Lionel Messi : ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સીએ (Lionel Messi) થોડા સમય પહેલા આર્જેન્ટિનાને કોપા અમેરિકા (Copa America)નો ખિતાબ જીતાડીને પોતાના જીવનનું સૌથી મોટું સપનું પૂરું કર્યું હતું. તેમણે લગભગ બે દાયકાની કારકિર્દીમાં દરેક મોટી સિદ્ધિઓ હાંસલ કરી હતી. જો કે તે પોતાના દેશને મોટી ટુર્નામેન્ટ ન આપી શક્યો. આવી સ્થિતિમાં કોપા અમેરિકા (Copa America)નો વિજય તેના માટે ખૂબ જ ખાસ હતો. મેસ્સીને પોતાના દેશના લોકો સાથે વિજયની ઉજવણી કરવાની તક મળી.
મેસ્સીએ થોડા સમય પહેલા PSG સાથે રેકોર્ડ ડીલનો કરાર કર્યો હતો. હવે તેણે પોતાની રાષ્ટ્રીય ટીમ માટે પણ રેકોર્ડ બ્રેકિંગ પ્રદર્શન કર્યું. ચોત્રીસ વર્ષના મેસ્સીએ ગુરુવારે વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ મેચ (World Cup Qualifying Match)માં બોલિવિયા સામે આર્જેન્ટિનાની 3-0થી જીત દરમિયાન ગોલની હેટ્રિક પૂર્ણ કરી હતી.
ઉજવણી કરતી વખતે મેસ્સી ભાવુક થયો
આ મેચ બાદ મેસ્સી અને સમગ્ર ટીમે પણ તેમના ચાહકો સાથે કોપા અમેરિકા (Copa America)ની જીતની ઉજવણી કરી હતી. કોપા અમેરિકાનું આયોજન બ્રાઝિલમાં થયું હતું. આવી સ્થિતિમાં, ટીમને બુધવારે તેના લોકો સાથે આ વિજયની ઉજવણી કરવાની તક મળી. બોલિવિયા સામેની જીત બાદ કપને મેદાનમાં લાવવામાં આવ્યો હતો. મેસ્સી (Lionel Messi)એ કપ હાથમાં લીધો. આ દરમિયાન તે ખૂબ જ ભાવુક થઈ ગયો. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. ટીમના ખેલાડીઓ તેમને સંભાળતા જોવા મળ્યા હતા.
Lionel Messi finally got to celebrate the Copa America victory with the Argentinian people, and it all got a bit too much 😢💙 pic.twitter.com/cP7nZFOc0X
— Mirror Football (@MirrorFootball) September 10, 2021
મેસ્સીએ પેલેનો રેકોર્ડ તોડ્યો
આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી આંતરરાષ્ટ્રીય ફૂટબોલ (International Football)માં સૌથી વધુ ગોલ કરનાર દક્ષિણ અમેરિકન ખેલાડી બન્યા છે, જેણે તેના યુગના દિગ્ગજ પેલેનો 50 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. મેસ્સીએ મેચમાં હેટ્રિક ફટકારી હતી અને હવે તેના આંતરરાષ્ટ્રીય ગોલની સંખ્યા 79 પર પહોંચી ગઈ છે, જે પેલે કરતા બે વધારે છે. મેસ્સીએ આર્જેન્ટિના માટે 153 મેચ રમી છે જ્યારે પેલેએ બ્રાઝિલ માટે 92 મેચમાં 77 ગોલ કર્યા છે. પેલેએ છેલ્લી મેચ જુલાઈ 1971 માં રમી હતી.
આંતરડામાં ગાંઠનું ઓપરેશન કરાવ્યા બાદ પણ તે હોસ્પિટલમાં છે. આંતરરાષ્ટ્રીય ફૂટબોલ (International Football)માં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નામે છે. તેણે અત્યાર સુધીમાં 180 મેચોમાં 111 ગોલ કર્યા છે.
આ પણ વાંચો : PM modi ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાગ લેનારા ખેલાડીઓને મળ્યા, વડાપ્રધાને ભેટ તરીકે આ ખાસ વસ્તુ મળી
આ પણ વાંચો : Skin Care Tips : ચહેરા પર રોનક લાવવા માટે કોથમીર અને લીંબુના રસનું સેવન કરો