Breaking News Asian Games 2026: રોમાંચક મુકાબલામાં છેલ્લી મિનિટે ભારતે પાકિસ્તાનને પછાડ્યું, ગોલ્ડ મેડલ મેચમાં કરી એન્ટ્રી

ભારતે પુરુષ હોકીની પહેલી સેમિફાઇનલમાં પાકિસ્તાનને 4-3થી હરાવ્યું. આ સાથે ભારતે એશિયન ગેમ્સ 2026 ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. પાકિસ્તાન બહાર ફેંકાયું. રોમાંચક મુકાબલામાં છેલ્લી મિનિટે ભારતે ગોલ કરી ગોલ્ડ મેડલ મેચમાં કરી એન્ટ્રી.

Breaking News Asian Games 2026: રોમાંચક મુકાબલામાં છેલ્લી મિનિટે ભારતે પાકિસ્તાનને પછાડ્યું, ગોલ્ડ મેડલ મેચમાં કરી એન્ટ્રી
india beat pakistan
Image Credit source: X/Hockey India
| Updated on: Oct 01, 2026 | 4:02 PM

ભારતની પુરુષ હોકી ટીમ 2026 એશિયન ગેમ્સના ફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. ભારતે પ્રથમ પુરુષ હોકી સેમિફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. બંને ટીમો વચ્ચેનો મુકાબલો એટલો રોમાંચક હતો કે પરિણામ માટે છેલ્લી ઘડી સુધી રાહ જોવી પડી. મેચની અંતિમ ઘડીમાં ભારતે પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. પ્રથમ પુરુષ હોકી સેમિફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 4-3થી હરાવ્યું.

ભારત-પાકિસ્તાનની જોરદાર ટક્કર

ભારતે પાકિસ્તાન સામેની સેમિફાઇનલ મેચની શરૂઆત મજબૂત શરૂઆતથી કરી હતી. પહેલા ક્વાર્ટરમાં તેઓએ 2-0ની લીડ મેળવી હતી. બીજા ક્વાર્ટરમાં જ્યારે ભારતે 2-0 થી 3-0ની લીડ વધારી ત્યારે મેચમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત બની ગઈ. જોકે, તે પછી મેચમાં પાકિસ્તાને વાપસી કરી. પાકિસ્તાને ઝડપથી ભારતની 3-0ની લીડને 3-3ની ડ્રોમાં ફેરવી દીધી.

 

ભારતે પાકિસ્તાનને 4-3થી હરાવ્યું

પાકિસ્તાનના વળતા હુમલા બાદ મેચ બરાબરી પર આવી જતાં ઉત્સાહ વધી ગયો. ભારત અને પાકિસ્તાન બંને ટીમોએ એકબીજા પર પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કર્યો. મેચની અંતિમ મિનિટમાં અભિષેકે ગોલ કરીને ભારતની જીત પર મહોર લગાવી. અભિષેકે પાકિસ્તાનના ગોલપોસ્ટ પર ભારતનો ચોથો ગોલ કર્યો અનેણભારતની જીત નિશ્ચિત કરી દીધી. અભિષેકે વિજયી ગોલ કર્યો તે પહેલાં હરમનપ્રીત સિંહ અને સુખજીતે ભારત માટે ગોલ કર્યા હતા. હરમનપ્રીત સિંહે બે ગોલ કર્યા જ્યારે સુખજીતે એક ગોલ કર્યો હતો.

28 વર્ષ પછી એશિયન ગેમ્સમાં આવું બન્યું

ભારતની પુરુષ હોકી ટીમ ફાઇનલમાં પહોંચવાની સાથે, એશિયન ગેમ્સમાં એક એવી સિદ્ધિ જોવા મળી જે છેલ્લે 28 વર્ષ પહેલા બની હતી. 1998 પછી આ પહેલીવાર છે જ્યારે ભારતની પુરુષ અને મહિલા બંને ટીમો એશિયન ગેમ્સ હોકી ફાઇનલમાં પહોંચી છે. મહિલા ટીમે સેમિફાઇનલમાં કોરિયાને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.

Breaking News: 10મા નંબરની ટીમે ભારત સામે ફટકાર્યા 405 રન, શું આ રીતે જીતીશું વર્લ્ડ કપ ?

Published On - 3:49 pm, Thu, 1 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.