એશિયન ગેમ્સ (Asian Games)માં મેડલ જીતવાનું ભારતનું અભિયાન ચાલુ છે. ભારતીય ખેલાડીઓ એક પછી એક અનેક મેડલ જીતી રહ્યા છે. મેન્સ હોકી, બોક્સિંગ અને એથ્લેટિક્સમાં 4 ઓક્ટોબરે ઘણી રસપ્રદ મેચો યોજાવાની છે. આ સાથે જ ભારતે એશિયાડમાં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે.આજે ભારતના નીરજ ચોપરાની ભાલા ફેંકની ઇવેન્ટ છે. લવલીના બોરેગેહાન બોક્સિંગમાં પણ ભાગ લેશે. આ સિવાય એથ્લેટિક્સ સહિત અન્ય ઘણી રમતોમાં ભારતને વધુ મેડલ મળવાની આશા છે. ભારતે 10મા દિવસે 2 ગોલ્ડ મેડલ સહિત કુલ 9 મેડલ જીત્યા, આમ મેડલ ટેબલમાં ચોથા સ્થાન પર કબજો કર્યો.
આ પણ વાંચો : Rishabh Pant Family Tree: મોતના મોઢામાંથી બહાર આવેલા ઋષભ પંતનો છે આજે જન્મદિવસ, બહેન અભિનેત્રીઓને આપે છે માત
16 ગોલ્ડ મેડલ, 26 સિલ્વર, 29 બ્રોન્ઝ મેડલ : કુલ 71 મેડલ
આજે 4 ઓક્ટોબરના સવારના 9 30 કલાક સુધી, ભારતના ખાતામાં મંજુ રાની અને રામ બાબુ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. જ્યોતિ વેનમ ઓજસ દેવતલે ગોલ્ડ મેડલ જીત્યો છે.ભારત 70 મેડલ સાથે મેડલ ટેબલમાં ચોથા સ્થાને છે. જ્યારે ચીન પ્રથમ સ્થાને છે.3 ઓક્ટોબરના રોજ, ભારતે 2 ગોલ્ડ મેડલ સહિત કુલ 9 મેડલ જીત્યા હતા.
ભારત માટે મેડલ નંબર 70 આવી ગયો છે. ભારતનો દિવસનો પ્રથમ મેડલ મંજુ રાની અને રામ બાબુના કારણે 35 કિમી રેસ વોક મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં આવ્યો હતો. આ સાથે, ભારતે ગત્ત સિઝન (એશિયન ગેમ્સના ઈતિહાસમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ) મેડલની બરાબરી કરી લીધી છે. 2018માં જકાર્તામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે કુલ 70 મેડલ જીત્યા હતા. જકાર્તામાં 16 ગોલ્ડ, 23 સિલ્વર, 31 બ્રોન્ઝ સહિત કુલ 70 મેડલ જીત્યા હતા.પાકિસ્તાની કુસ્તીબાજ અરશદ નદીમ એશિયન ગેમ્સમાંથી બહાર થઈ ગયો છે, તેથી આજે યોજાનારી ભાલા ફેંક ઈવેન્ટમાં નીરજ ચોપરા મેડલ જીતશે તે નિશ્ચિત માનવામાં આવે છે.
! #KheloIndiaAthletes Ojas and @VJSurekha have hit the bullseye and clinched India’s FIRST GOLD in archery, defeating Korea by a scoreline of 159 – 158!
Their impeccable skill and teamwork have earned them the ultimate… pic.twitter.com/eMmhxU6W7b
— SAI Media (@Media_SAI) October 4, 2023