ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટરોની દોગલી નીતિ, કરોડો રૂપિયા પણ ભારતમાંથી કમાવા છે અને મજાક પણ તેની જ ઉડાવવાની!

એશિયા કપ દરમિયાન ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાની ક્રિકેટ ટીમ સાથે હેન્ડશેક કરવાની ના પાડી દીધી હતી. હવે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે આ વાતને લઈને ભારતની મજાક ઉડાવી છે, જો કે દુ:ખની વાત એ છે કે આ જ ઓસ્ટ્રેલિયાઈ પ્લેયર્સને ભારતે સ્ટાર બનાવીને રાખ્યા છે.

ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટરોની દોગલી નીતિ, કરોડો રૂપિયા પણ ભારતમાંથી કમાવા છે અને મજાક પણ તેની જ ઉડાવવાની!
| Updated on: Oct 17, 2025 | 4:59 PM

ક્રિકેટ જગતમાં હંમેશા સ્પોર્ટ્સમેન સ્પીરિટ અને અરસપરસ સન્માનની વાતો થાય છે પરંતુ વાત જ્યારે પૈસાની આવે છે તો કેટલાક ખેલાડીઓ તેનો અસલી રંગ બતાવી દે છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયાના એક સ્પોર્ટસ બ્રોડકાસ્ટરના એક હટાવવામાં આવેલા વીડિયોથી આ સત્ય ઉજાગર થયુ છે કે ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટર્સની પ્રાથમિક્તા શું છે અને તેમના દિલમાં ભારતીયો માટે સંવેદનાઓને કેટલુ સ્થાન છે. આ એ વિડંબના છે જ્યારે આ જ પ્લેયર્સ દર વર્ષે IPL દ્વારા કરોડો રૂપિયા કમાય છે. ભારતને પૈસાનુ માધ્યમ માને છે પરંતુ જ્યારે દેશના ગૌરવની અને શહીદોના સન્માનની વાત આવે છે તો આ એક સંવેદનશીલ ભાવનાત્મક મુદ્દાને મજાક બનાવવાથી પણ આ ખેલાડીઓ ચુક્તા નથી. આ દોગલી નીતિ ન માત્ર નીંદાને પાત્ર છે પરંતુ કરોડો ભારતીય ક્રિકેટ પ્રેમીઓને હર્ટ કરનારી છે જેમણે તેમને માથા પર ચડાવીને રાખ્યા છે.

જ્યારે આ ખેલાડીઓને તેમના બેંક ખાતા ભરવાના હોય છે તો તેઓ ભારતના પૈસાની તાકાત સામે નતમસ્તક થઈને IPL માં રમવા આવે છે. ગ્લેન મેક્સવેલ, જેમણે વીડિયોમા એક મુઠ્ઠી મિલાવવાનુ સૂચન કર્યુ, જે દર વર્ષે IPL માં કરોડો કમાય છે. મિશેલ માર્શ અને મહિલા ટીમની કેપ્ટન એલિસા હીલી, જે ભારતમાં જ મહિલા વિશ્વકપમાં હાજર હતી તે પણ ટીમ ઈન્ડિયાની ઈકોસિસ્ટમનો હિસ્સો છે. આ ખેલાડી એક એવા દેશમાંથી નાણાકીય લાભ ઉઠાવે છે, જેમના પ્રત્યે તેમનામાં ના તો કોઈ સમજ છે ના તો કોઈ સન્માન.

ભારતે પુલવામાં આતંકી હુમલા બાદ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાનો નિર્ણય કર્યો હતો. આ માત્ર એક રમતનો નિયમ નથી પરંતુ રાષ્ટ્રભાવના અને આતંકી હુમલાના શહીદો પ્રત્યે શ્રદ્ધાંજલિ હતી. આ સંવેદનશીલ અને ભાવનાત્મક મુદ્દાને કમજોરી બતાવી તેની મજાક ઉડ઼ાવવી એ ઓસ્ટ્રેલિયાઈ પ્લેયર્સની નબળી માનસિક્તાને દર્શાવે છે. વીડિયોમાં એંકર ઈયાન હિંગિસ દ્વારા “અમે એક મહત્વપૂર્મ કમજોરી ઓળખી છે”, આવુ કહેવુ અને સેમ પેરીની મજાક ઉડાવવી, આ દર્શાવે છે કે આ ખેલાડી ભારતની ભાવનાઓને કેટલુ મહત્વ આપે છે.

આ ખેલાડીઓએ સમજવુ જોઈએ કે ભારત માત્ર પૈસા કમાવવાનો જ સ્ત્રોત નથી. અહીંના ક્રિકેટ પ્રેમી જ તેમને IPLમાં સુપરસ્ટારનો દરજ્જો આપે છે. પરંતુ જ્યારે વાત દેશના ગૌરવ અને શહીદોના સન્માનની આવે છે તો આ ખેલાડીઓ ભારતનો ઉપહાસ કરે છે. પૈસા ભારતમાંથી જોઈએ છે અને પીઠ પાછળ એ જ ભારતને ટ્રોલ કરવુ છે. ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટરોની આ દોગલી નીતિ ન માત્ર નીંદનીય છે પરંતુ તેમના વ્યવહાર પર એક મોટો સવાલ ઉઠાવે છે. આ પ્રકારની અસંવેદનશીલ હરકત એ સાબિત કરે છે કે તેમના માટે પૈસા પહેલા છે અને સન્માન બાદમાં છે. તેમણે યાદ રાખવુ જોઈએ કે તેમની કેરિયર અને નાણાકીય સ્થિરતા ઘણા ખરા અંશે આ દેશ પર નિર્ભર કરે છે, જેનો તેઓ મજાક ઉડાવે છે.

યમુના નદીમાં રાત્રિના સમયે મુગલ હરમની રાણીઓ અને રાજકુમારીઓ શું કરવા જતી હતી? 1857ના વિપ્લવની સાક્ષી બની હતી યમુના