IPL: રાજસ્થાન રોયલ્સ હવે સ્ટીવ સ્મિથને અલવિદા કહી શકે છે, ધુંઆધાર બેટ્સમેન બની શકે છે નવો કેપ્ટન

|

Jan 12, 2021 | 8:41 AM

ઓસ્ટ્રેલીયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ (Steve Smith) ના માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. IPL 2021 ના પહેલા રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ની ટીમ સ્ટીવ સ્મિથને રીલીઝ કરી શકે છે. આ અંગે ખૂબ જ જલ્દી નિર્ણય સામે આવી શકે છે. આ નિર્ણય 20 જાન્યુઆરી સુધીમાં સ્પષ્ટ થઇ જશે.

IPL: રાજસ્થાન રોયલ્સ હવે સ્ટીવ સ્મિથને અલવિદા કહી શકે છે, ધુંઆધાર બેટ્સમેન બની શકે છે નવો કેપ્ટન
Steve Smith

Follow us on

ઓસ્ટ્રેલીયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ (Steve Smith) ના માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. IPL 2021 ના પહેલા રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ની ટીમ સ્ટીવ સ્મિથને રીલીઝ કરી શકે છે. આ અંગે ખૂબ જ જલ્દી નિર્ણય સામે આવી શકે છે. આ નિર્ણય 20 જાન્યુઆરી સુધીમાં સ્પષ્ટ થઇ જશે. આ દિવસે આઇપીએલ 2021ના ઓક્શન (IPL auction) અગાઉ રીટેન અને રીલીઝ ખેલાડીઓની જાણકારી આપવાની ડેડલાઇન છે. ઇએસપીએન ક્રિકઇન્ફોની જાણકારી મુજબ આઇપીએલ 2020 દરમ્યાન સ્ટીવ સ્મિથને તેના ખરાબ ફોર્મને ચાલવાને લઇને તેને હટાવવા માટેનો નિર્ણય કરવામાં આવી શકે છે. તેણે 14 મેચમાં 3 અર્ધશતકની મદદ થી 131 રન બનાવ્યા છે. સાથે જ કેપ્ટનશીપમાં પણ સ્ટીવ સ્મિથ કંઇ ખાસ કરી શક્યો નથી. રાજસ્થાન રોયલ્સ આઇપીએલ 2020ના પોઇન્ટ ટેબલમાં નિચે રહી હતી.

ઇએસપીએન ક્રિકઇન્ફોની જાણકારી મુજબ, માનવામા આવી રહ્યુ છે કે, ટીમ મેનેજમેન્ટ પ્લેઓફમાં સ્થાન મેળવવાને લઇને નિરંતરતા ઇચ્છે છે. 2008માં પહેલી સિઝન વિજેતા બન્યા બાદ અત્યાર સુધીમાં રાજસ્થાન રોયલ્સ વર્ષ 2013,2015 અને 2018માં જ પ્લેઓફમાં પહોંચી શક્યુ છે. રાજસ્થાને 2018ના ઓક્શન પહેલા સ્મિથને 12.50 કરોડ રુપિયામાં ખરીદ કર્યો હતો સાથે જ તેને કેપ્ટન પણ બનાવાયો હતો. જોકે દક્ષિણ આફ્રિકામાં બોલના છેડછાડ વિવાદને લઇને તેણે કેપ્ટન પદ છોડવુ પડ્યુ હતુ.

ત્યાર બાદ આઇપીએલ 2019માં અજીંક્ય રહાણેને હટાવીને સ્મિથને ફરી થી કેપ્ટન બનાવાયો હતો. પરંતુ તેના આવવા છતાં પણ ટીમની કિસ્મત બદલાઇ નહોતી. જો રાજસ્થાનની ટીમ તેમના હાલના કેપ્ટનને હટાવે છે તો, તેને નવો કેપ્ટન મળી શકશે. માનવામા આવી રહ્યુ છે કે, સંજૂ સેમસન ટીમનો નવો કેપ્ટન બની શકે છે. તે અત્યારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કેરલની ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેને રોયલ્સ માટે 2018માં 8 કરોડ રુપિયામાં ખરીદવામાં આવ્યો હતો. તે અત્યારે રાજસ્થાન રોયલ્સના લિડરશીપ ગૃપમાં સ્મિથ, જોસ બટલર, બેન સ્ટોક અને કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડની સાથે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બતાવવામાં આવી રહ્યુ છે કે, બટલર અને સ્ટોકનુ પલડુ અનુભવ અને પ્રભાવને લઇને વધારે ભારે છે. જોકે ટીમ તેમાના કોઇને કેપ્ટન બનાવવાના મુડમાં નથી દેખાતી. તેનુ એક કારણ એ પણ છે કે, પુરી સીઝન તેઓ રમતા નથી. ઇંગ્લેંડના ખેલાડીઓ સાથે સમસ્યા છે કે તેઓ મોડા આવે છે અથવા જલ્દી ચાલ્યા જાય છે.

Next Article