ડાયમંડ લીગ 2023 (Diamond League 2023) ની ફાઇનલમાં ભારતનો સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા પોતાના ટાઇટલનો બચાવ કરી શક્યો ન હતો. અમેરિકાના યુજેનમાં યોજાયેલી ટાઈટલ મેચમાં તે બીજા ક્રમે રહ્યો હતો. નીરજ ચોપરા (Neeraj Chopra) નો સર્વશ્રેષ્ઠ થ્રો 83.80 મીટર હતો જે બીજા પ્રયાસમાં આવ્યો હતો. ચેક રિપબ્લિકના જેકબ વાડલેચે 84.24 મીટરના થ્રો સાથે ખિતાબ જીત્યો હતો. જ્યારે ફિનલેન્ડનો ઓલિવર હેલેન્ડર 83.74 મીટરના થ્રો સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો. ગયા વર્ષે નીરજે ડાયમંડ લીગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગયા મહિને તેણે પ્રથમ વખત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો.
India’s javelin ace Neeraj Chopra finishes 2nd in the Diamond League final in Eugene with a throw of 83.80 metres
(file pic) pic.twitter.com/lZjhOtWIpX
— ANI (@ANI) September 16, 2023
જો નીરજ ચોપરા આ ખિતાબ જીતી ગયો હોત તો તે ડાયમંડ લીગ ટ્રોફીનો બચાવ કરનારો ત્રીજો ખેલાડી બની ગયો હોત પરંતુ તેમ થઈ શક્યું નહીં. ચેક રિપબ્લિકના વિટેઝસ્લાવ વેસેલીએ 2012 અને 2013માં આ સિદ્ધિ હાંસલ કરી હતી, જ્યારે તેના જ દેશના જેકબ વાડલેચે 2016 અને 2017માં આ સિદ્ધિ મેળવી હતી. તમને જણાવી દઈએ કે બીજા સ્થાને રહેવા માટે નીરજને 12 હજાર ડોલર મળ્યા હતા. જ્યારે પહેલા સ્થાન પર રહી ખિતાબ જીતનાર યાકુબ વડલેચને 30 હજાર ડોલરની ઈનામી રકમ મળી હતી.
World and Olympic Champion Neeraj Chopra finishes second at the Diamond League Final 2023!
– Congrats Champ…!!! #NeerajChopra #EugeneDL #Athletics #SKIndianSportspic.twitter.com/s21NTIK9nr
— Pulkit Trigun (@PulkitTrigun45) September 16, 2023
આ પણ વાંચો : Pakistan : સાથી ખેલાડીએ કર્યો બાબર આઝમનો પર્દાફાશ, ODI રેન્કિંગ પર કર્યો ખુલાસો, જુઓ Video
પ્રથમ થ્રો: નીરજ ચોપરાનો પ્રથમ થ્રો ફાઉલ હતો.
બીજો થ્રોઃ નીરજે 83.80 મીટર દૂર થ્રો ફેંક્યો હતો. આ થ્રો સાથે તે બીજા સ્થાને આવી ગયો.
ત્રીજો થ્રો: નીરજે 81.37 મીટર દૂર થ્રો ફેંક્યો.
ચોથો થ્રોઃ નીરજનો ચોથો થ્રો ફાઉલ હતો.
પાંચમો થ્રોઃ નીરજે 80.74 મીટરનો થ્રો કર્યો.
છઠ્ઠો થ્રોઃ નીરજ ચોપરાએ છઠ્ઠા અને છેલ્લા થ્રોમાં 80.90 મીટર ભાલો ફેંક્યો હતો.
Published On - 10:34 pm, Sun, 17 September 23