IPL Points Table 2026: CSKનો પોઈન્ટ્સ ટેબલમાં ધમાકો, એક સાથે આ 3 ટીમને પાછળ છોડી

આઈપીએલ 2026 ની સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સની સાત મેચમાં આ ત્રીજી જીત છે. ટીમે સિઝનની શરૂઆત સતત ત્રણ હાર સાથે કરી હતી. પરંતુ હવે તેણે ત્રણ મેચ જીતી લીધી છે. દરમિયાન, આટલી જ મેચોમાં મુંબઈ ઈન્ડિયન્સની આ પાંચમી હાર છે.

IPL Points Table 2026: CSKનો પોઈન્ટ્સ ટેબલમાં ધમાકો, એક સાથે આ 3 ટીમને પાછળ છોડી
CSKએ એક સાથે 3 ટીમને પાછળ છોડી
Image Credit source: X
| Updated on: Apr 24, 2026 | 10:11 AM

ચેન્નઈ સુપર કિંગ્સનું IPL 2026 માં કમબેક ચાલુ થયું છે. ઋતુરાજ ગાયકવાડની કપ્તાની હેઠળ ટીમે શરૂઆતની સતત 3 હાર પછી છેલ્લા 4 માંથી 3 મેચ જીતીને પોતાની આશાઓ જીવંત રાખી છે. મુંબઈ ઇન્ડિયન્સ સામે સીએસકેએ સૌથી મોટી જીત મેળવી છે. જેમાં સીએસકેએ 103 રનની ભવ્ય જીત મેળવી. મુંબઈ સામે સીએસકેનો આ સૌથી મોટો વિજય છે અને તેનાથી સીએસકેને પોઈન્ટ ટેબલમાં નોંધપાત્ર ઉછાળો મેળવવામાં મદદ મળી છે.

આ મુકાબલો 23 એપ્રિલના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયો હતો. જેમાં સીએસકેએ પહેલા બેટિંગ કરીને 207 રન બનાવ્યા હતા. આ મેચમાં સંજુ સેમસન એ 101 રનની શાનદાર સદી ફટકારી. જે આ સીઝનની તેની બીજી સદી હતી.

પોઈન્ટ ટેબલમાં મચાવી હલચલ

આ જીત સાથે સીએસકેએ માત્ર એક રેકોર્ડ જ નહીં પરંતુ પોઈન્ટ ટેબલમાં પણ હલચલ મચાવી દીધી છે. દરેક જીતની જેમ આ વખતે પણ ટીમને ફક્ત 2 પોઈન્ટ મળ્યા છે. પરંતુ આ જીત સાથે તેણે મુંબઈ સહિત ત્રણ ટીમોને પાછળ છોડી દીધી છે. સીએસકે પાસે હવે સાત મેચોમાં 6 પોઈન્ટ્સ છે. જે આઠમા સ્થાનેથી પાંચમા સ્થાને પહોંચી ગયું છે. સીએસકેએ મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સને ટેબલમાં નીચે ધકેલી દીધા છે. બંને ટીમોના પણ 6 પોઈન્ટ્સ છે. પરંતુ તફાવત નેટ રન રેટમાં છે. જ્યાં સીએસકેની 103 રનની જીતનો નોંધપાત્ર ફાયદો ટીમને થયો છે.

મુંબઈ ઈન્ડિયન્સને પડ્યો મોટો ફટકો

મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો, આ મેચ પહેલા તેઓ 4 પોઈન્ટ સાથે સાતમાં સ્થાને હતા. જે ચેન્નાઈની બરાબર હતા. તે સમયે, મુંબઈ ઈન્ડિયન્સ નેટ રન રેટમાં સીએસકે કરતા આગળ હતા. પરંતુ 103 રનની હારથી તેમના રન રેટને મોટો ફટકો પડ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સનો નેટ રન રેટ હવે ઘટીને -0.736 થયો છે. પરિણામે, ટીમ એક સ્થાન નીચે આઠમા સ્થાને આવી ગઈ છે. તેમનાથી નીચે નવમા સ્થાને લખનૌ સુપર જાયન્ટ્સ અને દસમા સ્થાને કોલકાતા નાઈટ રાઇડર્સ છે. ટોચની ક્રમાંકિત ટીમની વાત કરીએ તો, પંજાબ કિંગ્સ હજુ પણ ટોચનું સ્થાન ધરાવે છે.

 

અન્ય સ્પોર્ટસ સમાચાર માટે ક્લિક કરો IPL 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમમાં સામેલ મહેસાણાના ઉર્વિલ પટેલનું નરેન્દ્ર મોદી સાથે છે ખાસ કનેક્શન પરિવાર જુઓ

Follow Us