Italian Open: 18 વર્ષીય મુસેટ્ટીએ, અનુભવી સ્ટેન વાવરિન્કાને હરાવી અપસેટ સર્જયો

|

Sep 18, 2020 | 1:35 PM

રોમમાં રમાઇ રહેલી ઇટાલિયન ઓપનમાં એક મોટી ઉથલપાથલ જોવા મળી હતી. જ્યારે ફક્ત 18 વર્ષીય યુવા ખેલાડી લોરેન્ઝો મુસેટ્ટી એ હોમ ગ્રાઉન્ડ પર, સ્વિટ્ઝર્લેન્ડના સ્ટેન વાવરિન્કાને હરાવીને પ્રથમ રાઉન્ડમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્રણ વખતનો ગ્રાન્ડ સ્લેમ વિજેતા સ્વિટ્ઝર્લેન્ડનો ટેનિસ ખેલાડી સ્ટેન વાવરિન્કા, ઇટાલિયન ઓપનના પહેલા રાઉન્ડમાં ટૂર્નામેન્ટમાંથી ક્રેશ થયો હતો. લોરેન્ઝો સામે મુસેટ્ટીએ […]

Italian Open: 18 વર્ષીય મુસેટ્ટીએ, અનુભવી સ્ટેન વાવરિન્કાને હરાવી અપસેટ સર્જયો

Follow us on

રોમમાં રમાઇ રહેલી ઇટાલિયન ઓપનમાં એક મોટી ઉથલપાથલ જોવા મળી હતી. જ્યારે ફક્ત 18 વર્ષીય યુવા ખેલાડી લોરેન્ઝો મુસેટ્ટી એ હોમ ગ્રાઉન્ડ પર, સ્વિટ્ઝર્લેન્ડના સ્ટેન વાવરિન્કાને હરાવીને પ્રથમ રાઉન્ડમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્રણ વખતનો ગ્રાન્ડ સ્લેમ વિજેતા સ્વિટ્ઝર્લેન્ડનો ટેનિસ ખેલાડી સ્ટેન વાવરિન્કા, ઇટાલિયન ઓપનના પહેલા રાઉન્ડમાં ટૂર્નામેન્ટમાંથી ક્રેશ થયો હતો. લોરેન્ઝો સામે મુસેટ્ટીએ બીજા રાઉન્ડમાં સીધા સેટમાં 6-0 અને 7–6 થી જીત મેળવી બીજા રાઉન્ડમાં સીધી જ જીત મેળવી લીધી હતી.

મેચ પહેલા કોઈએ વિચાર્યું નહોતુ કે વાવરિંકાને 18 વર્ષિય યુવા ખેલાડી લોરેન્ઝો મુસેટ્ટીથી હારવું પડશે. યંગ મુસેટ્ટીના જોરદાર શોટ સ્વિસ ખેલાડીના અનુભવ પર ભારે પડી ગયા હતા. ઇટાલિયન ઓપનના પહેલા રાઉન્ડમાં વાવરિંકાને 6-0, 7-6 થી હરાવી, તેની કારકિર્દીમાં પ્રથમ એટીપી ટૂર વિજય નોંધાવ્યો અને આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

મુસેટ્ટીએ એક કલાક અને ચોવીસ મિનિટમાં મેચ જીતી લીધી. અનુભવી વાવરીંકાએ પહેલા સેટમાં ઘણી ભૂલો કરી અને એક પણ રમત જીતી શક્યો નહીં. બીજા સેટમાં તેણે કમબેક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મુસેટ્ટી ટાઇબ્રેકરમાં ગયો અને સેટ અને મેચ જીતી લીધા હતા.

મુસેટ્ટીએ જીત બાદ કહ્યું, ‘પહેલો સેટ ખૂબ જ અદભૂત હતો. તે મૂંઝવણમાં હતો અને મેચ જીતવા માંગતો હતો, પરંતુ તેણે સારી સર્વીસ આપી હતી. મને લાગે છે કે મેચમાં લીડ લેવી મહત્વપૂર્ણ હતી. બીજા રાઉન્ડમાં મુસેટ્ટીનો સામનો જાપાનીઝ કે નિશીકોરી સાથે થશે, જેણે સ્પેનિશ ખેલાડી અલ્બેટે રામોસ વિનોલસને 6-4, 7-6 થી હરાવ્યો હતો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 10:49 am, Thu, 17 September 20

Next Article