FIFA World Cup 2026 : કાયલિયન એમબાપ્પે ફરી ચમક્યો, ફ્રાન્સ પેરાગ્વેને હરાવીને સતત ચોથી વખત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું

France vs Paraguay : ફીફા વર્લ્ડકપ 2026ના રાઉન્ડ ઓફ 16 મેચમાં ફ્રાન્સે પેરાગ્વેને 1-0થી હરાવી સતત ચોથી વખત વર્લ્ડકપના ટોપ-4માં સ્થાન બનાવ્યું છે. આ મેચમાં એક માત્ર ગોલ એમબાપ્પે કર્યો હતો.

FIFA World Cup 2026 : કાયલિયન એમબાપ્પે ફરી ચમક્યો, ફ્રાન્સ પેરાગ્વેને હરાવીને સતત ચોથી વખત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું
Image Credit source: AI
| Updated on: Jul 05, 2026 | 11:22 AM

France vs Paraguay, FIFA World Cup 2026 : ભારે ગરમી વચ્ચે ફ્રાન્સે ફીફા વર્લ્ડકપના ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી કરી છે. ફિલોડેલ્ફિયામાં રમાયેલા રાઉન્ડ ઓફ 16માં એક મેચમાં ફાન્સે પેરાગ્વેને 1-0થી હરાવ્યું હતુ. આ જીતની સાથે ફ્રાન્સે સતત ચોથી વખત વર્લ્ડકપના ટોપ-8માં સ્થાન બનાવ્યું છે. હવે ગુરુવારના રોજ મૈસાચુસેટ્સના ફોક્સબોરોમાં રમાનારા મહામુકાબલામાં ફ્રાન્સની ટકકર ઈતિહાસ રચી રહેલી મોરક્કોની ટીમ સાથે થશે.

અમ્બાપ્પેનો ઐતિહાસિક પેનલ્ટી ગોલ

મેચ દરમિયાન ભારે ગરમી ખેલાડીઓ માટે એક મોટો પડકાર હતો. મેદાન પર ગરમી હતી. જેના કારણે એક્સટ્રીમ હીટ વોર્નિંગ જાહેર કરવામાં આવી હતી. આ હવામાન વચ્ચે પેરાગ્વે ના આક્રમક રમતની સામે ફ્રાન્સની ટીમ સતત સંધર્ષ કરતી જોવા મળી હતી. અંતે મેચની 70મી મિનિટમાં ફ્રાન્સને તક મળી હતી. જેનો ટીમ લાંબા સમયથી રાહ જોઈ રહી હતી. વિડિઓ રિવ્યુ (VAR) પછી, પેરાગ્વેના ડિએગો ગોમેઝને બોક્સની અંદર ફસાવવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો અને ફ્રાન્સને પેનલ્ટી આપવામાં આવી.

કિલિયન એમ્બાપ્પે પોતાના અંદાજમાં શોર્ટ લગાવ્યો અને બોલને ગોલ પોસ્ટમાં નાંખ્યો હતો. આ ગોલ ફ્રાન્સની જીત અપાવવા અને ક્વાર્ટર ફાઈનલની ટિકિટ પાક્કી કરી હતી. આ ગોલ સાથે એમ્બાપ્પે વર્લ્ડકપના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ નોંધ્યો છે. આ કિલિયન અમ્બાપ્પેના વર્લ્ડકપ કરિયરનો 19મો ગોલ છે. હવે વર્લ્ડકપ ઈતિહાસમાં સૌથી વધારે ગોલ કરી આર્જેન્ટીનાના દિગ્ગજ લિયોનેલ મેસ્સીનો રેકોર્ડથી માત્ર એક ગોલ પાછળ છે.

ગોલ્ડન બૂટની રેસમાં બરાબરીની ટકકર

ફીફા વર્લ્ડકપ 2026માં કિલિયન એમ્બાપ્પે અને લિયોનલ મેસ્સી વચ્ચે ગોલ્ડન બુટની રેસ ખુબ રોમાંચક રહી હતી. બંને ખેલાડી 7-7 બોલની સાથે આ રેસમાં સૌથી આગળ છે. ત્યારે કિલિયન એમ્બાપ્પે અને લિયોનેલ મેસ્સી માટે ક્વાર્ટર ફાઈનલ મેચમાં મહ્તવની રહેશે. આ સ્ટારની નજર જીતની સાથે આ રેસમાં બની રહેવા પર રહેશે.

ફિફા વર્લ્ડ કપ 2026 ના રાઉન્ડ ઓફ 16 ની પહેલી મેચ મોરોક્કો અને કેનેડા વચ્ચે રમાઈ હતી. મોરોક્કોએ આ મેચ 3-0 થી જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું છે.

Breaking News :FIFA World Cupમાં કિલિયન એમ્બાપે એક જ મેચમાં બે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા, મેસ્સી પણ આવું કરી શક્યો નહીં અહી ક્લિક કરો

Follow Us