જ્વાગલ શ્રીનાથએ Koo એપમાં કર્યુ રોકાણ, કહ્યુ ભારતને સફળ બનાવનારી બાબતોનો સમર્થક છું

|

Mar 23, 2021 | 10:03 AM

ભારતના પૂર્વ બોલર જ્વાગલ શ્રીનાથ (Jwagal Srinath) એ ભારતની ઘરેલુ સોશિયલ મીડિયા કંપની Koo માં પૈસા લગાવ્યા છે. એક સમયે ટીમ ઇન્ડીયા (Team India) ના મહત્વના બોલર રહેલા શ્રીનાથ એ Koo ની માલિકી કંપની બોમ્બિનેટ ટેકનોલોજી (Bombinet Technology) માં રોકાણ કર્યુ હતુ

જ્વાગલ શ્રીનાથએ Koo એપમાં કર્યુ રોકાણ, કહ્યુ ભારતને સફળ બનાવનારી બાબતોનો સમર્થક છું
Jwagal Srinath

Follow us on

ભારતના પૂર્વ બોલર જ્વાગલ શ્રીનાથ (Jwagal Srinath) એ ભારતની ઘરેલુ સોશિયલ મીડિયા કંપની Koo માં પૈસા લગાવ્યા છે. એક સમયે ટીમ ઇન્ડીયા (Team India) ના મહત્વના બોલર રહેલા શ્રીનાથ એ Koo ની માલિકી કંપની બોમ્બિનેટ ટેકનોલોજી (Bombinet Technology) માં રોકાણ કર્યુ હતુ, તેમણે આ અંગે કહ્યુ કે, Koo ને સપોર્ટ કરતા તેમને ખૂબ ખૂશી છે. તે એક વર્ષ થી તેની સાથે છે. પાછળના વર્ષે Koo કન્નડ ભાષામાં લોન્ચ થઇ હતી, ત્યાર થી તે તેની સાથે છે. તેમણે કહ્યુ હતુ કે, ભારત ખૂબ વૈવિધ્ય દેશ છે, તેમાં હજારો બોલી અને ભાષાઓ છે. આવમાં અલગ અલગ અવાજ ને એક જ પ્લેટફોર્મ આપવુ જરુરી છે. Koo ભારતીય ભાષાઓ ના લોકોને એક પ્લેટફોર્મ પર જોડવાનો પ્રયાસ છે. આ એક કમાલની વાત છે. જે પણ ચીઝ ભારત (India) ને સફળ બનાવે છે, હું તેનો જબરદસ્ત સમર્થક છુ. આવામાં હું હ્દયપૂર્વક તેમનુ સમર્થન કરુ છું.

જ્વાગલ શ્રીનાથ વર્ષ 2003માં ક્રિકેટ થી નિવૃત્ત થઇ ગયા હતા. તે હાલમાં મેચ રેફરી છે. તેમની ગણના ભારતના સૌથી ઝડપી બોલરોમાં કરવામાં આવે છે. મૈસૂર એક્સપ્રેસ થી જાણીતા શ્રીનાથ એ પાછળ ના વર્ષે કન્નડ ભાષા સાથે ના Koo પ્લેટફોર્મ થી જોડાયા હતા. હાલમાં Koo પર એક લાખ થી પણ વધારે તેમના ફોલોઅર છે. જ્યારે ટ્વીટર પર તેમને માત્ર 11,250 જ ફોલોઅર છે. તે મોટેભાગે ઓડિયા દ્રારા જ મેસેજ પોષ્ટ કરતા રહે છે. દરમ્યાન કંપનીના CEO અને કો-ફાઉન્ડર અપ્રમેય રાધાકૃષ્ણા એ કહ્યુ કે, જ્વાગલ શ્રીનાથ એ ગ્લોબલ સ્ટેજ પર ભારત ને ગૌરવવંત કર્યુ છે. આવામાં તેમના દ્રારા Koo ને સપોર્ટ કરવુ એ કંપની માટે ખૂબ સારી વાત છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

શુ છે Koo એપની ખાસ વાત
Koo એપ હાલના દિવસોમાં ફિલ્મ સ્ટાર્સ થી લઇને રાજનેતાઓ સુધી પ્રથમ પસંદ બની ચુક્યુ છે. આ એપ પર હવે અનેક નેતાઓ અને અભિનેતાઓ પોતાનુ એકાઉન્ટ બનાવી ચુક્યા છે. જેમાં કંગના રણાવત, અનુપમ ખેર, પિયૂષ ગોયલ જેવા લોકોના નામ સામેલ છે. આ ઉપરાંત આ એપ પર ક્રિકેટર પણ પોતાનુ એકાઉન્ટ બનાવી રહ્યા છે, જેમાં અનિલ કુંબલે અને જવાગલ શ્રીનાથ જેવા લોકોના નામ સામેલ છે. આ એપ ને 10 મહિના અગાઉ શરુ કરવામાં આવી હતી. આ એપને પાછળના વર્ષે સરકારની આત્મનિર્ભર ભારત એક ચેલેન્જને જીતી હતી. એપને અનેક ભાષાઓમાં લોન્ચ કરવામાં આવી છે. જેમાં હિન્દી, ગુજરાતી, તેલુગુ, કન્નડ, બંગાળી, તામિલ, મલયાલમ, ગુજરાતી, મરાઠી, પંજાબી, ઉડી઼યા અને આસામી સામેલ છે.

Next Article