Asian Games 2023: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓ લેશે ભાગ, ભારતીય એથલીટની નજર ગોલ્ડ પર

ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2023ની શરૂઆત થઈ રહી છે, જેમાં ભારતના એથલીટ પણ ભાગ લેશે. આ વખતે પુરુષ અને મહિલા બને વિભાગમાં ક્રિકેટ ટીમો પણ ભાગ લેશે. જેમાં ભારતે ગોલ્ડની આશા છે. સાથે જ ભારતના સ્ટાર ખેલાડીઓ પાસેથી પણ ભારતને જીતની આશા છે.

Asian Games 2023: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓ લેશે ભાગ, ભારતીય એથલીટની નજર ગોલ્ડ પર
Asian Games 2023
| Edited By: | Updated on: Sep 19, 2023 | 12:10 AM

ઇન્ડોનેશિયાના જકાર્તામાં રમાયેલી છેલ્લી એશિયન ગેમ્સ (Asian Games) માં ભારતેકુલ 70 મેડલ જીત્યા હતા, જેમાં 16 ગોલ્ડ, 23 સિલ્વર અને 31 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ વખતે ટીમ ઈન્ડિયા (Team India) ના ખેલાડીઓ ગત વખત કરતા વધુ સારું પ્રદર્શન કરીને શક્ય તેટલા મેડલ જીતવાનો પ્રયાસ કરશે.

એશિયન ગેમ્સ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે

ચીનના હાંગઝોઉમાં રમાનારી એશિયન ગેમ્સની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. એક વર્ષના વિલંબ પછી, આ રમતો થોડા દિવસોમાં શરૂ થશે. જો કે આ એશિયન ગેમ્સ ગયા વર્ષે યોજાવાની હતી, પરંતુ કોવિડને ધ્યાનમાં રાખીને, તે એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવી હતી. હવે તમામની નજર આ ગેમ્સ પર રહેશે. ભારતે છેલ્લી એશિયન ગેમ્સમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. ઈન્ડોનેશિયાના જકાર્તામાં રમાયેલી આ ગેમ્સમાં ભારતે કુલ 70 મેડલ જીત્યા હતા, જેમાં 16 ગોલ્ડ, 23 સિલ્વર અને 31 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

આ પણ વાંચો : Cheteshwar Pujara : ભારતના દિગ્ગજ બેટ્સમેન પર ઈંગ્લેન્ડમાં 1 મેચ માટે લાગ્યો પ્રતિબંધ

ભારતની પુરુષ અને મહિલા બંને ટીમો રમશે

આ વખતે ભારતીય ખેલાડીઓ ગત વખત કરતા વધુ સારું પ્રદર્શન કરવા ઈચ્છશે. આ ગેમ્સમાં ભારતને નીરજ ચોપરા, પીવી સિંધુ, મનુ ભાકર, સૌરભ ચૌધરી, નિખાત ઝરીન, લવલિના બોર્ગેહેન જેવા ખેલાડીઓ પાસેથી મેડલની આશા રહેશે. આ એશિયન ગેમ્સમાં ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને પ્રથમ વખત ભારતીય ટીમ તેમાં ભાગ લેશે. આ એશિયન ગેમ્સમાં ભારતની પુરુષ અને મહિલા બંને ટીમો રમશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 11:44 pm, Mon, 18 September 23