IPL Media Rightsની ડીલ 44 હજાર કરોડને પાર, ટીવી માટે ‘ડિઝની સ્ટાર’ અને ડિજિટલ માટે ‘વાયકોમ 18’ બાજી મારી !

|

Jun 14, 2022 | 11:48 AM

ટીવીના રાઈટ્સ ડિઝની સ્ટાર (Disney Star) જીત્યા છે, જ્યારે ડિઝિટલ રાઈટ્સ પર કબજો વાયકોમ 18 (Viacom 18) જમાવ્યો છે, પરંતુ હજુ આના પર સત્તાવાર મંજૂરી મળવાની બાકી છે.

IPL Media Rightsની ડીલ 44 હજાર કરોડને પાર, ટીવી માટે ડિઝની સ્ટાર અને ડિજિટલ માટે વાયકોમ 18  બાજી મારી !
IPL Media Rightsની ડીલ 44 હજાર કરોડને પાર
Image Credit source: Twitter

Follow us on

IPL Media Rights : આગામી 5 વર્ષ માટે આઈપીએલ પ્રસારણ અધિકારો(IPL Media Rights)ને લઈ મોટી ડીલ થઈ છે, આ ડીલની રકમ 44000 કરોડ રુપિયાથી વધુ છે, ટીવી રાઈટ્સ ડિઝની સ્ટારે (Disney Star) જીત્યા છે, જ્યારે ડિઝિટલ રાઈટ્સ વાયકોમ 18 (Viacom 18) જીત્યા છે,આના પર સત્તાવાર મંજૂરી મળવાની બાકી છે, રિપોર્ટ મુજબ ડિઝની સ્ટારે ટીવી રાઈટ્સ 23575 કરોડ રુપિયામાં ખરીદ્યા છે, જ્યારે ડિઝિટલ રાઈટ્સ પર વાયકોમ 18 20500 રુપિયામાં જીત્યા છે.

વર્ષ 2023થી લઈ 2027 સુધી આઈપીઅલના ટીવી અને ડિઝિટલના મીડિયા રાઈટસની ડિઝ 44075 કરોડ રુપિયામાં થઈ છે, આ ડીલ 410 મેચ માટે છે, આ સિવાય પેકેજ સીની ડીલ 1813 કરોડ રુપિયામાં ફાઈનલ થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, પેકેજ C પ્લેઓફ મેચો સાથે સંબંધિત છે. પેકેજ ડીની ડીલ હજી ફાઈનલ થઈ નથી.

IPL મીડિયા રાઈટ્સની ડીલ 44000 કરોડને પાર

આઈપીએલ મીડિયા રાઈટ્સને લઈ હરાજીની પ્રકિયા રવિવારના રોજ શરુ થઈ હતી. પહેલા દિવસે પેકેજ એ અને પેકેજ બી એટલે કે ટીવી અને ડિઝિટલ પ્રસારણના અધિકારોને લઈ બોલી લગાવવામાં આવી અને પ્રથમ દિવસે જ બોલી 43000 કરોડને પાર ગઈ હતી, બીજા દિવસે આ રકમ 44000 કરોડ રુપિયાને પાર થતા અટકી હતી, એટલે કે એક મેચ માટે મીડિયા રાઈટ્સની કિંમત 107 કરોડ રુપિયાને પાર ચાલી ગઈ છે. જેને આઈપીએલની દુનિયાની બીજી સૌથી મોંધી સ્પોર્ટસ લીગ બની છે

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

મોટી કંપનીઓ વચ્ચે ટક્કર

આઈપીએલના મીડિયા રાઈટ્સ 2023-27 માટે જે કંપનીઓએ બોલી લગાવી તેમાં સોની, ડિઝની સ્ટાર,ઝી અને રિલાયન્સ જેવી મોટી કંપની સામેલ છે. જેમાં કેટલીક કંપનીઓ ટીવી અને ડિઝિટલ બંન્ને રાઈટસ માટે બોલી લગાવી હતી તો કેટલીક માત્ર ડિઝીટલ રાઈટસ પર ફોક્સ કર્યું હતુ.

મીડિયા અધિકારોને 4 પેકેજમાં વહેંચવામાં આવ્યા

તમને જણાવી દઈએ કે, આગામી 5 વર્ષ માટે આઈપીએલની મીડિયા અધિકારને 4 પેકેજમાં વહેંચવામાં આવ્યા હતા જેમાં તેમની મૂળ કિંમત નક્કી કરવામાં આવી હતી, મીડિયા રાઈટ્સની કુલ બેસ પ્રાઈઝ 32 હજાર કરોડ રુપિયા હતી. પેકેજ એટલે કે ટીવી રાઈટ્સની બેઝ પ્રાઈઝ પ્રતિ મેચ 49 કરોડ રુપિયા હતી. પેકેજ બી એટલે કે ડિઝીટલ રાઈટ્સની બેઝ પ્રાઈઝ પ્રતિ મેચ 33 કરોડ રુપિયા હતી. આ સિવાય પેકેજ સીની બેઝ પ્રાઈઝ 11 કરોડ રુપિયા અને પેકેજ ડીની બેઝ પ્રાઈઝ 3 કરોડ રુપિયા હતી.

Next Article