MS Dhoni Retired: ધોનીના આ 5 રેકોર્ડ જેને અત્યાર સુધી કોઈ તોડી શક્યુ નથી

|

Aug 15, 2020 | 6:23 PM

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ધોનીએ આર્મી અંદાઝમાં ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કરી તેની જાહેરાત કરી. Web Stories View more ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે […]

MS Dhoni Retired: ધોનીના આ 5 રેકોર્ડ જેને અત્યાર સુધી કોઈ તોડી શક્યુ નથી

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ધોનીએ આર્મી અંદાઝમાં ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કરી તેની જાહેરાત કરી.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જાણો ધોનીના 5 સૌથી મોટા રેકોર્ડ વિશે

1. ધોની ભારતના એક માત્ર એવા કેપ્ટન છે, જેમને દેશને 3 મોટા ICC ઈવેન્ટમાં જીત અપાવી છે. ધોનીએ ભારતને 2007માં ટી-20 અને 2011માં વિશ્વ કપ જીતાડ્યો, સાથે જ 2013માં ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત અપાવી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

2. ધોનીએ પોતાની વન-ડે કરિયરમાં 350 મેચમાંથી 296 ઈનિંગ રમી છે. તેમાંથી તે 84 વખત અણનમ પરત ફર્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકટમાં કોઈપણ બેટ્સમેન આટલી વખત નોટ આઉટ રહ્યો નથી.

3. ધોનીએ વર્ષ 2005માં શ્રીલંકાની વિરૂદ્ધ વન-ડે મેચમાં અણનમ 183 રનની ઈનિંગ રમી હતી. ધોનીની આ ઈનિંગ વન-ડે ક્રિકેટમાં કોઈ પણ વિકેટકીપર બેટ્સમેન દ્વારા રમવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી ઈનિંગ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

4. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધોનીના નામે સૌથી ફાસ્ટ સ્ટમ્પિંગ કરવાનો રેકોર્ડ છે. વર્ષ 2018માં ધોનીએ વેસ્ટ ઈન્ડીઝના બેટ્સમેન કીમો પોલને રવિન્દ્ર જાડેજાના બોલ પર એક સેકેન્ડથી ઓછા સમયમાં સ્ટમ્પ આઉટ કરી દીધો હતો. ધોનીએ આ સ્ટમ્પિંગ માટે માત્ર 0.08 સેકેન્ડનો સમય લીધો હતો.

5. ધોનીના નામે એક ખાસ રેકોર્ડ એ પણ છે કે તેમને વન-ડેમાં ભારતને સૌથી વધારે 9 વખત સિક્સ ફટકારી જીત અપાવી છે. તેમાં વર્ષ 2011ના વન-ડે વિશ્વકપની જીત પણ સામેલ છે.

Next Article