MS Dhoni: ક્રિકેટ બાદ હવે ગાય પાલનમાં પણ અવ્વલ, ગાય પાલનને લઇને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો

|

Mar 07, 2021 | 11:12 AM

ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ક્રિકેટ બાદ હવે ગાય પાલન ક્ષેત્રમાં પણ નંબર વન બન્યો છે. તે પૂર્વીય ભારતીય વિસ્તારમાં પશુપાલન ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ કાર્ય અને યોગદાનને લઇને સર્વશ્રેષ્ઠ ગોપાલક નો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

MS Dhoni: ક્રિકેટ બાદ હવે ગાય પાલનમાં પણ અવ્વલ, ગાય પાલનને લઇને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો
Dhoni Farm

Follow us on

ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ક્રિકેટ બાદ હવે ગાય પાલન ક્ષેત્રમાં પણ નંબર વન બન્યો છે. તે પૂર્વીય ભારતીય વિસ્તારમાં પશુપાલન ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ કાર્ય અને યોગદાનને લઇને સર્વશ્રેષ્ઠ ગોપાલક નો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. શનિવારે ધોનીને બિરસા કૃષિ વિશ્વ વિધ્યાલય (Birsa Agriculture University) માં ચાલી રહેલા પૂર્વ શ્રેત્ર પ્રાદેશિક એગ્રોટેક ખેડૂત મેળામાં તેને સન્નમાન સ્વરુપ સમૃતિ ચિન્હ અને શાલ આપવામા આવી હતી. ધોની હાલમાં IPL ની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના અભ્યાસની શરુઆત માટે ચેન્નાઇ છે. જેની ગેરહાજરીમાં તેના પ્રતિનીધી કૃણાલ ગૌરવ એ તેનો સ્વિકાર કર્યો હતો.

ધોનીની બે ગાયો અને મેળામામાં આયોજીત પશુ પંખી પ્રદર્શનમાં સામેલ કરવામાં આવી હતી. જેમાં એક ક્રોસ બ્રીડ અને બીજી ગાય સાહિવાલ પ્રજાતિની હતી. ક્રોસ બ્રિડ ગાય સાથે તેનુ વાછરડું પણ સાથે હતુ. જે ગાય પ્રતિદીન લગભગ 35 લીટર દુધ આપે છે. છ સદસ્યની નિર્ણાયક મંડળે વિજેતાઓની પસંદગી કરી હતી. બીયુ ના ડીન વેટરનરી ડોક્ટર સુશીલ પ્રસાદ એ બતાવ્યુ હતુ કે, પસંદગી પ્રક્રિયામાં ગાયની શારિરીક સંરચના, દુધની ક્ષમતા વગેરેની પરખ કરાવામામાં આવી હતી. પશુ પંખી પ્રદર્શનનુ ઉદઘાટન વિધાનસભાના અધ્યક્ષ રવિન્દ્રનાથ મહતો દ્રારા કરવામાં આવ્યુ હતુ.

મહતોએ કહ્યુ હતુ કે, કૃષિ અને પશુધન આપણાં જીવનમાં વ્યાપક મહત્વ ધરાવે છે. ભારતીય સમાજની સંપન્નતા પણ તેની સાથે જોડાયેલી છે. ધોની એ રાંચીની નજીક એક વિશાળ ફાર્મ હાઉસ વિકસાવ્યુ છે. જેમાં તે ઓર્ગેનિક ખેતી કરી રહ્યો છે. સાથે જ તેણે ફાર્મ પર ગાયોનુ પણ પાલન કરવાની શરુઆત કરી છે. તેના ફાર્મ હાઉસ પર જાણિતી પ્રજાતીઓની ગાયો મોટી સંખ્યામાં ઉછેરવામાં આવી રહી છે. જેને તે સ્થાનિક જરુરીયાત મંદ પશુપાલકોને પણ આપનાર છે. આમ પશુપાલન આધારિત રોજગારી વધારવા માટે તેણે પ્રયાસ શરુ કર્યો છે. આ માટે નિયમીત ફાર્મની મુલાકાત લઇ દેખરેખ રાખે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

Next Article