Tokyo Olympics 2020 માં આ વખતે ખેલાડીઓને નહી પહેરાવામાં આવે મેડલ, કોરોના સંક્રમણને જોતા લેવાયો નિર્ણય

|

Jul 16, 2021 | 8:00 AM

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના (IOC) પ્રેસિડેંટ થોમસ બાકે પ્રેઝેનટેશન સેરેમનીની નવી SOP જાહેર કરી. તેમણે કહ્યુ કે વિજેતા એથ્લીટ્સને આ વખતે મેડલ પહેરાવામાં નહી આવે

Tokyo Olympics 2020 માં આ વખતે ખેલાડીઓને નહી પહેરાવામાં આવે મેડલ, કોરોના સંક્રમણને જોતા લેવાયો નિર્ણય
સાંકેતિક તસ્વીર

Follow us on

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના (IOC) પ્રેસિડેંટ થોમસ બાકે પ્રેઝેનટેશન સેરેમનીની નવી SOP જાહેર કરી. તેમણે કહ્યુ કે વિજેતા એથ્લીટ્સને આ વખતે મેડલ પહેરાવામાં નહી આવે પરંતુ મેડલ ટ્રેમાં આપવામાં આવશે. ત્યાંથી તેમને જાતે મેડલ પહેરવાનુ રહેશે. એ વાતનુ ખાસ ધ્યાન રાખવામાં આવશે કે જે વ્યકિત મેડલને ટ્રેમાં મૂકશે તેણે ડિસઇનફેક્ટેડ ગ્લવ્સ પહેર્યા હોય. પ્રેઝેનટર અને એથ્લીટનું આ દરમિયાન માસ્ક પહેરવુ ફરજિયાત છે. આ દરમિયાન ન તો હેન્ડ શેક કરી શકાશે કે ન તો ગળે મળી શકાશે. આપને જણાવી દઇએ કે કોરોના સંક્રમણના કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ વખતના મેડલ્સ છે અલગ 

આપને જણાવી દઇએ કે 23 જુલાઇથી ટોક્યોમાં ઓલિમ્પિકની શરુઆત થઇ જશે જે 8 ઑગષ્ટ સુધી ચાલશે.આપને જણાવી દઇએ કે આ વખતના ટોક્યો ઑલિમ્પિકના મેડલ પાછલા વર્ષોના મેડલ કરતા ઘણા અલગ છે. આ વર્ષે મેડલ્સ રીસાઇકલ્ડ ઇલેક્ટ્રિક સામનથી બનાવવામાં આવ્યા છે. આ માટે જાપાનના લોકોએ 76 ટન ઇલેક્ટ્રિક સામાનનુ દાન કર્યુ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જાપનમાં ઓલિમ્પિક આયોજનનો વિરોધ

 મહત્વપૂર્ણ છે કે જાપાનના લોકો કોરોનાકાળમાં ઓલિમ્પિક આયોજનના વિરોધમાં. એક સર્વે થયો હતો અને સર્વેમાં જાણવા મળ્યુ કે 60થી70ટકા લોકોનું માનવુ છે કે ઓલિમ્પિકને સ્થગિત કરવી જોઇએ. ઉલ્લેખનીય છે કે માર્ચમાં શરુ થયેલી ઓલિમ્પિક રિલેને પણ કેટલાય શહેરમાં વિરોધ પ્રદર્શનનો સામનો કરવો પડ્યો છે. જો કે તેમ છતાં જાપાને ઓલિમ્પિકનું આયોજન કર્યુ છે.

 ઓલિમ્પિક સ્ટેડિયમમાં દર્શકો માટે નથી પ્રવેશ

 આપને જણાવી દઇએ કે કોરોનાના કારણે 8 ઑગષ્ટ સુધી ટોક્યોમાં ઇમરજનન્સી લાગૂ છે. ઓલિમ્પિક સ્ટેડિયમમાં દર્શકોની એન્ટ્રી પણ બેન કરવામાં આવી છે. પહેલા જણાવવામાં આવ્યુ હતુ કે  દરેક સ્ટેડિયમાં 50ટકા દર્શકોને એન્ટ્રી હશે પરંતુ હવે તેના પર પણ બેન લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા કેસને જોતા દર્શકોની એન્ટ્રી પર બેન લગાવવામાં આવ્યો છે.

 

 

Published On - 8:00 am, Fri, 16 July 21

Next Article