IPL 2022 RR vs CSK Live Streaming: રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે જામશે જંગ, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોવી

Rajasthan Royals vs Chennai Super Kings, LIVE Streaming:રાજસ્થાન રોયલ્સની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. તેના 13 મેચમાં 18 પોઈન્ટ છે

IPL 2022 RR vs CSK Live Streaming:  રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે જામશે જંગ, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોવી
IPL 2022 RR vs CSK Live Streaming
Image Credit source: PTI
| Edited By: | Updated on: May 19, 2022 | 7:05 PM

IPL 2022 RR vs CSK : IPLમાં શુક્રવારે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)નો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે થવા જઈ રહ્યો છે. જ્યાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે તો બીજી તરફ રાજસ્થાન રોયલ્સની ટીમ ત્રીજા સ્થાને છે અને પ્લેઓફ માટે ક્વોલિફાઈ કરવાની નજીક પહોંચી ગઈ છે. રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન શિમરોન હેટમાયર (Shimron Hetmayer) ફરી ટીમ સાથે જોડાયા છે અને તે શુક્રવારે ટીમની અંતિમ લીગ મેચ માટે ઉપલબ્ધ રહે તેવી શક્યતા છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના એક સ્ત્રોતે પીટીઆઈને કહ્યું, “હેટમાયર (Shimron Hetmayer) પાછો ફર્યો છે અને હાલમાં તેને અલગ રાખવામાં આવ્યો છે; રોયલ્સ હાલમાં પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. તેઓએ લખનૌને 24 રનથી હરાવી ટોપ 2માં સ્થાન મેળવ્યું. જો કે, છેલ્લી મેચ જીત્યા બાદ લખનૌની ટીમ રોયલ્સને ત્રીજા સ્થાને ખસેડી હતી.

છેલ્લી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો પરાજય થયો

ચેન્નાઈ સુપર કિંગ્સ છેલ્લી મેચમાં ગુજરાત સામે હારી ગઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ ઓપનર ઋતુરાજ ગાયકવાડ (53 રન)ની અડધી સદી અને એન જગદીસનના અણનમ 39 રનની મદદથી પાંચ વિકેટે 133 રન બનાવ્યા હતા. રિદ્ધિમાન સાહા (અણનમ 67)ની અડધી સદીની મદદથી ગુજરાતે આ નાના લક્ષ્યને સરળતાથી હાંસલ કરી લીધું હતું. બીજી તરફ છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું.

IPL-2022 રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ક્યારે રમાશે?

IPL-2022ની મેચ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે 20 મે, શુક્રવારે રમાશે.

રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ ક્યાં રમાશે?

રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની આ મેચ મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં રમાશે.

રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ ક્યારે શરૂ થશે?

રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચનો ટોસ સાંજે 7 વાગ્યે યોજાશે, જ્યારે મેચ 07:30 વાગ્યે શરૂ થશે.

તમે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો?

રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકો છો?

રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર પર સબસ્ક્રિપ્શન સાથે જોઈ શકાય છે. આ સિવાય tv9hindi.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.