IPL: ઓક્શન પહેલા જ ચેન્નાઇ સુપર કિંગ્સ તેના 7-8 ખેલાડીને કરી શકે છે મુક્ત, રૈનાનો પણ કરાશે નિર્ણય

|

Jan 10, 2021 | 12:05 PM

ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ની નવી સીઝનને લઇને તમામ ટીમોએ પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે. BCCI થી અનુમતિ મળવાના બાદ તમામ ફેંન્ચાઇઝીએ નવી સિઝન ને લઇને ખેલાડીઓની અદલાબદલી પણ કરવાની છે. વળી જે ખેલાડીઓના પ્રદર્શન થી ટીમ ખુશ નથી, તેમને રીલીઝ કરવાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

IPL: ઓક્શન પહેલા જ ચેન્નાઇ સુપર કિંગ્સ તેના 7-8 ખેલાડીને કરી શકે છે મુક્ત, રૈનાનો પણ કરાશે નિર્ણય
Chennai Super Kings

Follow us on

ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ની નવી સીઝનને લઇને તમામ ટીમોએ પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે. BCCI થી અનુમતિ મળવાના બાદ તમામ ફેંન્ચાઇઝીએ નવી સિઝન ને લઇને ખેલાડીઓની અદલાબદલી પણ કરવાની છે. વળી જે ખેલાડીઓના પ્રદર્શન થી ટીમ ખુશ નથી, તેમને રીલીઝ કરવાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. IPL ના ઇતિહાસમાં મુંબઇ પછી સૌથી વધુ સફળ રહેલી ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) પણ મોટા ફેરબદલ કરવાની તૈયારીઓ કરી રહી છે. ઓક્સન ( Auction) પહેલા ટીમ મેનેજમેન્ટ 7 થી 8 જેટલા ખેલાડીઓને રિલીઝ કરવા જઇ રહી છે.

4 જાન્યુઆરીએ IPL ની ગવર્નીંગ કાઉન્સીલની બેઠકમાં નક્કિ કરવામાં આવ્યુ હતુ . જે મુબજ જે ફેંન્ચાઇઝી જે ખેલાડીઓને રિલીઝ કરવા માંગતી હોય કે, ખેલાડી બદલવા માટે ઇચ્છતી હોય તો કે પ્રક્રિયા 21 જાન્યુઆરી સુધીમાં પુરી કરી લે. ઇનસાઇડ સ્પોર્ટસના રિપોર્ટ અનુસાર ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) 7-8 મોટા ખેલાડીઓને રિલીઝ કરવા જઇ રહ્યુ છે. જેમાં કેદાર જાદવ, હરભજન સિંહ, ડ્વેન બ્રાવો, ઇમરાન તાહિર, કર્ણ શર્મા અને પિયુષ ચાવલા જેવા નામ તેમાં સામેલ છે. જો આમ થયુ તો નવા સિઝનમાં ચેન્નાઇ ખૂબ બદલાયેલ જોવા મળી શકે છે. નવી સિઝન માટેનુ ઓક્શન ફેબ્રુઆરીની શરુઆતમાં થનાર છે.

રિપોર્ટસ અનુસાર ચેન્નાઇ પાસે ઓક્સન દરમ્યાન નવા ખેલાડીની ખરિદવા માટે ફક્ત 0.15 લાખ જ બચ્યા છે. આવામાં ટીમ મેનેજમેન્ટ કેટલાક ખેલાડીઓને રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. આ બધા જ તે ખેલાડીઓ છે કે જેમનુ પ્રદર્શન 2020 ની આઇપીએલ સિઝન દરમ્યાન કંઇક ખાસ રહ્યુ નહોતુ. ધોનીની આગેવાની ધરાવતી ચેન્નાઇ ની ટીમ ઇતિહાસમાં પ્રથમ વાર પ્લેઓફમાં સ્થાન મેળવવા થી દુર રહી હતી.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

આ ખેલાડીઓ ઉપરાંત સૌનુ ધ્યાન સુરેશ રૈના પર પણ રહેલુ છે. ટીમ મેનેજમેન્ટ તેનો કોન્ટ્રાક્ટ આ વર્ષે વધારશે કે કેમ. રૈના એ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે. બાદમાં આઇપીએલ થી પણ તે અચાનક જ પરત ભારત ફરી ગયો હતો. ત્યાર બાદ જે અંગેની જાણકારીઓ પણ સામે આવવા લાગી હતી. પરંતુ હાલમાં મુંબઇ મિરરના એક રિપોર્ટ મુજબ રૈના આ વર્ષે ચેન્નાઇનો હિસ્સો હશે.

Next Article