IPL: ઓક્શન પહેલા જ સચિન પુત્ર અર્જૂન તેંડુલકરની બેટીંગે ધમાચકડી મચાવી, 1 ઓવરમાં 5 છગ્ગા

|

Feb 16, 2021 | 11:34 AM

ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ની 14મી સિઝન માટે ઓકશન (IPL auction) ને લઇને હવે ગણતરીના જ દિવસો આડે રહ્યા છે. 8 ફેબ્રુઆરીએ મિની ઓકશન યોજાનારુ છે. આ પહેલા જ દિગ્ગજ સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના પુત્ર અર્જુન (Arjun Tendulkar) એ શાનદાર ઓલરાઉન્ડ રમત દર્શાવી છે.

IPL: ઓક્શન પહેલા જ સચિન પુત્ર અર્જૂન તેંડુલકરની બેટીંગે ધમાચકડી મચાવી, 1 ઓવરમાં 5 છગ્ગા
20 લાખની બેઝ પ્રાઇઝ સાથે આ વર્ષે ઓક્શનનમાં અર્જૂન ઉતરશે.

Follow us on

ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ની 14મી સિઝન માટે ઓકશન (IPL auction) ને લઇને હવે ગણતરીના જ દિવસો આડે રહ્યા છે. 8 ફેબ્રુઆરી એ મિની ઓકશન યોજાનારુ છે. આ પહેલા જ દિગ્ગજ સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના પુત્ર અર્જુન (Arjun Tendulkar) એ શાનદાર ઓલરાઉન્ડ રમત દર્શાવી છે. મુંબઇ ક્રિકેટ એસોસિએશન (Mumbai Cricket Association) તરફથી આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં અર્જૂન એ ધમાકેદાર અર્ધશતક લગાવ્યુ હતુંં.

અર્જૂનએ મુંબઇ ક્રિકેટ એસોસિએશન (MCA) દ્રારા MIG ક્લબ માટે આયોજીત ટુર્નામેન્ટમાં રમતા એક જ ઓવરમાં પાંચ છગ્ગા લગાવી દીધા હતા. તેણે ગૃપ એના બીજા રાઉન્ડની મેચમાં ઇસ્લામ જીમખાના વિરુદ્ધ 71 રનની આતશી રમત રમી હતી. તેના માટે તેણે 31 બોલનો સામનો કર્યો હતો. ઇનીંગ દરમ્યાન તેણે 8 છગ્ગા લગાવ્યા હતા. જેમાં સૌથી વધુ 5 છગ્ગા તો સ્પિનર હશિર દફેદારની એક જ ઓવરમાં લગાવી દીધા હતા. એમઆઇજી ક્રિકેટ ક્લબ એ 45 ઓવરમાં 7 વિકેટે 385 રન બનાવી લીધા હતા.

અર્જૂનના આતશી અર્ધશતક રમવા બાદ તેણે 3 વિકેટ પણ ઝડપી હતી. 41 રન આપીને તેણે 3 વિકેટ ઝડપી મેચને પોતાની ટીમના પક્ષમાં કરી લીધી હતી. અર્જૂન ઉપરાંત અંકુશ જયસ્વાલ અને શ્રેયસ ગર્વ એ પણ ત્રણ ત્રણ વિકેટ ઝડપી હતી. ત્રણેય બોલરોના શાનદાર પ્રદર્શનના દમ પર એમઆઇજી એ વિરોધી ટીમને 191 રન પર જ સમટી લઇને 194 રનથી મોટી જીત હાંસલ કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

IPL ઓક્શન પહેલા જ અર્જૂન તેંડુલકરની શાનદાર બેટીંગ અને શાનદાર બોલીંગ એ સૌનુ ધ્યાન તેની તરફ ખેંચ્યુ છે. 20 લાખની બેઝ પ્રાઇઝ સાથે આ વર્ષે ઓક્શનનમાં અર્જૂન ઉતરશે. આ પહેલો મોકો હશે કે તે ઓકશનમાં સામેલ થશે. આ વર્ષે રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ તરફથી મેચ રમવા સાથે જ તેણે ઓકશનમાં સામેલ થવાની યોગ્યતા હાંસલ કરી હતી.

Next Article