IPL 2021: વિરાટ કોહલી ‘નિષ્ફળતા’નું બીજું નામ, 13 વર્ષની કારકિર્દીમાં 13 ટુર્નામેન્ટ જીતવામાં નિષ્ફળ રહ્યો

|

Oct 12, 2021 | 4:16 PM

આઈપીએલ 2021માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આઉટ થતાં જ વિરાટ કોહલીની આઈપીએલ કેપ્ટનશીપનો પણ અંત આવ્યો હતો. 9 વર્ષ સુધી RCBના કેપ્ટન રહેલા વિરાટ એક વખત પણ ટીમને ચેમ્પિયન બનાવી શક્યા નહોતા.

IPL 2021: વિરાટ કોહલી નિષ્ફળતાનું બીજું નામ, 13 વર્ષની કારકિર્દીમાં 13 ટુર્નામેન્ટ જીતવામાં નિષ્ફળ રહ્યો
Virat Kohli

Follow us on

IPL 2021: વિરાટ કોહલી… વર્લ્ડ ક્રિકેટનું નામ જે દરેક ફોર્મેટમાં રન બનાવે છે. વિરાટ કોહલીએ દુનિયાના દરેક ખૂણે રન બનાવ્યા છે. વિરાટ કોહલી એક બેટ્સમેન તરીકે સફળતાનું બીજું નામ છે. પરંતુ જ્યારે કેપ્ટન્સી (Captain Virat Kohli)ની વાત આવે છે ત્યારે આ ખેલાડી સામે ઘણી વખત ટીકાઓ સાંભળવા મળે છે.

આ ટીકાઓ ત્યારે વધી જ્યારે IPL 2021માંથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore)નું પત્તું સાફ થઈ ગયું. RCBને કોલકાતા નાઈટ રાઈડર્સે (Kolkata Knight Riders) એલિમિનેટર મેચમાં હરાવી હતી અને વિરાટ કોહલી કેપ્ટન તરીકેની છેલ્લી IPL પણ જીતી શક્યો ન હતો. સારું આ કંઈ નવી વાત નથી.

દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયામાં દ્વિપક્ષીય સીરિઝ જીતનાર કેપ્ટન વિરાટ કોહલી (Captain Virat Kohli)એ તેની કારકિર્દીમાં કોઈ ટુર્નામેન્ટ જીતી નથી. વિરાટ કોહલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા 13 વર્ષ થયા છે અને તે કેપ્ટન તરીકે 13 ટુર્નામેન્ટ જીતવામાં નિષ્ફળ રહ્યો છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

વિરાટ કોહલીની ‘નિષ્ફળ’ કેપ્ટનશીપ

વિરાટ કોહલી (Captain Virat Kohli)એ વર્ષ 2013માં પ્રથમ વખત IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore)ની કેપ્ટનશીપ સંભાળી હતી અને ત્યારથી આજ સુધી તે ટુર્નામેન્ટ જીતવામાં નિષ્ફળ રહ્યો છે. મતલબ કે વિરાટ કોહલી 9 સિઝનમાં RCBને ચેમ્પિયન બનાવવામાં નિષ્ફળ રહ્યો.

વિરાટ કોહલીના નેતૃત્વમાં આરસીબીની સફર

  • IPL 2013માં RCB પાંચમા સ્થાને રહ્યું.
  • IPL 2014માં પ્રદર્શન વધુ ઘટી ગયું, આરસીબી 7માં નંબર પર રહ્યું.
  • IPL 2015માં વિરાટ કોહલીએ ટીમને પ્લેઓફમાં લીધી અને આરસીબી ત્રીજા સ્થાને રહ્યું.
  • IPL 2016માં ચેમ્પિયન બનવાનું ચૂકી ગયો. આરસીબી રનર્સ અપ રહી હતી.
  • IPL2017માં આરસીબીની યાત્રાનો દુ:ખદાયક અંત આવ્યો હતો,
  • RCB ફરી એક વખત IPL 2018માં ટીમ છઠ્ઠા સ્થાને રહી.
  • IPL 2019માં 8મું સ્થાન મેળવ્યું છે.
  • IPL 2020માં વિરાટ કોહલી RCBને પ્લેઓફમાં લઈ ગયો અને ટીમ ચોથા સ્થાને રહી અને IPL 2021માં પણ આવું જ થયું.

વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ પણ જીતી શક્યો નથી

વિરાટ કોહલી કેપ્ટન (Captain Virat Kohli) તરીકે કોઈ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ (International Tournament) જીતી શક્યો નથી. વિરાટ કોહલીના નેતૃત્વમાં 2017માં ભારત ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં ચૂકી ગયું.

2019ના વર્લ્ડ કપમાં પણ ટીમ સેમીફાઈનલમાં હારી ગઈ હતી. 2021ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે ટાઈટલ મેચ હારી હતી. ટીમ ઈન્ડિયાએ 2018માં એશિયા કપ જીત્યો હતો, પરંતુ તે સમયે ટીમની કમાન રોહિત શર્માના હાથમાં હતી. તે સ્પષ્ટ છે કે, વિરાટ કોહલીએ તેની 13 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં એક પણ ટુર્નામેન્ટ જીતી નથી.

આ પણ વાંચો : ‘મગજ’ ધોનીનું ‘ધમાકો ‘કોહલીનો, આ જોડી T20 world cupમાં ‘આગ’ લગાડશે, આ દિગ્ગજે કરી ભવિષ્યવાણી

Next Article