Asian Champions Trophy: પાકિસ્તાનની શરમજનક હાર, ખરાબ રમતે તમામ હદો તોડી નાખી

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ચીને પાકિસ્તાનને હરાવ્યું હતું. આ મેચ પેનલ્ટી શૂટ આઉટમાં ગઈ હતી જ્યાં પાકિસ્તાનની ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી. પેનલ્ટી શૂટ આઉટમાં ચીને મેચ 2-0થી જીતી લીધી હતી.

Asian Champions Trophy: પાકિસ્તાનની શરમજનક હાર, ખરાબ રમતે તમામ હદો તોડી નાખી
Pakistan Hockey Team (Photo-Twitter)
| Updated on: Sep 16, 2024 | 4:47 PM

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની કારમી હાર બાદ પાકિસ્તાનની ટીમને વધુ એક મોટો ફટકો પડ્યો છે. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં પાકિસ્તાનની ટીમ હારી ગઈ છે. સેમીફાઈનલમાં પાકિસ્તાનનો સામનો ચીન સામે થયો હતો અને પેનલ્ટી શૂટઆઉટમાં મેચ હારી ગઈ હતી.

પેનલ્ટી શૂટ-આઉટમાં આવ્યું રિઝલ્ટ

મેચની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે 60 મિનિટ સુધી જોરદાર મુકાબલો રહ્યો હતો. પરંતુ સમયના અંત સુધી બંને ટીમો 1-1 ગોલ કરવામાં સફળ રહી હતી અને ત્યારબાદ મેચ પેનલ્ટી શૂટ-આઉટમાં ગઈ હતી જ્યાં પાકિસ્તાને ખરાબ રમતની તમામ મર્યાદા તોડી નાખી હતી.

 

પાકિસ્તાનનું ખરાબ પ્રદર્શન

પેનલ્ટી શૂટ આઉટમાં પાકિસ્તાનની ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી જ્યારે ચીને બે ગોલ કર્યા હતા. ચીનની ટીમે પહેલો શોટ લીધો અને પાકિસ્તાને શૂટ-આઉટ માટે પોતાનો ગોલકીપર બદલ્યો. ટીમે મુનીબ ઉર રહેમાનને ગોલકીપર બનાવ્યો, પરંતુ તેમ છતાં ચીને સતત બે ગોલ કર્યા. પાકિસ્તાનની ટીમ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે અને હવે તેને ત્રીજા સ્થાન માટે મેચ રમવી પડશે.

 

પેનલ્ટી શૂટઆઉટમાં શું થયું?

પેનલ્ટી શૂટઆઉટમાં ચીને પ્રથમ શોટમાં ગોલ કર્યો હતો, પરંતુ પાકિસ્તાની ખેલાડી પ્રથમ શોટ ચૂકી ગયો હતો. આ પછી લિન ચાંગલિયાંગે બીજા શોટમાં બીજો ગોલ કર્યો હતો. પાકિસ્તાનનો ખેલાડી બીજો શોટ પણ ચૂકી ગયો, આ વખતે અહેમદ નદીમે ત્રીજા શોટમાં ભૂલ કરી, પરંતુ આ પછી પાકિસ્તાનનો અબ્દુલ રહેમાન પણ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યો અને અંતે પાકિસ્તાન મેચ હારી ગયું.

આ પણ વાંચો: ‘તુ મિલ મુજે ગાર્ડન મે’… વિદેશી યુવતીએ રોહિત શર્માની એક્ટિંગ કરીને દિલ જીતી લીધું, જુઓ અદ્ભુત વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો