Breaking News Asian Games 2026: જાપાનમાં ટ્રાફિક જામમાં ફસાઈ ટીમ ઈન્ડિયા, ફાઈનલ મેચનો સમય બદલાયો

એશિયન ગેમ્સ 2026 ની મહિલા હોકી ઇવેન્ટની ફાઇનલ મેચ ભારત અને ચીન વચ્ચે રમાનારી છે. જોકે, આ ગોલ્ડ મેડલ મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હોકી ફાઈનલ પહેલા જાપાનમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. રસ્તામાં અકસ્માત બાદ ટીમ ઈન્ડિયા ફસાઈ ગઈ હતી જે બાદ મેચનો સમય બદલાયો હતો.

Breaking News Asian Games 2026: જાપાનમાં ટ્રાફિક જામમાં ફસાઈ ટીમ ઈન્ડિયા, ફાઈનલ મેચનો સમય બદલાયો
hockey
Image Credit source: X
| Updated on: Oct 02, 2026 | 5:31 PM

એશિયન ગેમ્સ 2026 ના 13મા દિવસે ભારતીય મહિલા હોકી ટીમ સાથે એક વિચિત્ર ઘટના બની. ગિફુ પ્રીફેક્ચરલ ગ્રીન સ્ટેડિયમમાં ચીન સામે ગોલ્ડ મેડલ મેચ પહેલા, ભારત અને ચીન બંને ટીમોની બસો રસ્તામાં ભારે ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ. આ વિલંબને કારણે, મેચનો નિર્ધારિત સમય 45 મિનિટ આગળ ધપાવવામાં આવ્યો છે. સ્ટેડિયમમાં કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ, જે મેચ પહેલા ભારતીય સમય મુજબ બપોરે 3:00 અથવા 3:30 વાગ્યે શરૂ થવાની હતી, તે હવે 4:15 વાગ્યે શરૂ થશે.

રસ્તા પર અકસ્માતને કારણે લાંબો ટ્રાફિક જામ

હકીકતમાં, બંને ટીમો મેદાન તરફ રવાના થઈ રહી હતી, ત્યારે રસ્તામાં એક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતના કારણે રસ્તા પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. પરિણામે, બંને ટીમોના ખેલાડીઓ સમયસર સ્ટેડિયમ પહોંચી શક્યા ન હતા. ખેલાડીઓને વોર્મઅપ કરવા અને માનસિક રીતે તૈયારી કરવા માટે પૂરતો સમય આપવા માટે, મેચ શરૂ થવાનો સમય બદલવામાં આવ્યો હતો.

44 વર્ષના દુષ્કાળનો અંત લાવવા ટીમ ઈન્ડિયા મેદાનમાં

આ ફાઇનલ મેચ ભારતીય મહિલા હોકી ટીમ માટે મહત્વપૂર્ણ છે. એશિયન ગેમ્સના ઇતિહાસમાં ભારતીય મહિલા ટીમે ફક્ત એક જ વાર 1982માં ગોલ્ડ મેડલ જીત્યો છે. ત્યારથી ભારત 44 વર્ષથી ગોલ્ડ મેડલની રાહ જોઈ રહ્યું છે. ભારતે અગાઉ 1998 માં દક્ષિણ કોરિયા અને 2018 માં જાપાન સામે ફાઇનલમાં હાર્યા બાદ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. હવે, ભારતીય ટીમ પાસે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનને હરાવીને 44 વર્ષના ટાઇટલ દુષ્કાળનો અંત લાવવાની સુવર્ણ તક છે.

જીતની સાથે 2028 ઓલિમ્પિકની સીધી ટિકિટ મળશે

આ મેચમાં ફક્ત ગોલ્ડ મેડલ જ નહીં, પણ 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં પ્રવેશવાની સીધી ટિકિટ પણ દાવ પર છે. એશિયન ગેમ્સના નિયમો અનુસાર, મહિલા હોકી ગોલ્ડ મેડલ જીતનારી ટીમ ઓલિમ્પિક ગેમ્સ માટે સીધી ક્વોલિફાય થશે. તેથી, આ મેચ ભારતીય ટીમ માટે ઓલિમ્પિકમાં સીઘા સ્થાન મેળવવા માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ છે.

Breaking News Asian Games 2026: ભારત-પાકિસ્તાન ફાઈનલ પહેલા મોટો વિવાદ ટળ્યો, મોહસિન નકવીને લઈને આવ્યું મોટું અપડેટ

Published On - 5:18 pm, Fri, 2 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.