ધોની જેવો કોઈ નહીં : ધીર-ગંભીર ઇનિંગથી કાંગારૂઓને ધૂળ ચટાડવા સાથે પોતાના નામે કરી નાખ્યો આ ધમાકેદાર RECORD પણ

|

Mar 03, 2019 | 2:46 AM

ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે શરુ થયેલી વનડે સિરીઝની પહેલી જ મૅચમાં ફરી એક વાર મહેન્દ્ર સિંહ ધોનીએ ધીર-ગંભીર ઇનિંગ રમી અને ભારતને મૅચ જિતાડવા સુધી ક્રીઝ પર ઊભો રહ્યો. TV9 Gujarati   Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 […]

ધોની જેવો કોઈ નહીં : ધીર-ગંભીર ઇનિંગથી કાંગારૂઓને ધૂળ ચટાડવા સાથે પોતાના નામે કરી નાખ્યો આ ધમાકેદાર RECORD પણ

Follow us on

ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે શરુ થયેલી વનડે સિરીઝની પહેલી જ મૅચમાં ફરી એક વાર મહેન્દ્ર સિંહ ધોનીએ ધીર-ગંભીર ઇનિંગ રમી અને ભારતને મૅચ જિતાડવા સુધી ક્રીઝ પર ઊભો રહ્યો.

TV9 Gujarati

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ધોનીએ ટીમ ઇન્ડિયા જ્યારે ખરાબ પરિસ્થિતિમાં હતી, ત્યારે નૉટઆઉટ 59 રનની દમદાર ઇનિંગ રમી. તેમણે 72 બૉલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા અને આ સાથે જ તેના નામે એક મોટો રેકૉર્ડ સ્થાપિત થઈ ગયો.

ભારત ઑસ્ટ્રેલિયા સામેની આ પ્રથમ વનડે જીત્યું, તો ધોનીની આખી શાનદાર ઇનિંગ અને કેદાર જાધવની ધમાકેદાર બૅટિંગના કારણે, પરંતુ મૅચ જીતતા પહેલા ધોનીએ જે પહેલો છગ્ગો લગાવ્યો, તેની સાથે જ ભારતીય ક્રિકેટ જગતનો SIXER KING બની ગયો. આ મૅચમાં ધોનીએ જે 1 છગ્ગો ફટકાર્યો, તેની સાથે જ ધોની વનડેમાં તેના 216 છગ્ગા થઈ ગયા. ધોનીએ રોહિત શર્માના 215 છગ્ગાનો રેકૉર્ડ તોડી નાખ્યો.

ટીમ ઇન્ડિયા તરફથી વનડે સૌથી વધુ છગ્ગા ફટકારવાની બાબતમાં ધોની અને રોહિત બાદ સચિન તેંદુલકર ત્રીજા સ્થાને છે કે જેમણે 195 છગ્ગા લગાવ્યા છે. ત્યાર બાદ 189 છગ્ગા સાથે સૌરવ ગાંગુલી ચોથા, 153 છગ્ગા સાથે યુવરાજ સિંહ પાંચમા અને 131 છગ્ગા સાથે વીરેન્દ્ર સહેવાગ છટ્ઠા સ્થાને છે.

જોકે વનડેમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો વર્લ્ડ રેકૉર્ડ શાહિદ આફ્રિદીના નામે છે. તેણે 351 છગ્ગા માર્યા છે, જ્યારે ક્રિસ ગેલ 305 છગ્ગા મારી બીજા સ્થાને છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article