IPL: ટુર્નામેન્ટમાં દિવસો અને મેચ વધશે, આ બે ટીમો ઉમેરાવાને લઇને થશે મોટી અસર

|

Dec 22, 2020 | 3:09 PM

આઇપીએલમાં 10 ટીમો કરવાની કવાયત હવે લગભગ પુરી થવાને આરે છે. બીસીસીઆઇ હવે 10 ટીમોની યોજના પર છે, બસ હવે તેની પર આખરી મહોર વાગવાની બાકી છે. બીસીસીઆઇની 24, ડીસેમ્બરે અમદાવાદમાં મળનારી વાર્ષિક સભામાં જે કામ પણ પુરુ કરી શકે છે. જોકે 10 ટીમોની ટુર્નામેન્ટ આગામી આયોજનને બદલે 2022 થી લાગુ કરવામાં આવી શકે છે. […]

IPL: ટુર્નામેન્ટમાં દિવસો અને મેચ વધશે, આ બે ટીમો ઉમેરાવાને લઇને થશે મોટી અસર

Follow us on

આઇપીએલમાં 10 ટીમો કરવાની કવાયત હવે લગભગ પુરી થવાને આરે છે. બીસીસીઆઇ હવે 10 ટીમોની યોજના પર છે, બસ હવે તેની પર આખરી મહોર વાગવાની બાકી છે. બીસીસીઆઇની 24, ડીસેમ્બરે અમદાવાદમાં મળનારી વાર્ષિક સભામાં જે કામ પણ પુરુ કરી શકે છે. જોકે 10 ટીમોની ટુર્નામેન્ટ આગામી આયોજનને બદલે 2022 થી લાગુ કરવામાં આવી શકે છે. અમદાવાદમાં થનારી આ બેઠકમાં નવી આઇપીએલ ફેન્ચાઇઝીને સામેલ કરવાનો મુદ્દો મહત્વનો માનવામાં આવે છે. એ વાત પણ સામે આવી છે કે 10 ટીમો દ્રારા આઇપીએલ 2021 નુ આયોજન કરવુ ઉતાવળ હશે. જેના થી નવી ફ્રેંચાઇઝીને ટીમ બનાવવામાં ઓછો સમય મળી શકે છે.

બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ ગોપનિયતાની શર્તે પીટીઆઇને જાણકારી આપી હતી. આ મામલામાં અનેક જરુરી ચર્ચાઓ થવાની શક્યતા છે. મોટાભાગના શેર હોલ્ડર્સને લાગે છે કે, એપ્રિલમાં થનારી આઇપીએલ પહેલા નિલામીના માટે ખૂબ ઓછો સમય છે. અત્યારે ટેન્ડર મંગાવવાના છે અને બોલીની પ્રકિયા તૈયાર કરવાની છે. જાન્યુઆરીના અંત અથવા ફ્રેબ્રુઆરીની શરુઆતમાં બોલીમાં બંને ટીમો બાજી મારે છે તો, નિલામી માટે સમય આપવો જોઇએ. જે માર્ચ મહિનામાં આયોજીત કરી શકાય છે. આવામાં નવી ફ્રેંન્ચાઇઝીના માટે યોજના બનાવવા ખૂબ ઓછો સમય મળશે. અદાણી અને સંજીવ ગોયન્કા ફ્રેંચાઇઝી ખરીદવા માટે ઉત્સુક છે.

જ્યારે આ અંગે એક બીસીસીઆઇ અધીકારીએ કહ્યુ છે, કે આ વખતે પરિસ્થિતીને ધ્યાને રાખીને મેગા ઓક્સન સંભવન નથી. આવામાં ફ્રેંચાઇઝીઓ માટે મીની ઓક્શનનુ આયોજન કરવામાં આવી શકે છે. આ અંગે તારીખ માટે જલ્દી થી નિર્ણય લેવાઇ શકે છે. જે શક્ય છે ફેબ્રુઆરી માસ દરમ્યાન થઇ આયોજીત થઇ શકે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

94 દિવસની થઇ શકે છે આઇપીએલ ટુર્નામેન્ટ.
10 ટીમ સાથે આઇપીએલમાં 94 મેચનુ આયોજન થશે. આ માટે લગભગ અઢી માસનો સમય જરુરી બનશે. આના થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટનુ કેલેન્ડર અવ્યવસ્થિત થઇ શકે છે. આ સાથે જ આઇપીએલના પુરા સમય માટે ટોચના વિદેશી ખેલાડીઓની ઉપલબ્ધતા સુનિશ્વિત કરવી જોઇએ. પ્રસારણ રાશિ પ્રતિ વર્ષ 60 મેચના હિસાબે છે, જેના પર થી વાતચીત ની આવશ્યક્તા રહેશે. હાલમાં સ્ટાર ઇન્ડીયા 2018-2022 ના વચ્ચે ની અવધિમાં 16,347.50 કરોડ રુપિયાનુ ચુકવણુ કરે છે. જે પ્રતિ વર્ષ 60 મેચ માટે છે.

 

 

Next Article