Australia vs England Semi Final : ઓસ્ટ્રેલિયાને 3-1થી હરાવીને ઈંગ્લેન્ડ પહોંચ્યુ ફાઈનલમાં, ફિફાને મળશે નવી ચેમ્પિયન ટીમ

|

Aug 16, 2023 | 6:36 PM

Australia vs England FIFA Semi Final Result : ફાઈનલ મેચ 20 ઓગસ્ટના દિવસે બપોરે 3.30 કલાકે શરુ થશે. સ્પેન અને ઈંગ્લેન્ડની મહિલા ફૂટબોલ ટીમમાંથી જે ટીમ જીતશે તે પહેલીવાર ફિફા મહિલા વર્લ્ડ કપની નવી ચેમ્પિયન ટીમ હશે.

Australia vs England Semi Final : ઓસ્ટ્રેલિયાને 3-1થી હરાવીને ઈંગ્લેન્ડ પહોંચ્યુ ફાઈનલમાં, ફિફાને મળશે નવી ચેમ્પિયન ટીમ
Australia vs England semi final Result Women s World Cup 2023
Image Credit source: FIFA

Follow us on

Accor Stadium :    ફિફા મહિલા વર્લ્ડ કપ 2023ની બીજી સેમિફાઈનલ મેચ આજે 16 ઓગસ્ટના દિવસે બપોરે 3.30 કલાકે શરુ થઈ હતી. આ રોમાંચક સેમિફાઈન મેચમાં યજમાન ટીમ ઓસ્ટ્રેલિયા સામે 3 ગોલ સ્કોર કરીને ઈંગ્લેન્ડની મહિલા ફૂટબોલ ટીમ પહેલીવાર ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. ઓસ્ટ્રેલિયાની ટીમને 1-3ના સ્કોરથી ઈંગ્લેન્ડ (England) સામે હારનો સામનો કરવો પડયો હતો.

સેમિફાઈનલ મેચના પ્રથમ હાફમાં ઈંગ્લેન્ડની એલાએ 36મી મિનિટે ગોલ કર્યો હતો. 63 મી મિનિટે ઓસ્ટ્રેલિયાની સેમ કૈરે ગોલ કરીને સ્કોર બરાબર કર્યો. પણ મેચની અંતિમ સમયમાં 71મી અને 86મી મિનિટે શાનદાર ગોલ કરીને ઈંગ્લેન્ડની મહિલા ટીમે ફાઈનલમાં એન્ટ્રી કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

32 વર્ષ અગાઉ 1991માં ફિફા મહિલા વર્લ્ડ કપની શરુઆત થઈ હતી. સૌથી વધારે વાર અમેરિકાની ટીમ ચાર વાર વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની છે. આ વર્ષે ફિફાને મહિલા વર્લ્ડ કપની નવી ચેમ્પિયન ટીમ મળશે.

આ પણ વાંચો : ભારતીય ક્રિકેટરોએ સ્વતંત્રતા દિવસની પાઠવી શુભેચ્છા, કોહલી-ગંભીર-સૂર્યાએ કરી ખાસ પોસ્ટ

 

ત્રીજા સ્થાન માટેની મેચ 19 ઓગસ્ટના રોજ બપોરે 1.30 કલાકે શરુ થશે. આ મેચ ઓસ્ટ્રેલિયા-સ્વીડન વચ્ચે રમાશે. જ્યારે ફાઈનલ મેચ 20 ઓગસ્ટના દિવસે બપોરે 3.30 કલાકે શરુ થશે. સ્પેન અને ઈંગ્લેન્ડની મહિલા ફૂટબોલ ટીમમાંથી જે ટીમ જીતશે તે પહેલીવાર ફિફા મહિલા વર્લ્ડ કપની નવી ચેમ્પિયન ટીમ હશે.

આ પણ વાંચો : ધોની બાદ આ ક્રિકેટરે પણ 15 ઓગસ્ટે લીધો સંન્યાસ, ટેસ્ટ ક્રિકેટ નહીં રમે

પ્રથમ સેમિફાઈનલ મેચમાં શું થયુ ?

ઈડન પાર્કમાં સ્પેન અને સ્વીડનની મહિલા ફૂટબોલ ટીમ વચ્ચે સેમિફાઈનલ મેચ શરુ થઈ હતી. આ દિલધડક સેમિફાઈનલ મેચમાં 80 થી 90 મિનિટની વચ્ચે ગોલ થયા હતા. સ્વીડન સામે 2-1થી જીત મેળવીને સ્પેનની મહિલા ફૂટબોલ ટીમ પહેલીવાર ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી.

નેધરલેન્ડ્સ સામેની ક્વાર્ટર ફાઈનલમાં કમાલ કરનાર સલમા પેરાલ્યુએલોએ 81મી મિનિટે શરૂઆતી ગોલ સાથે સ્પેનને લીડમાં લાવી દીધુ. 88 મિનિટે સ્વીડનની ખેલાડીએ ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કર્યો હતો. પરતુ અંતે ઓલ્ગા કાર્મોનો 90મી મિનિટમાં થયેલા ગોલને કારણે સ્પેનની ટીમે સેમિફાઈનલમાં 2-1થી જીત મેળવી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Next Article