Breaking News : શું વેચાઈ જશે આઈપીએલ 2025ની ચેમ્પિયન ટીમ? લલિત મોદીએ મોટું અપડેટ આપ્યું

શું વિરાટ કોહલીની આઈપીએલ ટીમ વેચાઈ જશે? આઈપીએલ ચેમ્પિયન બન્યા બાદ આરસીબી સાથે શું થયું?આ સવાલ એટલા માટે સામે આવે છે કારણ કે, લલિત મોદીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ પર એક મોટું અપટેડ આપ્યું છે.

Breaking News : શું વેચાઈ જશે આઈપીએલ 2025ની ચેમ્પિયન ટીમ? લલિત મોદીએ મોટું અપડેટ આપ્યું
| Updated on: Sep 30, 2025 | 1:16 PM

શું રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટી વેંચાઈ જશે? આ સવાલ એટલા માટે છે કારણ કે, આઈપીએલ શરુ કરવામાં લલિત મોદીનો હાથ રહ્યો ચે. તેમણે આને લઈ એક મોટું અપટેડ આપ્યું છે. તેમણે જે સંકેત આપ્યો ચે. તેનાથી લાગી રહ્યું છે કે, આઈપીએલ 2025ની ચેમ્પિયન ટીમ હવે પોતાના નવા માલિકની શોધમાં છે. લલિત મોદીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર આ વિશે જાણકારી આપી છે.
એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું છે કે, હાલમાં આ ફ્રેન્ચાઇઝીમાં રોકાણ કરવું એ નવા રોકાણકારો માટે નફાકારક સોદો કે સારી તક કેમ બની શકે છે?

લલિત મોદીએ મોટું અપટેડ આપ્યું

લલિત મોદીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું પહેલા તો આરસીબીને વેચાઈ જવાને લઈ એક માત્ર અફવા હતી. પરંતુ હવે એવું લાગે છે કે, માલિકોએ તેમની બેલેન્સ શીટમાંથી RCB ને દૂર કરીને તેને વેચવાનો નિર્ણય લીધો છે.તેમણે આગળ લખ્યું કે, મને વિશ્વાસ છે કે, આ ટીમ વેચાવવા માટે એક ફ્રેન્ચાઈઝી તરીકે સંપૂર્ણ રીતે ઉપલબ્ધ છે. જેમાં કોઈ મોટું ગ્લોબલ ફંડ કે સોવરેન ફંડ રોકાણ કરી શકે છે.તેમણે કહ્યું, “આનાથી સારી રોકાણની તક બીજી કોઈ ન હોઈ શકે. જે કોઈ RCB ખરીદે છે, હું તેમને શુભકામનાઓ પાઠવું છું.”

 

ગુજરાત ટાઇટન્સ પછી, શું RCB પણ વેચાશે?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જો વેચાઈ જાય છે. જેનો સંકેત લલિત મોદીએ આપ્યો છે. તો આઈપીએલની વેચાનારી પહેલી ફ્રેન્ચાઈઝી નહી હોય, આ પહેલા ગુજરાત ટાઈટન્સને ગત્ત સીઝનમાં તેનો નવો માલિક મળ્યો છે. ગુજરાત ટાઈટન્સને ટોરેન્ટ ગ્રુપએ ખરીદી હતી. જો આરસીબી વેચાવવા માટે આગળ જાય છે. તો તેના પર કોણ મોટો દાવ લગાવી શકે છે. તે જોવું રસપ્રદ રહેશે.

આઈપીએલમાં આરસીબી 2025ની ચેમ્પિયન ટીમ જ નહી પરંતુ આ એક એવી ફ્રેન્ચાઈઝી છે. જેમણે ગેલ,ડિવિલિયર્સ, વિરાટ કોહલી જેવા મોટા સ્ટાર રમી ચૂક્યા છે. વિરાટ કોહલી શરુઆતથી જ આ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલો છે.

 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર શોર્ટમાં RCB તરીકે ઓળખાય છે, જે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રમે છે.વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો

 

Published On - 1:00 pm, Tue, 30 September 25