IPL 2022 KKR vs PBKS Live Streaming: કોલકાતા નાઈટ રાઈડર્સ વિ. પંજાબ કિંગ્સ લાઈવ મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી

|

Mar 31, 2022 | 4:17 PM

Kolkata Knight Riders vs Punjab Kings Live Streaming: આઈપીએલ 2022માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સની આ પહેલી મુલાકાત હશે. બંને ટીમો વચ્ચેની આ મેચ 1 એપ્રિલે રમાશે.

IPL 2022 KKR vs PBKS Live Streaming: કોલકાતા નાઈટ રાઈડર્સ વિ. પંજાબ કિંગ્સ લાઈવ મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી
ipl 2022 kkr vs pbks live streaming when and where to watch kolkata knight riders vs punjab kings
Image Credit source: IPL/PBKS

Follow us on

IPL 2022 KKR vs PBKS : IPL 2022ની 8મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સની ટીમો સામસામે ટકરાશે. ટૂર્નામેન્ટમાં કોલકાતાની આ ત્રીજી મેચ હશે, જ્યારે પંજાબ કિંગ્સ તેની બીજી મેચ હશે. આ પહેલા રમાયેલી બે મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 1માં જીત અને 1માં હારનો સામનો કરવો પડ્યો છે. તે જ સમયે પંજાબ કિંગ્સે (Punjab Kings) 200 પ્લસ રનનો પીછો કરીને રમાયેલી એકમાત્ર મેચ જીતી છે. પંજાબ પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવાનો પ્રયાસ કરશે. કોલકાતા પણ આરસીબી (RCB)થી હાર બાદ જીતના માર્ગ પર પાછા ફરવા માંગશે. બંને ટીમો વચ્ચેની આ મેચ 1 એપ્રિલે રમાશે.

કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવ્યું હતું. જ્યારે બીજી મેચમાં તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 3 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબ કિંગ્સે ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમી હતી. આ મેચ હાઈ સ્કોરિંગ હતી, જેમાં પંજાબ કિંગ્સે 6 બોલ બાકી રહેતા 5 વિકેટે જીત મેળવી હતી.

KKR vs PBKS, IPL 2022: કોલકાતા નાઈટ રાઈડર્સ વિ પંજાબ કિંગ્સ મેચ લાઈવ અથવા ઓનલાઈન સ્ટ્રીમિંગ ક્યારે અને કેવી રીતે જોવી?

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL-2022ની 8મી મેચ ક્યારે રમાશે?

IPL-2022ની 8મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે શુક્રવાર, 1 એપ્રિલના રોજ રમાશે.

કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આઈપીએલ-2022ની મેચ ક્યાં રમાશે?

કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

કોલકાતા નાઈટ રાઈડર્સ વિ. પંજાબ કિંગ્સ મેચ ક્યારે શરૂ થશે?

કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચનો ટોસ સાંજે 7 વાગ્યે યોજાશે, જ્યારે પ્રથમ દાવ સાંજે 07:30 વાગ્યે શરૂ થશે.

કોલકાતા નાઈટ રાઈડર્સ વિ પંજાબ કિંગ્સ મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકું?

કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

હું કોલકાતા નાઈટ રાઈડર્સ વિ. પંજાબ કિંગ્સનું લાઈવ સ્ટ્રીમિંગ ઓનલાઈન ક્યાં જોઈ શકું?

તમે Disney+Hotstar પર લાઈવ સ્ટ્રીમિંગ સાથે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ મેચ ઓનલાઈન જોઈ શકો છો. આ સિવાય tv9gujarati પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

આ પણ વાંચો  : નાગાલેન્ડ, આસામ અને મણિપુરમાં AFSPA હેઠળના અશાંત વિસ્તારોને ઘટાડવા કેન્દ્ર સરકારનો નિર્ણયઃ અમિત શાહ

Next Article