AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI vs PBKS IPL Match Result: મુંબઈ ઈન્ડિયન્સની 6 વિકેટે જીત, ઈશાન અને સૂર્યાની શાનદાર અડધી સદી

Mumbai Indians vs Punjab Kings IPL Match Result: હોમગ્રાઉન્ડ મોહાલીમાં પંજાબ કિંગ્સે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટ ગુમાવીને લિવિંગ્સ્ટનની અડધી સદી વડે 214 રનનો સ્કોર ખડક્યો હતો.

MI vs PBKS IPL Match Result: મુંબઈ ઈન્ડિયન્સની 6 વિકેટે જીત, ઈશાન અને સૂર્યાની શાનદાર અડધી સદી
MI vs PBKS IPL Match Result
| Updated on: May 04, 2023 | 9:25 AM
Share

IPL 2023 ની 46મી મેચ મોહાલીમાં રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સે 9મી મેચ રમતા પાંચમી જીત મેળવી છે. વિશાળ લક્ષ્ય મુંબઈએ પાર કર્યુ હતુ. પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે થયેલી આ ટક્કરમાં રોહિત શર્માએ ટોસ જીતીને રન ચેઝ કરવાનુ પસંદ કર્યુ હતુ. આમ હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 214 રનનો સ્કોર નોંધાવ્યો હતો. લિયામ લિવિંગ્સટન અને જિતેશ શર્માની ઈનીંગ વડે મુંબઈ સામે વિશાળ સ્કોર પંજાબે ખડક્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સની શરુઆતે જ રોહિત શર્માની વિકેટ મેળવતા પંજાબની રાહતનો અનુભવ રહ્યો હતો. પરંતુ ઈશાન કિશન અને સૂર્યાએ રમતને સંભાળી હતી. બંનેએ શાનદાર અડધી સદી નોંધાવી હતી.

મુંબઈ ઈન્ડિયન્સ માટે આજની મેચ મહત્વની હતી. મુંબઈએ પોતાની 9મી મેચ સિઝનમાં રમી હતી અને આ પહેલા 4 મેચમાં જીત મેળવી હતી. આમ પ્લેઓફની રેસમાં પગ રાખવા માટે થઈને પંજાબ કિંગ્સ સામે જીત મહત્વની હતી. બીજી તરફ પંજાબ કિંગ્સ પાસે 5 મેચ જીતીને 10 પોઈન્ટ સિઝનમાં હોવા છતાં આગળ વધવાના ઈરાદે જબરદસ્ત બેટિંગ પાવર દેખાડ્યો હતો.

સૂર્યા-ઈશાનની તોફાની રમત

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને રન ચેઝ કરવાનુ પસંદ કર્યુ હતુ. પરંતુ પોતાની જ યોજના પર અમલ કરવાની શરુઆત કરતા જ મુંબઈને ઝટકો આપ્યો હતો. રોહિત શર્માએ પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર શૂન્ય રને જ ઋષિ ધવનનો શિકાર બન્યો હતો. ત્યાર બાદ કેમરન ગ્રીન 54 રનના સ્કોર પર આઉટ થઈને પરત ફર્યો હતો. કેમરન ગ્રીને 18 બોલમાં 23 રન નોંધાવ્યા હતા. ગ્રીને 4 ચોગ્ગા ફટકાર્યા હતા.

ઈશાન કિશને શાનદાર ઈનીંગ રમી હતી. તેણે જબરદસ્ત ચોગ્ગા અને છગ્ગા વડે અડધી સદી નોંધાવી હતી. ઈશાને 41 બોલમાં 75 રન નોંધાવ્યા હતા. તેણે 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.  સૂર્યાકુમાર યાદવે 31 બોલનો સામનો કરીને 66 રન નોંધાવ્યા હતા. સૂર્યાએ 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યા અને ઈશાન કિશન વચ્ચે 116 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી. બંને વચ્ચે 55 બોલમાં આ ભાગીદારી નોંધાઈ હતી. આ પહેલા ગ્રીન અને કિશન વચ્ચે 54 રનની ભાગીદારી નોંધાઈ હતી. અંતમાં તિલક શર્માએ 3 છગ્ગા ફટકારીને 10 બોલમાં 23 રન નોંધાવ્યા હતા. આમ 19મી ઓવરમાં જ જીત મુંબઈએ મેળવી લીધી હતી.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
g clip-path="url(#clip0_868_265)">