મા બન્યા બાદ મહિલા ખેલાડીઓ માટે વાપસી કરવી સરળ નથી હોતી. પરંતુ, દીપિકા પલ્લીકલે (Dipika Pallikal) જોડિયા બાળકોને જન્મ આપ્યા પછી માત્ર સ્ક્વોશ (Squash) કોર્ટમાં જ નહીં પરંતુ દેશ માટે ગોલ્ડન જીત પણ નોંધાવી. તેણે ગ્લાસગોમાં રમાયેલી વર્લ્ડ ડબલ્સ સ્ક્વોશ ચેમ્પિયનશિપ (World Doubles Championships) માં આ સફળતા હાંસલ કરી હતી. અગાઉ તેણે સૌરવ ઘોષાલ સાથે મિક્સ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો. અને પછી માત્ર દોઢ કલાક પછી, તેણે મહિલા ડબલ્સમાં તે સફળતા હાંસલ કરી, જેણે ભારતની ઝોળી બીજો ગોલ્ડ મેડલ મૂક્યો હતો.
વર્લ્ડ ડબલ્સ ચેમ્પિયનશિપમાં બીજા ક્રમાંકિત દીપિકા પલ્લીકલ અને સૌરવ ઘોસાલે મિક્સ ડબલ્સની ફાઇનલમાં ઇંગ્લેન્ડના એડ્રિયન વૉલર અને એલિસન વોટર્સને હરાવ્યાં. ભારતની મિક્સ ડબલ્સની જોડીએ ચોથી ક્રમાંકિત ઈંગ્લેન્ડની જોડીને 11-6, 11-8 થી પરાજય આપ્યો હતો.
ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે જીત નોંધાવ્યા બાદ દીપિકા અને સૌરવ ઘોસાલ મિક્સ્ડ ડબલ્સ ટાઇટલ જીતનારી પ્રથમ ભારતીય જોડી બની. તે સ્ક્વોશ ડબલ્સ ચેમ્પિયનશિપની આ ઇવેન્ટમાં નવા વિશ્વ ચેમ્પિયન તરીકે ઉભરી આવ્યા હતા.
Introducing your new World Champions! 🏆
Congratulations to 🇮🇳 @indiasquash‘s @SauravGhosal and @DipikaPallikal, who have won the mixed doubles world championship title after beating 🏴 Waller and Waters 2-0 (11-6, 11-8)!#squash #india #WSFDoubles #Glasgow2022 pic.twitter.com/k3x49mOeYm
— World Squash (@WorldSquash) April 9, 2022
મિશ્ર ડબલ્સની નવી ચેમ્પિયન બન્યાના થોડા સમય પછી, દીપિકા પલ્લીકલ મહિલા ડબલ્સ રમવા આવી. અહીં જોશના ચિનપ્પા તેની જોડીદાર બની હતી. અને તેની સાથે મળીને તેણે એ જ કામ કર્યુ જે સૌરવ ઘોષાલ સાથે પણ કર્યું હતુ. શાનદાર ગોલ્ડન વિજય નોંધાવતા, દીપિકાએ ભારતની ઝોળીમાં વધુ એક ખિતાબ મૂક્યો છે.
મહિલા ડબલ્સમાં દીપિકા અને ચિનપ્પાની જોડીને ત્રીજો સીડ મળ્યો છે. ભારતીય જોડીએ બીજી ક્રમાંકિત સારાહ-જેન પેરી અને ઈંગ્લેન્ડની એલિસન વોટર્સને 11-9, 4-11, 11-8 થી પરાજય આપ્યો હતો.
જોકે, માતા બન્યા પછીની આ બે સફળતાઓએ દીપિકા પલ્લીકલને ચોક્કસ ખુશી આપી છે. પરંતુ તે કહે છે કે આ તો માત્ર શરૂઆત છે. તેમનું અસલી લક્ષ્ય કોમનવેલ્થ ગેમ્સ છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
Published On - 10:45 am, Sun, 10 April 22