Breaking News : Goodbye ગ્લાસગો, હવે કોમનવેલ્થ માટે અમદાવાદની તૈયારીઓ શરુ, જુઓ Video

ગ્લાસગોમાં કોમનવેલ્થ 2026નું સમાપન રંગારંગ કાર્યક્રમની સાથે પૂર્ણ થયું હતુ. જેમાં સ્કોટલેન્ડે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બૈટન ભારતને સોંપ્યો હતો. હવે કોમનવેલ્થ 2030ની તૈયારીઓ અમદાવાદમાં શરુ થઈ ચૂકી છે.અમદાવાદ હવે 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે.

Breaking News  : Goodbye ગ્લાસગો, હવે કોમનવેલ્થ માટે અમદાવાદની તૈયારીઓ શરુ, જુઓ Video
Image Credit source: AI
| Updated on: Aug 03, 2026 | 8:46 AM

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026 સમાપનથી ભારત માટે એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. ગ્લાસગોમાં 11 દિવસના શાનદાર કાર્યક્રમો પછી, સ્કોટલેન્ડે સત્તાવાર રીતે ભારતને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બૈટન સોંપ્યો હતો. દુનિયાની નજર હવે 2030 માં શતાબ્દી આવૃત્તિ પર હશે, જેનું આયોજન અમદાવાદ કરશે. ભારત અમદાવાદ 2030ની યજમાની કરીને ઇતિહાસ પણ રચશે. અમદાવાદમાં કોમનવેલ્થ 2030ને લઈ તૈયારીઓ પણ શરુ થઈ ચૂકી છે.

ભારત ઓસ્ટ્રેલિયા પછી એક કરતા વધુ વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરનાર બીજો દેશ બનશે. અગાઉ, ભારતે 2010માં નવી દિલ્હીમાં સફળતાપૂર્વક ગેમ્સનું આયોજન કર્યું હતું.

 

 

અમદાવાદમાં 2030માં CWG ગેમ્સ

ગ્લાસગોમાં જીતેલા 39 મેડલ સાથે 53.09 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી. 4 વર્ષ પછી અમદાવાદમાં યોજાનારી 24મી કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ હવે શરૂ થશે. ગ્લાસગો ગેમ્સના સમાપન પછી, કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ ભારતીય દિગ્ગજ ખેલાડી નીરજ ચોપરાને સોંપવામાં આવ્યો હતો, જેમણે તે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપ્યો હતો. અમદાવાદમાં 2030માં CWG ગેમ્સના 100 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક જશ્ન મનાવવામાં આવશે.

 

 

 

ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું

ભારતે પોતાની પ્રસ્તુતિના માધ્યમથી દુનિયાને અમદાવાદ આવવા આમંત્રણ આપ્યું છે. જેમાં ભારતીય દર્શન, લોક સંસ્કૃતિ અને આધુનિક ભારતની ઝલકને પ્રભાવશાળી અંદાજમાં પ્રસ્તુત કરવામાં આવશે. અહી પ્રસ્તુતિ માત્ર મેજબાની નું હસ્તાંતરણ નથી. પરંતુ 2030માં રમાનાર શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સના વિઝનનો પણ પરિચય હતો.ભારતે CWG 2026માં કુલ 39 મેડલ જીતી ચોથું સ્થાન મેળવ્યું હતુ. આ વખતે ભારતીય એથલેટિક્સે 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. હવે કોમનવેલ્થ 2030ની પર સૌ કોઈની નજર છે.

 

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.