mirabaichanu win : મીરાબાઈ ચાનૂએ દેશને પ્રથમ મેડલ અપાવ્યો, તેની સાથે જોડાયેલી 10 વાતો જાણો

|

Jul 24, 2021 | 6:59 PM

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) ભારતને ગર્વ અપાવ્યો છે. 2020માં ટોક્યોમાં દેશ માટે પ્રથમ મેડલ જીત્યો છે.મીરાબાઈ ચાનૂ(Mirabai Chanu)ની સાથે જોડાયેલી કેટલાક વાતો જાણો.

mirabaichanu win : મીરાબાઈ ચાનૂએ દેશને પ્રથમ મેડલ અપાવ્યો, તેની સાથે જોડાયેલી 10 વાતો જાણો
Mirabai Chanu becomes the first Indian weightlifter to win medal at Tokyo Olympics

Follow us on

mirabaichanu win : મીરાબાઈ ચાનૂ (Mirabai Chanu) આ નામ આજે આખા ભારતમાં ગુંજી રહ્યું છે.ગઈકાલ સુધી જે ફક્ત મણિપુર અને વેઇટલિફ્ટિંગનો ચહેરો હતી તેની વાતો આજે ભારતના ઘર-ઘરમાં થઈ રહી છે. ભારતની આ દીકરીએ ટોક્યોમાં આયોજિત રમતોના મહાકુંભમાં કંઇક આશ્ચર્યજનક કર્યું છે.

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) ભારતને ગર્વ અપાવ્યો છે. 2020માં ટોક્યોમાં દેશ માટે પ્રથમ મેડલ જીત્યો છે.ટોક્યો ઓલિમ્પિક્માં તેણે મહિલાઓના 49 કિલો વજનના વર્ગમાં કુલ 202 કિલો વજન ઉંચકીને ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો.

મીરાબાઈ ચાનૂ (Mirabai Chanu)ની આ સિલ્વર મેડલ (Silver medal)ની જીત સાથે જોડાયેલી ઘણી બધી વાતો છે. જેમાં અનેક એવી વાતો છે જે તમે જાણતા હશો, પરંતુ કેટલીક એવી વાતો છે જે તમે જાણતા નહિ હોય. તો ચાલો તમે જણાવીએ મીરાબાઈ ચાનૂ(Mirabai Chanu)ની સાથે જોડાયેલી કેટલાક વાતો.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

મીરાબાઈ ચાનૂને મળેલી જીત સાથે જોડાયેલી 10 વાતો

1. મીરાબાઈ ચાનૂ ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારત માટે મેડલ જીતનાર પ્રથમ એથ્લીટ બની છે. તેમણે સિલ્વર મેડલ (Silver medal)ના રુપે દેશને ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ મેડલ અપાવ્યો છે.

2. મીરાબાઈ ચાનૂએ 49 કિલો વજનના વર્ગની મહિલા વેઇટલિફ્ટિંગ (Weightlifting)ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. ચાનૂએ કુલ 202 કિલો વજન ઉંચકી સ્નેચમાં 87 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 115 કિલો વજન ઉંચક્યું હતુ.

3. મીરાબાઈ ચાનૂ મહિલા વેઇટલિફ્ટિંગમાં મેડલ જીતનાર બીજી ભારતીય ખેલાડી છે. તેમના પહેલાં, કર્ણમ મલ્લેશ્વરીએ 2000 સિડની ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

4. બેડમિંટન સ્ટાર પીવી સિંધુ પછી મિરાબાઈ ચાનૂ બીજી ભારતીય મહિલા છે જેમણે ઓલિમ્પિકમાં ભારત માટે સીલ્વર મેડલ જીત્યો છે.

5. ચાનૂ મેરી કોમ પછી બીજી ઉંમર લાયક મહિલા છે જેણે ઓલિમ્પિક્માં  મેડલ જીત્યો છે. મેરી કોમે લંડનમાં 29 વર્ષમાં મેડલ જીત્યો હતો. ચાનૂએ 26 વર્ષમાં ટોક્યોમાં આ અદ્ભુત પ્રદર્શન કર્યું છે.

6. મીરાબાઈ ચાનૂ ઓલિમ્પિક રીંગ જેવી ડિઝાઈનના એરિંગ્સ પહેરે છે, જે તેને રિયો ઓલિમ્પિક (Olympics) પછી તેમની માતાએ આપ્યા છે.

7. ટોક્યો ઓલિમ્પિકમાં ઉતરતા પહેલા મીરાબાઈ ચાનૂએ 119 કિલો વજન ઉંચકીને વેઇટલિફ્ટિંગના ક્લીન એન્ડ જર્કમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

8. ટોક્યોમાં સફળતાની મિશાલ બનનાર મીરાબાઈને રિયો ઓલિમ્પિક (Rio Olympics) મળેલી નિષ્ફળતા બાદ ડિપ્રેશનનો સામનો કરવો પડ્યો હતો.

9. જ્યારે તે વર્લ્ડ ચેમ્પિયન બની ત્યારે વર્ષ 2017 તેની કારકિર્દીમાં સફળતાનુ એક શ્રેષ્ઠ વર્ષ રહ્યુ હતું.

10. મણિપુરે (Manipur)અનેક રમતવીરો આપ્યા છે, જેણે રમતજગતમાં ભારતને સન્માન અપાવ્યું છે. અને, હવે મણિપુરી એથ્લેટ્સના લીસ્ટમાં મીરાબાઈ ચાનૂ સૌથી સફળ ચહેરો બની ગઈ છે.

આ પણ વાંચો : MirabaiChanu : મીરા બાઈ ચાનૂએ મેડલ જીતી ઈતિહાસ રચ્યો, 21 વર્ષ બાદ ભારતને વેટલિફ્ટિંગમાં મેડલ

Next Article