Breaking News : Asian Para Gamesમાં સુવર્ણા રાજ ચેમ્પિયન બની, ડિસ્કસ થ્રોમાં ગોલ્ડ જીત્યો

ભારતીય ખેલાડી સુવર્ણા રાજે (Suvarna raj ) દેશનો 15મો ગોલ્ડ મેડલ જીત્યો છે. પેરાલિમ્પિક ગેમ્સના પાંચમા દિવસે આ ભારતનો પહેલો ગોલ્ડ મેડલ છે.2024 માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા UN SDG એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

Breaking News : Asian Para Gamesમાં સુવર્ણા રાજ ચેમ્પિયન બની, ડિસ્કસ થ્રોમાં ગોલ્ડ જીત્યો
| Updated on: Oct 22, 2026 | 10:05 AM

એશિયન પેરા ગેમ્સ 2026માં ભારતના એથલીટોનું શાનદાર પ્રદર્શન ચાલું છે. છેલ્લા 4 દિવસમાં અનેક ગોલ્ડ મેડલ જીત્યા પછી પાંચમા દિવસે પણ ભારત માટે ગોલ્ડ મેડલ સુવર્ણા રાજે જીત્યો છે. ભારતની ફેમસ પેરા એથલિટ સુવર્ણા રાજે મહિલાઓની ડિસ્કસ થ્રો ઈવેન્ટનો ખિતાબ જીત્યો છે. સુવર્ણાએ ફાઈનલમાં 15.66 મીટરના બેસ્ટ થ્રો સાથે પહેલું સ્થાન મેળવ્યું છે. તેમજ ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે. આ સાથે ભારતના ગોલ્ડ મેડલની સંખ્યા 15 થઈ છે.

ગોલ્ડ મેડલ જીત્યો

22 ઓક્ટોમ્બરના સવારે આઈચી-નાગોયામાં ભારતને આ સફળતા મળી છે. મહિલાઓની F54 કેટેગરી ઈવેન્ટમાં ભાગ લઈ રહેલી સુવર્ણાએ વ્હીલ ચેરમાં બેસી 15.66 મીટર સુધી ડિસ્કસ થ્રો કર્યો હતો. F54 કેટેગરીમાં એ ખેલાડીઓ ભાગ લે છે. જે માત્ર બેસીને રમી શકે છે.તેમને કરોડરજ્જુની ઇજાઓ, પોલિયો અથવા નીચલા અંગોની અક્ષમતા ધરાવતા ખેલાડીઓનો સમાવેશ થાય છે, જેમનું ઉપરનું શરીર સક્રિય રહે છે.

 

 

 

ફાઈનલની વાત કરીએ તો. સુવર્ણાને ગોલ્ડ જીતાડનાર થ્રો માટે થોડી રાહ જોવી પડી હતી. તેમણે પોતાના 5માં પ્રયાસમાં 15.66 મીટર દુર થ્રો કર્યો હતો. જે ગોલ્ડ મેડલ જીતવા માટે પર્યાપ્ત હતો. બીજા સ્થાને ઈરાનની શહલા હદીદ રહી તો ત્રીજા સ્થાને વિયતનામની એથલેટને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

સુવર્ણા રાજ માત્ર ફીલ્ડ પર રહી કમાલ દેખાડતી નથી. પરંતુ મેદાનની બહાર પણ પોતાના કામ માટે ઓળખ બનાવી ચૂકી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સુવર્ણા દિવ્યાંગો માટે કામ કરી રહી છે. તેમજ ડિસેબિલિટી રાઈટ્સ એક્ટિવિસ્ટ તરીકે તેમણે અનેક ઝુંબેશનું નેતૃત્વ કર્યું છે. તેમના પ્રયાસો માટે, તેમને 2024 માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા UN SDG એક્શન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

ગત્ત એશિયન પેરા ગેમ્સના પ્રદર્શનમાં શાનદાર પ્રદર્શન

આ સિદ્ધિ સાથે, સુવર્ણા રાજે ગત્ત એશિયન પેરા ગેમ્સના પ્રદર્શનમાં સુધારો કર્યો. 2022માં તેમણે F54/F55 કેટેગરીમાં 15.39 મીટર ફેંક્યો અને આઠમું સ્થાન મેળવ્યું. આ વખતે, તેમણે 15.66 મીટર ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

 

Breaking News : એક અકસ્માતે વ્હીલચેર પર પહોંચાડ્યો, આયુષ વર્મા 2 મેડલ જીતીને પોતાની તાકત દેખાડી અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.