WWE રેસલમેનિયા 38 ના દિવસ 2 ની મુખ્ય ઇવેન્ટમાં બ્રોક લેસ્નર (Brock Lesnar) અને રોમન રેઇન્સ (Roman Reigns) વચ્ચે ઐતિહાસિક ટાઇટલ vs ટાઇટલ મેચ જોવા મળી હતી. આ ટાઇટલ યુનિફિકેશન મેચ ખૂબ જ કપરી હતી. બંનેએ એકબીજા પર ખૂબ હુમલા કર્યા. 581 દિવસ પછી પણ રોમન રેઇન્સની WWE માં બાદશાહત ચાલુ છે. કારણ કે તેણે ઐતિહાસિક મેચમાં બ્રોક લેસ્નરને હરાવ્યો હતો.
રોમન રેઇન્સ અને બ્રોક લેસ્નર મેચની શરૂઆત શાનદાર સ્ટાઇલમાં કરી હતી. આ મેચમાં ઘણું બધું દાવ પર હતું. લેસ્નર શરૂઆતમાં વર્ચસ્વ ધરાવતો હતો. પરંતુ અંતમાં તે થોડો થાકી ગયો હતો. રોમન રેઇન્સે આનો ફાયદો ઉઠાવ્યો. આ વખતે રોમન રેઇન્સને અંતે જીત મળી હતી. જો કે એક તબક્કે રેફરી પણ ઘાયલ થઈ ગયો હતો અને તેનો ફાયદો ઉઠાવીને રોમન રેઈન્સે લેસ્નરને લો-બ્લો (શરીરની નીચેના ભાગમાં જોરથી મુક્કો મારવો) આપ્યો હતો. રોમન રેઇન્સે પણ લેસ્નર પર બેલ્ટ વડે હુમલો કર્યો. જોકે, લેસ્નરે હાર માની નહીં.
લેસ્નર અને રોમન રેઇન્સ આ મેચમાં એકબીજા પર મજબૂત ચાલ ચાલી હતી. રોમન રેઇન્સે બ્રોક લેસ્નરને 5 ભાલા અને 3 સુપરમેન પંચ માર્યા હતા. લેસ્નરે 8 સપ્લેક્સ અને 1 એફ-5 રોમન રેઇન્સ ફટકાર્યા. એવું માનવામાં આવતું હતું કે આ મેચના અંતે ધ યુસોસ પણ આવશે. પરંતુ તેમ થયું નહીં. ઘણા સમયથી ચાલી રહેલી હરીફાઈના અંતે લેસ્નરની હાર થઈ. રોમન રેઇન્સ પાસે પહેલાથી જ યુનિવર્સલ ચેમ્પિયનશિપ હતી અને હવે તેણે WWE ચેમ્પિયનશિપ પણ જીતી લીધી છે. રોમન રેઇન્સે આ વખતે પોતાની કારકિર્દીમાં આ વિશાળ ઇતિહાસ રચ્યો છે.
Acknowledge GREATNESS.#WrestleMania @WWERomanReigns @HeymanHustle pic.twitter.com/hEyJngStZi
— WWE (@WWE) April 4, 2022
.@WWERomanReigns takes down @BrockLesnar in the Biggest #WrestleMania Match of All-Time!#RomanVsBrock @HeymanHustle pic.twitter.com/XpGvWbCHFJ
— WWE (@WWE) April 4, 2022
જો કે એવી અપેક્ષા હતી કે લેસ્નર અહીં જીતશે, પરંતુ એવું થયું નહીં. લેસ્નરની હાર બાદ સ્ટેડિયમમાં બેઠેલા ચાહકો પણ ગુસ્સે થઈ ગયા હતા. લેસ્નર પણ આ હારથી દુઃખી દેખાયો હતો. જોકે હવે લેસ્નર તેની WWE ચેમ્પિયનશિપ પણ હારી ગયો. હવે જોવાનું એ રહેશે કે લેસ્નર માટે WWEનો આગળનો પ્લાન શું હશે. હવે આ હરીફાઈમાં વધુ મજા આવશે.
આ પણ વાંચો : IPL 2022: એલિમિનેટર અને ફાઇનલ મેચ ગુજરાતના આ શહેરમાં રમાઇ શકે છે, BCCI એ કર્યું છે પ્લાનિંગ
આ પણ વાંચો : WWE Triple H અને વરુણની મુલાકાતનો વીડિયો વાયરલ