LPL: શ્રીલંકાની ટુર્નામેન્ટને લાગ્યો ઝટકો, ગેઇલ અને મલિંગા સહિત દિગ્ગજ ખેલાડીઓ ટુર્નામેન્ટમાંથી ખસી ગયા

|

Nov 20, 2020 | 7:50 AM

ટી-20 ક્રિકેટના સફળ ગણાતા ખેલાડીઓ ક્રિસ ગેઇલ, લસિથ મલિંગા અને લિયામ પ્લંકેટ પ્રથમ લંકા પ્રિમીયર લીગ થી દુર થઇ ગયા છે. આા શરુ થવાના પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. એક ક્રિકેટ સમાચાર સંસ્થા મુજબ મલિંગાએ તૈયારી માટે પર્યાપ્ત સમય નહિ મળવાનુ કારણ ધરવામાં આવ્યુ છે. આગામી 26 નવેમ્બર થી એલપીએલની શરુઆત હંબનટોટા થી શરુ […]

LPL: શ્રીલંકાની ટુર્નામેન્ટને લાગ્યો ઝટકો, ગેઇલ અને મલિંગા સહિત દિગ્ગજ ખેલાડીઓ ટુર્નામેન્ટમાંથી ખસી ગયા

Follow us on

ટી-20 ક્રિકેટના સફળ ગણાતા ખેલાડીઓ ક્રિસ ગેઇલ, લસિથ મલિંગા અને લિયામ પ્લંકેટ પ્રથમ લંકા પ્રિમીયર લીગ થી દુર થઇ ગયા છે. આા શરુ થવાના પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. એક ક્રિકેટ સમાચાર સંસ્થા મુજબ મલિંગાએ તૈયારી માટે પર્યાપ્ત સમય નહિ મળવાનુ કારણ ધરવામાં આવ્યુ છે. આગામી 26 નવેમ્બર થી એલપીએલની શરુઆત હંબનટોટા થી શરુ થવાની છે.

વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેન ક્રિસ ગેઇલ ના હટવાના કારણના ખુલાસો કર્યા વિના જ ટસ્ટર્સ દ્રારા ટ્વીટ કરવામાં આવ્યુ હતુ. ટ્વીટ કરતા લખ્યુ હતુ કે, અમને આ ઘોષણા કરતા દુખ થઇ રહ્યુ છે કે, ક્રિસ ગેઇલ આ વર્ષ ની એલપીએલ ટી20 માં નથી રમી રહ્યા. અમને આ ઘોષણા કરતા એ પણ દુખ થઇ રહ્યુ છે કે લિયામ પ્લંકેટ પણ આ વર્ષે એલપીએલ ટી20 માં નથી રમી રહ્યો. શ્રીલંકાના ટી-20 કેપ્ટન મલિંગા ગોલ ગ્લેડિએટર્સ ટીમની કેપ્ટનશીપ કરનાર હતો. મલિંગાએ કહ્યુ કે તેમણે ગત માર્ચ મહિના થી ટ્રેનીંગ કરી નથી. કોઇપણ પ્રકારનો અભ્યાસ કર્યા વિના જ ટોચના ક્રમની ટુર્નામેન્ટમાં રમવુ તેમના માટે મુશ્કેલ બની રહેશે. વ્યક્તિગત કારણોથી હાલમાં યુએઇમાં સંપન્ન આઇપીએલમાંથી પણ મલિંગા આ અગાઉ દુર થયો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ક્રિકેટ સંદર્ભની સમાચાર સંસ્થા સાથે વાત કરતા મલિંગાએ આ બાબતે વાતચિત કરી હતી. કહ્યુ હતુ કે આ વર્ષની શરુઆતમાં જ વેસ્ટઇન્ડીઝ સામેની સીરીઝ પછી મે કોઇ જ ક્રિકેટ નથી રમી કે, ના મે કોઇ ટ્રેનીંગ પણ કરી છે. પાછલા મહિને જ્યારે ડ્રોફ્ટ થયો હતો તો મે વિચાર્યુ હતુ કે, એલપીએલ ના અગાઉ ત્રણ સપ્તાહ માટેનો ટ્રેનીંગનો સમય મળશે પરંતુ આવુ કંઇ થઇ શક્યુ નહી. અમે આ સપ્તાહ થી હંબનટોટા આવ્યા હતા અને તેમણે અમને ત્રણ દીવસ માટે સુરક્ષીત વાતાવરણ આઇસોલેશનમાં રહેવા માટે કહેવામાં આવ્યુ હતુ. સાથે જ મલિંગાએ કહ્યુ હતુ કે, એક બોલર માટે વગર કોઇ ટ્રેનીંગ વિના જ ટોચના સ્તરીય ટુર્નામેન્ટમાં રમવુ આસાન નથી હોતુ, એલપીએલમાં સતત મેચ થનારી છે. આ માટે મેં ટુર્નામેન્ટમાં નહી રમવાનો નિર્ણય કર્યો છે.

આ પહેલા પાકિસ્તાનના સરફરાઝ અહમદ પણ આ ટી-20 ટુર્નામેન્ટમાં થી હટી ગયો હતો. આ ટુર્નામેન્ટે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ખેલાડીઓના મહેનતાણાં અને તેમની વ્યવસ્થા પણ સામેલ છે. ટસ્કર્સ ની ટીમમાં ભારતના પુર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ, મુનાફ પઠાણ, સ્થાનિક ખેલાડી કુસાલ પરેરા ઉપરાંત શ્રીલંકાના ટી-20 નિષ્ણાંત કુસાલ મેંડિસ અને નુવાન પ્રદિપ સામેલ છે. ઇંગ્લેંડ ના બેટ્સમેન રવિ બોપારા પણ ટુર્નામેન્ટમાં થી હટી ગયા છે. તેમણે જાફના સ્ટાલિયંસની તરફ થી રમવાનુ છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article