જયદેવને રાજસ્થાને રૂપિયા 8.40 કરોડમાં ખરીદ્યો છે. આટલી જ કિંમતમાં કિંગ્સ ઈલેવન પંજાબે વરૂણ ચક્રવર્તીને ખરીદ્યો છે.
એ સિવાય, સેમ કુરેન, કૉલિન ઈંગ્રામ, શિવમ દૂબે, કાર્લોસ બ્રેથવેટ, શિમરૉન હેટમાયર પર પણ ફ્રેન્ચાઈઝે સારી બોલી લગાવી છે.
આઈપીએલની 11મી સીઝનમાં લેફ્ટ આર્મ પેસર જયદેવ ઉનટકડ સૌથી મોંઘા ખેલાડી હતા. રાજસ્થાન રૉયલ્સે તેમને 11.50 કરોડમાં ખરીદ્યા હતા. જ્યારે કે આ વખતે રાજસ્થાન રૉયલ્સે જ તેમને પોતાની ટીમ માટે 8.40 કરોડમાં ખરીદ્યા છે.
આ પણ વાંચો: નોકરી છોડી ક્રિકેટ કર્યું હતું પસંદ, હવે IPLમાં મળ્યા 8.4 કરોડ! જાણો કોણ છે આ રહસ્યમયી ક્રિકેટર?
આઈપીએલમાં આ વખતે એક નવું નામ ઉભરીને આવ્યું છે. વરૂણ ચક્રવર્તીનું નામ બહુ ઓછા લોકોએ સાંભળ્યું હશે. પરંતુ હવે હર કોઈ આ નામને જાણે છે. 20 લાખની બેઝ પ્રાઈસ ધરાવતા વરૂણ ચક્રવર્તીને કિંગ્સ ઈલેવન પંજાબે 8.4 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.
ઈંગ્લેન્ડના ઝડપી બૉલર સેમ કુરેન માટે સારી બોલી લાગી. 2 કરોડની બેઝ પ્રાઈસ ધરાવતા સેમને પંજાબે 7.20 કરોડમાં ખરીદ્યા.
સાઉથ આફ્રિકાના ક્રિકેટર કૉલિન ઈંગ્રામને દિલ્હી કેપિટલ્સે રૂ.6.40 કરોડમાં ખરીદ્યા છે. ઈંગ્રામ સાઉથ આફ્રિકાની ટી20 ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરતા આવ્યા છે જેનો ફાયદો તેમને આઈપીએલમાં મળ્યો.
આ પણ વાંચો: IPL 2019: આ ક્રિકેટરનું નામ આવતાં જ Kings XI Punjab અને Royal Challengersએ લગાવી ધડાધડ બોલી!
કાર્લોસ બ્રેથવેટ વેસ્ટઈન્ડિઝના ધાંસૂ ઑલરાઉન્ડર અને ટી20 કેપ્ટન છે. કોલકાતા નાઈટ રાઈડર્સે તેમને 5 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.
ઝડપી બૉલર મોહિત શર્માને ચેન્નાઈ સુપર કિંગ્સે રૂ.5 કરોડમાં ખરીદ્યા છે. મોહિતે પોતાના કરિયરની શરૂઆત ચેન્નાઈ સુપર કિંગ્સથી કરી હતી અને ત્યારે તેઓ ધોનીની કેપ્ટનસીમાં રમ્યા હતા.
શિવમ દુબે પહેલી વખત આઈપીએલ રમશે. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેમને 5 કરોડ રૂપિયામાં ખરીદીને પોતાની ટીમમાં સામેલ કર્યાં છે.
સ્પિન ઑલરાઉન્ડર અક્ષર પટેલને દિલ્હી કેપિટલ્સને પોતાની ટીમમાં સામેલ કર્યાં છે. અક્ષરની બેઝ પ્રાઈસ 1 કરોડ હતી, તેમના માટે પંજાબ અને દિલ્હી વચ્ચે જોરદાર લડાઈ ચાલી હતી અને આખરે દિલ્હીએ તેમને પોતાની ટીમમાં સામેલ કરી લીધા.
[yop_poll id=283]
જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 11:37 am, Wed, 19 December 18