
IPL 2025 ના 43મી મેચમાં, 5 વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ગઈકાલે હારી ગઈ હતી. ચેન્નાઈ અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) એકબીજા સામે મેદાને ઉતર્યા હતા. આ મેચ ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપૌક) ખાતે રમાઈ હતી, જ્યાં એક અભિનેત્રી પણ મેચ જોવા પહોંચી હતી. જેમાં તે ચેન્નાઈ ટીમ અને મહેન્દ્ર સિંહ ધોનીને સપોર્ટ કરતી જોવા મળી હતી. જોકે, આ મેચ પણ ચેન્નાઈ માટે સારી નહોતી અને CSKને કારમી હારનો સામનો કરવો પડ્યો.
પોતાની મનપસંદ ટીમને હારતી જોઈને, આ અભિનેત્રી ભાવુક થઈ ગઈ કે તે સ્ટેડિયમમાં જ રડી પડી હતી. આ અભિનેત્રી બીજુ કોઈ નહીં પણ બોલિવુડના ફેમસ એક્ટર કમલ હાસનની દીકરી શ્રુતિ હાસન હતી.
અભિનેત્રી શ્રુતિ હાસન સ્ટાર ક્રિકેટર MS ધોનીની મોટી ફેન છે. તેણીએ તેના ઇન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. તે માહીને બેટિંગ કરતી જોવા માટે ઉત્સુક હતી. જોકે, સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં CSK કેપ્ટન કંઈ ખાસ કરી ના શક્યા અને માત્ર 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. ત્યારે ધોનીને આઉટ થતા શ્રુતિ હાસનનું દિલ તૂટી ગયું, આ પછી તે પોતાનું દુઃખ છુપાવી ના શકી અને રડવા લાગી.
Shruti Haasan breaks down after CSK loss ⁉️ #CSKvsSRH #ShrutiHaasanpic.twitter.com/vli1Dj1Ze1
— Pan India Review (@PanIndiaReview) April 25, 2025
લાઈવ મેચમાં જ્યારે કેમેરાનું ધ્યાન તેની તરફ ગયું ત્યારે તે ખૂબ જ ભાવુક દેખાઈ રહી હતી. શ્રુતિ હાસનની આંખોમાં આંસુ હતા. તે પોતાની લાગણીઓને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તેની આંખોમાંથી ટપકતા આંસુ કહી રહ્યા હતા કે તેનું દિલ તૂટી ગયું છે.
સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સને 8 બોલ બાકી રહેતા 5 વિકેટથી હરાવીને ઇતિહાસ રચ્યો. એસઆરએચએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું અને સીએસકેને ફક્ત 154 રનમાં ઓલઆઉટ કરી દીધું. ચેન્નાઈ તરફથી, યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેએ ઝડપી 30 રન બનાવ્યા, જ્યારે ડેબ્યુ કરનાર ડેવાલ્ડ બ્રેવિસે 44 રન બનાવ્યા. જોકે, કેપ્ટન ધોની બેટિંગમાં નિષ્ફળ ગયો અને 10 બોલમાં ફક્ત 6 રન બનાવી શક્યો. SRH એ આ નાનો લક્ષ્ય 18.4 ઓવરમાં હાંસલ કર્યો. IPLના ઇતિહાસમાં પહેલીવાર, સનરાઇઝર્સ હૈદરાબાદે ચેપોક ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું છે.