IPL 2021: રાજસ્થાન રોયલ્સના કેપ્ટન પદે સ્મિથને બદલે સંજૂ સૈમસન, ડીરેક્ટર પદે સંગાકારાની પસંદગી

|

Jan 20, 2021 | 11:58 PM

રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)એ ઈન્ડીયન પ્રિમીયર લીગ (IPL)ની 14મી સિઝન પહેલા કેપ્ટન સ્ટીવ સ્મિથ (Steve Smith)ને રીલીઝ કરી દીધો છે.

IPL 2021: રાજસ્થાન રોયલ્સના કેપ્ટન પદે સ્મિથને બદલે સંજૂ સૈમસન, ડીરેક્ટર પદે સંગાકારાની પસંદગી
Steve Smith

Follow us on

રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)એ ઈન્ડીયન પ્રિમીયર લીગ (IPL)ની 14મી સિઝન પહેલા કેપ્ટન સ્ટીવ સ્મિથ (Steve Smith)ને રીલીઝ કરી દીધો છે. ટીમે આઈપીએલ 2021ના ઓક્શન પહેલા જ સ્મિથના કોન્ટ્રાક્ટને રિન્યુ કર્યો નથી તો વળી હવે સંજૂ સેમસન (Sanju Samson)ને ટીમ રાજસ્થાનનો નવો કેપ્ટન ઘોષિત કરવામાં આવ્યો છે. આઈપીએલ 2020 દરમ્યાન ટીમની લીડરશીપ ગૃપનો તે હિસ્સો હતો. સાથે જ તે ખૂબ લાંબા સમયથી ટીમની સાથે છે. ગત સિઝનમાં આઈપીએલમાં રાજસ્થાન સ્મિથની કેપ્ટનશીપમાં તળીયા પર રહી હતી. સ્મિથે વ્યક્તિગત રીતે 14 મેચમાં 311 રન બનાવ્યા હતા. ટીમના ખરાબ પ્રદર્શનને લઈને તેની કેપ્ટનશીપની ખુબ આલોચના થઈ હતી.

 

રાજસ્થાન રોયલ્સના સહમાલિક મનોજ બદાલેએ તેના રિટેન્શનને લઈને કહ્યુ હતુ કે, સેમસન ટીમનો નવો કેપ્ટન છે. સાથે જ કુમાર સંગાકારાને ટીમના નવા ડાયરેક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સંજૂ આ સાથે જ હવે લિડરની ભૂમિકામાં નજરે આવશે. સાંગાકારાનો પણ તેને સારો સાથ મળી રહેશે. સ્મિથ ઉપરાંત રાજસ્થાન રોયલ્સે ટોમ કરન, વરુણ આરોન, શશાંક સિંહ, અનિરુદ્ધ જોશી, અંકિત રાજપૂત, ઓશેન થોમસને પણ રીલીઝ કરી દીધા છે. જો કે આમાંથી કેટલાક ખેલાડીને તો ગત સિઝનમાં મેદાન નસીબ થયુ નહોતુ.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

 

આઈપીએલ 2018 પહેલા રોયલ્સે ફક્ત સ્મિથને ટીમે જારી રાખ્યો હતો. તેને 12.5 કરોડ રુપિયામાં કરારીત કર્યો હતો. તેને કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો. જો કે દક્ષિણ આફ્રિકામાં બોલ ટેમ્પરીંગ વિવાદ થવાને લઈને તેણે કેપ્ટન પદ છોડવુ પડ્યુ હતુ. માનવામાં આવે છે કે ટીમ મેનેજમેન્ટ પ્લેઓફમાં સ્થાન મેળવવાને લઈને નિરંતરતા ઈચ્છે છે. 2008માં આઈપીએલ વિજેતા બન્યા બાદ રાજસ્થાન 2013, 2015 અને 2018માં જ પ્લેઓફમાં પહોંચી શક્યુ હતુ.

 

આ પણ વાંચો: PM Modiએ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ Joe Bidenને પાઠવી શુભેચ્છા

Next Article