પૂર્વ કાંસ્ય પદક વિજેતા વીરધવલ ખાડે સહિત 36 સભ્યોની સ્વિમિંગ ટીમ સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં હાંગઝોઉમાં યોજાનાર એશિયન ગેમ્સમાં (Asian Games Hangzhou 2023) ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારતીય સ્વિમિંગ મહાસંઘ (એસએફઆઇ) એ શનિવારે ટીમની ઘોષણા કરી જેમાં સ્વિમિંગમાં 21, ડાઇવિંગમાં 2 અને વોટરપોલોમાં 13 સભ્યો સામેલ છે. વોટરપોલો ટીમના ખેલાડીઓના નામની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.
આ પણ વાંચો : Canada Open Badminton : લક્ષ્ય સેન સેમિફાઇનલમાં ટોચના ખેલાડીને માત આપી ફાઇનલમાં, સિંધુની સેમિફાઇનલમાં હાર
અનુભવી ખાડે સિવાય 12 સભ્યોની પુરૂષ ટીમમાં સાજન પ્રકાશ અને શ્રીહરિ નટરાજની સ્ટાર જોડી પણ સામેલ છે. ખાડેએ 2010 ના એશિયન ગેમ્સમાં 50 મીટર બટરફ્લાઇમાં કાંસ્ય પદક જીત્યો હતો. ટીમમાં અનીશ ગૌડા અને હાલમાં યોજાયેલ નેશનલ ચેમ્પિયનશિપમાં ચાર નેશનલ રેકોર્ડ બનાવનાર આર્યન નહેરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Ashes 2023 : મહિલાઓની એશિઝ શ્રેણીમાં ત્રણ ફોર્મેટ, પુરૂષોમાં ફક્ત ટેસ્ટ, બંનેમાં શું છે તફાવત?
ઓલમ્પિયન માના પટેલનો મહિલા સ્વિમિંગ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. 23 વર્ષીય માના પટેલે હૈદરાબાદમાં આયોજિત સ્વિમિંગ નેશનલ્સમાં 100 મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ અને 50 મીટર બેકસ્ટ્રોકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અમદાવાદની માના પટેલને એશિયન ગેમ્સમાં ચીન, જાપાન અને પૂર્વ એશિયન દેશોની મહિલા સ્વિમિંગ ટીમની ખેલાડીઓ કઠિન પડકાર આપશે.
આર્યન નહેરાએ હૈદરાબાદમાં ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા. આર્યન નહેરાએ 400 મીટર ફ્રીસ્ટાઇલ, 800 મીટર ફ્રીસ્ટાઇલ, 1500 મીટર ફ્રીસ્ટાઇલ અને 400 મીટર એકલ મેડલીમાં ભાગ લીધો હતો. આ તમામ ચાર સ્પર્ધામાં આર્યન નહેરાએ સુવર્ણ પદક જીત્યો હતો. આર્યન નહેરાએ તમામ ચાર સ્પર્ધામાં નેશનલ રેકોર્ડ પણ તોડયો હતો. આર્યન હવે આ તમામ ચાર કેટેગરીમાં ભારતનો ટોચનો સ્વિમર છે.
વોટર પોલો ટીમના 13 ખેલાડી