Asian Games: કેપ્ટન સુનીલ છેત્રીએ ટીમ ઈન્ડિયાને અપાવી પ્રથમ જીત, બાંગ્લાદેશને હરાવી ખાતું ખોલાવ્યું

|

Sep 21, 2023 | 6:45 PM

ભારે વિવાદો સાથે એશિયન ગેમ્સમાં પહોંચેલી ભારતીય ટીમને તેની પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો કારણ કે ટીમને પ્રેક્ટિસ માટે સમય મળ્યો ન હતો. બીજી મેચમાં પણ ટીમને સંઘર્ષ કરવો પડ્યો હતો પરંતુ અંતે જીત ભારતને મળી હતી. કેપ્ટન છેત્રીએ 85મી મિનિટે ગોલ કરી ભારતને જીત મેળવી હતી.

Asian Games: કેપ્ટન સુનીલ છેત્રીએ ટીમ ઈન્ડિયાને અપાવી પ્રથમ જીત, બાંગ્લાદેશને હરાવી ખાતું ખોલાવ્યું
Sunil Chhetri

Follow us on

એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023)માં ભારતીય પુરૂષ ફૂટબોલ ટીમને પ્રથમ સફળતા મળી છે. ચીન સામેની પોતાની પ્રથમ મેચમાં મળેલી કારમી હારમાંથી બહાર નીકળેલી ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજની તેની બીજી મેચમાં બાંગ્લાદેશને 1-0થી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા (Team India)ને આ મેચ જીતવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ છેલ્લી મિનિટોમાં મળેલી પેનલ્ટી પર કેપ્ટન સુનીલ છેત્રી (Sunil Chhetri) એ કોઈ પણ ભૂલ કર્યા વિના ટીમને લીડ અપાવી, જે નિર્ણાયક સાબિત થઈ. આ સાથે ટીમ ઈન્ડિયાએ 3 પોઈન્ટ સાથે ગ્રુપ Bમાં પોતાનું ખાતું ખોલ્યું હતું. ભારતની આગામી મેચ તાઈવાન સામે થશે.

પ્રથમ હાફમાં સ્કોર 0-0 પર રહ્યો

આ મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગુરુવારે 21 સપ્ટેમ્બરના રોજ હાંગઝોઉના XSC સ્ટેડિયમમાં રમાઈ હતી, જ્યાં બંને ટીમો વચ્ચે સખત સ્પર્ધા જોવા મળી હતી અને ગોલ માટે લાંબી રાહ જોવી પડી હતી. પ્રથમ હાફમાં ઘણી તકો સર્જાઈ હોવા છતાં, કોઈપણ ટીમ ગોલ કરી શકી ન હતી અને મેચ 0-0 થી ટાઈ સાથે બીજા હાફમાં પ્રવેશી હતી.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

કેપ્ટન સુનીલ છેત્રીએ 85મી મિનિટે ગોલ કર્યો

બીજા હાફમાં પણ આ જ સ્થિતિ ચાલુ રહી અને કોઈપણ ટીમ ખાતું ખોલાવી શકી ન હતી. 85મી મિનિટે ટીમ ઈન્ડિયાને પેનલ્ટી મળી ત્યારે મેચ સમાપ્ત થવાના આરે હતી. બાંગ્લાદેશના કેપ્ટને ભારતીય વિંગર બ્રાઇસ મિરાન્ડાને પેનલ્ટી બોક્સમાં ફાઉલ કર્યો હતો અને રેફરીએ તેને ભારતની તરફેણમાં પેનલ્ટી આપી હતી. હંમેશની જેમ સુકાની છેત્રી પેનલ્ટીનો હવાલો લેવા આવ્યો અને તેણે કોઈ ભૂલ કર્યા વિના પેનલ્ટીને ગોલમાં ફેરવી દીધી. આ લીડ અંતમાં જીત માટે પૂરતી હતી અને ભારતને 3 પોઈન્ટ મળ્યા હતા.

આ પણ વાંચો : IND VS AUS: ઓસ્ટ્રેલિયાની વનડે સિરીઝ બાદ ટીમ ઈન્ડિયાની બહાર થઈ શકે છે આ ખેલાડી, કાઉન્ટડાઉન શરૂ!

વિવાદો પછી પ્રથમ જીત

ભારતીય ટીમ માટે આગામી રાઉન્ડમાં પહોંચવા માટે આ જીત ખૂબ જ મહત્વપૂર્ણ છે. માત્ર એટલા માટે નહીં કે ટીમે પોતાનું ખાતું ખોલ્યું છે, પણ એટલા માટે પણ કારણ કે તેને પ્રેક્ટિસ માટે વધુ સમય મળ્યો નથી. ઈન્ડિયન સુપર લીગ ક્લબ ખેલાડીઓની પસંદગીને લઈને ભારતીય કોચ ઈગોર સ્ટીમેકની માંગ સાથે સહમત ન થવાને કારણે ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચના લગભગ 15-20 કલાક પહેલા જ ચીન પહોંચી ગઈ હતી. અંડર-23 સ્તર પર રમવાના કારણે, કોચિંગ સ્ટાફને આ ખેલાડીઓને એક ટીમ તરીકે તાલીમ આપવાનો સમય મળ્યો ન હતો અને તેની અસર ચીન સામેની પ્રથમ મેચમાં જોવા મળી હતી, જ્યાં ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં આ જીત ટીમ અને કોચ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:36 pm, Thu, 21 September 23

Next Article