેલાડીઓ જેવી રમત રમી રહ્યો છે. આર્જેન્ટિનાનો આ સુપરસ્ટાર ખેલાડી હવે અમેરિકામાં ધમાલ મચાવી રહ્યો છે. મેજર લીગ સોકરની ટીમ ઈન્ટ મિયામીના કેપ્ટન મેસ્સીએ (Messi) સતત છઠ્ઠી મેચમાં ગોલ ફટકાર્યો છે. તેના ગોલ મદદથી ઈન્ટર મિયામી પહેલીવાર લીગ કપની ફાઈનલમાં પહોંચી છે.
ફિલાડેલ્ફિયા યૂનિયન કલબ સામે મેસ્સીની ટીમે 4-1થી જીત મેળવી છે.મેસ્સીની કેપ્ટનશીપમાં ઈન્ટર મિયામીએ તમામ છ મેચ જીતી છે.આ સાથે જ ઈન્ટર મિયામીએ 2024 કોન્કાકૈફ ચેમ્પિયન્સ કપમાં પોતાનું સ્થાન પાક્કુ કર્યુ છે. મેસ્સીની દરેક મેચ જોવા માટે અમેરિકાના સ્ટેડિયમની બહાર ફેન્સ પડાપડી કરતા જોવા મળી રહ્યા છે.
GOL numero 9️⃣ para nuestro 🔟#PHIvMIA | 0-2 pic.twitter.com/W6w0Th4pzZ
— Inter Miami CF (@InterMiamiCF) August 15, 2023
સેમિફાઈનલ મેચમાં ઈન્ટર મિયામીના જોસેફ માર્ટિનેઝે ત્રીજી મિનિટે ગોલ કરીને ધમાકેદાર શરુઆત કરી હતી. 20મી મિનિટે મેસ્સીએ જે ગોલ કર્યો, તેવો ગોલ તમે ભાગ્યે જ પહેલા જોયો હશે. ગોલપોસ્ટથી 30 મીટર દૂરથી જ મેસ્સીએ એવો શોર્ટ ફટકાર્યો કે ગોલકીપર પણ દંગ રહી ગયો. ત્રણ સિઝનમાં બેસ્ટ ગોલકીપર રહેલા આંદ્રે બ્લેક પણ મેસ્સીના આ ગોલને રોકી શક્યો ના હતો.
Taylor ▶️ Alba para su primer gol con MIAMI 🎉💥#PHIvMIA | 0-3 pic.twitter.com/nXtLB1GdRa
— Inter Miami CF (@InterMiamiCF) August 16, 2023
આ પણ વાંચો : PHOTOS : રિંકૂ સિંહ આર્યલેન્ડ પહોંચતા જ આવ્યો ચર્ચામાં, તસવીર જોઈ ચોંક્યા ફેન્સ
સ્પેનના કલબ બાર્સિલોનામાં લાંબા સમયથી એક સાથે રમેલા મેસ્સીના સાથી જોડી અલ્બાએ ટીમ માટે ત્રીજો ગોલ કર્યો હતો. મેચના અંતે સ્કોર 4-1 રહ્યો અને ઈન્ટર મિયામીએ ફાઈનલમાં સ્થાન પાક્કી કર્યુ. મેસ્સીએ કુલ 6 મેચમાંથી ત્રણ મેચમાં 2-2 વાર અને ત્રણ મેચમાં 1-1 ગોલ કર્યા છે.