CWG 2022 Boxing: જાણો, ભારતીય બોક્સરોમાં આ વખતે કોણ મારશે ગોલ્ડન પંચ

|

Jul 15, 2022 | 5:15 PM

કોમનવેલ્થ ગેમ્સ 2022 (commonwealth games 2022)માં 12 ભારતીય બોક્સર પોતાનો પડકાર રજૂ કરશે. છેલ્લી વખતે ભારતીય બોક્સરોએ 3 ગોલ્ડ સહિત 9 મેડલ જીત્યા હતા.

CWG 2022 Boxing: જાણો, ભારતીય બોક્સરોમાં આ વખતે કોણ મારશે ગોલ્ડન પંચ
ભારતીય બોક્સરોમાં આ વખતે કોણ મારશે ગોલ્ડન પંચ જાણો
Image Credit source: BFI

Follow us on

CWG 2022 Boxing: કોમનવેલ્થ ગેમ્સ 2022 (commonwealth games 2022)નું કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયું છે, ભારતીય ખેલાડીઓ પણ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. બોક્સરોએ પોતાનો પંચ દેખાડવા માટે કમર કસી લીધી છે, શૂટિંગ, વેટલિફિટિંગ, રેસલિંગ પછી હવે બોક્સિંગ ચોથી એવી રમત છે, જેમાં ભારતે કોમનવેલ્થમાં ભારતે સૌથી વધુ મેડલ જીત્યા છે. ભારતે કોમનવેલ્થ (commonwealth ) બોક્સિંગમાં અત્યાર સુધીમાં 8 ગોલ્ડ મેડલ ,12 સિલ્વર મેડલ અને 17 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 37 મેડલ જીત્યા છે. ગત્ત વર્ષે ભારતે બોકસિંગમાં 3 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 9 મેડલ જીત્યા છે. આ વખતે ભારતીય બોક્સરની નજર હવે વધુ મેડલ જીતવા પર છે.

મેરીકોમ , ગૌરવ સોલંકી અને વિકાસ કૃષ્ણન યાદવે ભારતને 2018 કોમનવેલ્થ ગેમમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ વખતે 12 બોક્સર પંચ મારવા માટે તૈયાર છે. જેમાં 8 પુરુષ અને 4 મહિલા બોકસરો સામેલ છે. અમિત પંધાલ, શિવ થાપા, નિકહત ઝરીન અને લવલીના બોરગોહના ખિતાબનો સૌથી મજબુત દાવેદાર માનવામાં આવે છે.

યૂરોપિયન ચેમ્પિયનશીપ મેડાલિસ્ટને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો

લોવલિના બોર્ગોહેને ટોક્યો ઓલિમ્પિકમાં 69 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જો કે આ વર્ષે વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં તેની સફર આગળ વધી શકી નથી, પરંતુ તેણે ઘણી વખત જબરદસ્ત પુનરાગમન કર્યું છે. નિખત ઝરીન હાલમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. આ વર્ષે મે મહિનામાં 52 ક્રિગ્રા વર્ગમાં વર્લ્ડ ચેમ્પિયન બની હતી. આ વર્ષે તેમણે સ્ટ્રૈડજા મેમોરિયલ ટૂર્નામેન્ટમાં 3 વખતની યૂરોપિયન ચેમ્પિયનશીપ મેડાલિસ્ટને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો

ઈતિહાસમાં ભારતના સૌથી સફળ બોક્સર

અમિત પંધાલની નજર આ વખતે પોતાના મેડલનો રંગ બદલવાની છે. 2018 ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમમાં તેમણે લાઈટ ફ્લાઈવેટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમણે ટોક્યો ઓલિમ્પિકમાં 52 ક્રિગ્રા ભાર વર્ગમાં નંબર એક બોક્સરના રુપમાં એન્ટ્રી કરી હતી. ગત્ત વર્ષ એશિયન ચેમ્પિયનશીપમાં ફ્લાઈવેટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ વર્ષ્ એપ્રિલમાં થાઈલેન્ડ ઓપનમાં સિલ્વર મેડલ પોતાનેનામ કર્યો હતો.શિવ થાપા વધુ એક મોટું ટાઈટલ જીતવા માટે બેતાબ છે.

2015 વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા થાપા ગયા વર્ષે એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં ભારતના સૌથી સફળ બોક્સર બન્યા હતા. તેણે ચેમ્પિયનશિપનો 5મો મેડલ જીત્યો. થાપાએ 2013માં ગોલ્ડ, 2015માં બ્રોન્ઝ, 2017માં સિલ્વર, 2019માં બ્રોન્ઝ અને 2021માં સિલ્વર મેડલ જીત્યો હતો.

પુરૂષ બોક્સરઃ અમિત પંઘાલ- 51 કિગ્રા, મોહમ્મદ હુસામુદ્દીન- 57 કિગ્રા, શિવ થાપા- 63.5 કિગ્રા, રોહિત ટોક્સ- 67 કિગ્રા, સુમિત કુંડુ- 75 કિગ્રા, આશિષ ચૌધરી- 80 કિગ્રા, સંજીત- 92 કિગ્રા, સાગર- 92+ કિગ્રા

મહિલા બોક્સરઃ નીતુ – 48 કિગ્રા, નિખત ઝરીન – 50 કિગ્રા, જાસ્મીન – 60 કિગ્રા, લવલિના બોરેગોહાન – 70 કિગ્રા

Next Article