Breaking News : કોણ છે સુચિકા તરિયાલ ? એશિયન ગેમ્સમાં ભારતનો MMA મેડલ પાક્કો કર્યો
સુચિકા તરિયાલે 2022ની એશિયાઈ રમતમાં કુરાશમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને ત્યારબાદ એશિયાઈ એમએમએ ચેમ્પિયનશીપમાં સતત બ્રોન્ઝ મેડલ જીતતી આવી છે. હવે સુચિકા તરિયાલે એશિયન ગેમ્સમાં ભારતનો મેડલ પાક્કો કર્યો છે.કોણ છે સુચિકા તરિયાલ?

ભારતની મિકસ્ડ માર્શલ આર્ટસ 36 વર્ષની સુચિકા તારિયાલે એશિયન ગેમ્સ 2026માં ઈતિહાસ રચ્યો છે. 36 વર્ષની ભારતીય ફાઈટરે મહિલાની ટ્રેડિશનલ 60 કિંગ્રા વર્ગની ક્વાર્ટર ફાઈનલમાં 2025 IMMAF વર્લ્ડ ચેમ્પિયન અલ્તાનચિમેગ બૈગલમાને 2-0થી હરાવી સેમિફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. આ જીતની સાથે તેમણે એશિયન ગેમ્સમાં ભારત માટે મિક્સડ માર્શલ આર્ટસનો પહેલો મેડલ પાક્કો કર્યો છે.
12 વર્ષની ઉંમરે શરુ કરી સફર
સુચિકાની રમત સફર જુડો સાથે જોડાયેલી હતી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, 12 વર્ષની ઉંમરે તેના પર હુમલો થયા બાદ તેમણે સ્વ-બચાવ માટે જુડો અપનાવ્યો હતો. હરિયાણાના રોહતકની સુચિકા ભારતની મુખ્ય જુડો ખેલાડીઓમાંની એક બની. તે આઠ વખત રાષ્ટ્રીય જુડો ચેમ્પિયન બની અને 20 થી વધુ આંતરરાષ્ટ્રીય જુડો સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.
View this post on Instagram
વર્લ્ડ ચેમ્પિયન બની
2019માં તેમણે કોમનવેલ્થ જુડો ચેમ્પિયનશિપ અને દક્ષિણ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા, જ્યારે તેણીએ 2018 કોમનવેલ્થ જુડો ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.તમને જણાવી દઈએ કે સુચિકા તરિયાલે 2022 કોમનવેલ્થ ગેમ્સમાં જુડો અને 2023 એશિયન ગેમ્સમાં કુરાશમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને 2024માં જીયુ-જિત્સુ વર્લ્ડ ચેમ્પિયન બની હતી.
બીજા એશિયન ગેમ્સમાં મેડલ મેળવવાની તક
સુચિકાની આ બીજી એશિયન ગેમ્સ છે. 2022ના હાંગઝોઉ એશિયન ગેમ્સમાં કુરાશમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, પરંતુ તે વખતે તેમણે કોઈ મેડલ જીત્યો ન હતો. હવે, ચાર વર્ષ પછી, તેમણે MMAમાં ભારત માટે મેડલ જીત્યો છે. તેના હાંગઝોઉ અનુભવને યાદ કરતા, સુચિકાએ કહ્યું, જીવને મને એશિયન ગેમ્સમાં બીજી તક આપી છે. હાંગઝોઉમાં વસ્તુઓ મારી અપેક્ષા મુજબ નહોતી ચાલી. આ વખતે, હું MMA માટે સંપૂર્ણપણે તૈયાર છું.
View this post on Instagram
મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA) માં ભારત માટે સારા સમાચાર આવ્યા છે. ક્વાર્ટર ફાઇનલમાં મોંગોલિયન ખેલાડીને હરાવીને સુચિકા તરિયાલ પરંપરાગત 60 કિગ્રા વજન વર્ગના સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. આ સાથે, સુચિકાએ ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ નિશ્ચિત કરી લીધો છે. સુચિકા મંગળવારે તેનો સેમિફાઇનલ મુકાબલો રમશે.
