Asleigh Barty: પહેલા ક્રિકેટર રહી બાદમાં બેટ છોડી ટેનિસનુ રેકેટ ઉઠાવી પહેર્યો નંબર 1 નો તાજ

|

Mar 24, 2022 | 7:06 AM

વર્લ્ડ નંબર પ્લેયર એશ્લે બાર્ટી (Ashleigh Barty) એ બુધવારે નિવૃત્તિની જાહેરાત કરી છે, જેના કારણે તમામ ચાહકો ખૂબ જ આશ્ચર્યચકિત છે.

Asleigh Barty: પહેલા ક્રિકેટર રહી બાદમાં બેટ છોડી ટેનિસનુ રેકેટ ઉઠાવી પહેર્યો નંબર 1 નો તાજ
Asleigh Barty એ નિવૃત્તિની ઘોષણા કરી દીધી છે

Follow us on

વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટી (Ashleigh Barty) એ નિવૃત્તિની ઘોષણાથી તમામ રમતપ્રેમીઓને ચોંકાવી દીધા હતા અને સાથે જ નિરાશ પણ કર્યા હતા. 25 વર્ષની વયે ત્રણ ગ્રાન્ડ સ્લેમ જીતનાર હજ હાલમાં વિશ્વની નંબર વન ખેલાડી છે. તેણે આ વર્ષે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપન (Australian Open) ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ઓસ્ટ્રેલિયન ખેલાડીએ બુધવારે સવારે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને ફેન્સને તેની નિવૃત્તિ વિશે જાણકારી આપી હતી.

બાર્ટીને ઓલરાઉન્ડર ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે. ટેનિસ ઉપરાંત તે ગોલ્ફ, નેટબોલ અને ક્રિકેટ પણ રમે છે. બાર્ટીએ ક્રિકેટ લીગ BBL (બિગ બેશ લીગ) માં પણ પ્રોફેશનલ રીતે રમી છે. બાર્ટીને આ રમત સાથે ખાસ સંબંધ છે, જે ખૂબ જ નાની ઉંમરથી ચાલુ છે. બાર્ટી પણ તેની ટેનિસ સફળતામાં ક્રિકેટની રમતમાંથી શીખેલા પાઠને ખૂબ જ મહત્વપૂર્ણ માને છે.

બાર્ટીનું ક્રિકેટ કનેક્શન

બાર્ટીએ વર્ષ 2010 માં પ્રોફેશનલ ટેનિસ રમવાનું શરૂ કર્યું અને પછી માત્ર ચાર વર્ષ પછી બ્રેકની જાહેરાત કરી. ત્યારે બાર્ટીએ કહ્યું કે તે એક સામાન્ય કિશોરની જેમ જીવન જીવવા માંગે છે. એશ્લેએ 2015ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમને મળ્યા બાદ ક્રિકેટ રમવાનું નક્કી કર્યું હતું. તે બિગ બેશ લીગની ટીમ બ્રિસ્બેન હીટ સાથે જોડાઈ. જોકે તે 9 મેચમાં કંઈ ખાસ કરી શકી ન હતી અને 27 બોલમાં 39 રન તેનો સૌથી મોટો સ્કોર હતો. આ પછી તેણે ટેનિસમાં વાપસી કરવાનું મન બનાવી લીધું. જે વખતે તેનું પુનરાગમન શાનદાર રહ્યું હતુ.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

ક્રિકેટે બાર્ટીને ઘણા મહત્વના પાઠ ભણાવ્યા

બાર્ટી માટે ક્રિકેટની તે સફર ઘણી મહત્વની હતી. થોડા સમય પહેલા તેણે કહ્યું હતું કે 18 મહિના ટેનિસથી દૂર રહ્યા બાદ, જ્યારે તે ક્રિકેટ રમી હતી, ત્યારે તે કોર્ટમાં અને બહાર એક સારી વ્યક્તિ બની હતી અને તેનાથી તેને સારો ટેનિસ ખેલાડી શોધવામાં પણ મદદ મળી હતી. પોતાના ક્રિકેટના અનુભવ વિશે વાત કરતા તેણે કહ્યું હતું કે, જ્યારે 15, 16 છોકરીઓ એકસાથે રમતી હોય છે ત્યારે તમામ ટીમનો હિસ્સો હોય છે, દરેક જણ એકબીજાને આગળ વધારવામાં મદદ કરે છે. જ્યારે હું ત્યાં ગઇ ત્યારે મારું ખૂબ સારું સ્વાગત કરવામાં આવ્યું. અમે ગાબામાં એક મેચ જીતી હતી ત્યાર બાદ અમે બીયર પીવા ગયા હતા. વિજય પછી મેં આવું ક્યારેય કર્યું નથી.

વર્ષ 2017માં ટેનિસમાં પરત ફર્યા બાદ તે વિશ્વની નંબર વન બની ગઈ અને ધીમે ધીમે સિમોના હાલે જેવા અનુભવીઓને હરાવવા લાગી. તેણીએ ત્રણ ગ્રાન્ડ સ્લેમ જીત્યા અને એક વખત રનર અપ પણ રહી.

 

આ પણ વાંચોઃ Tennis: Ashleigh Barty એ નિવૃત્તી જાહેર કરી, વિડીયો શેર કરીને આપી જાણકારી, ફેંન્સને નથી થઇ રહ્યો વિશ્વાસ

આ પણ વાંચોઃ IPL 2022: રવિ શાસ્ત્રીએ આઇપીએલને મહાન ફિઝિયોથેરાપિસ્ટ ગણાવી, કહ્યુ સિઝન આવતા બધા જ ફિટ થઇ જાય છે!

 

Published On - 10:49 am, Wed, 23 March 22

Next Article