IPL 2021: કલકત્તા અને દિલ્હી વચ્ચે હારજીત વચ્ચેનુ અંતર કશ્મકશ ભર્યુ, શુ કહે છે આંકડા જુઓ

|

Apr 29, 2021 | 3:36 PM

આજે આઇપીએલની દિવસની બીજી મેચ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે રમાનારી છે.

IPL 2021: કલકત્તા અને દિલ્હી વચ્ચે હારજીત વચ્ચેનુ અંતર કશ્મકશ ભર્યુ, શુ કહે છે આંકડા જુઓ
Kolkata vs Delhi

Follow us on

આજે આઇપીએલની દિવસની બીજી મેચ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે રમાનારી છે. ઇન્ડીયન પ્રિમિયર લીગ એટલે કે આઇપીએલની 14 મી સિઝનમાં દિલ્હી કેપિટલ્સે ઋષભ પંત (Rishabh Pant) ની કેપ્ટનશીપમા રમી રહી છે. નિયમીત કેપ્ટન શ્રેયસ ઐયર ટુર્નામેન્ટથી બહાર છે. આવામાં ઋષભ પંત હાલમાં કેપ્ટનશીપની જવાબદારી સંભાળી રહ્યો છે. તેની કેપ્ટનશીપ હેઠળ રહમાયેલી 6 મેચ પૈકી 4 મેચ દિલ્હીએ જીતી છે. જ્યારે 2 મેચ ગુમાવી છે. આમ પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે. ઇયોન મોર્ગન (Eoin Morgan) ની ટીમ કલકત્તાની ટીમ 2 મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં પાંચમાં સ્થાન પર છે. જોકે બંને ટીમો વચ્ચે મોટેભાગે કાંટાની ટક્કર જોવા મળી છે.

કલકત્તા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અત્યાર સુધીમાં આઇપીએલ ઇતિહાસમાં 26 મેચ રમાઇ છે. જેમાંથી 14 મેચોમાં કલકત્તાએ બાજી મારી છે. જ્યારે 11 મેચોમાં દિલ્હી ની ટીમ જીતી ચુકી છે. બંને ટીમો વચ્ચેની એક મેચ અનિર્ણિત રહી છે. આ આંકડાઓ ને જોતા એક વાત સ્પષ્ટ કહી શકાય છે કે, બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર થઇ છે. કારણ કે કોઇ પણ ટીમ વચ્ચે જીતની ટકાવારી એખ બીજા ના સામે પ્રમાણમાં વધારે નથી. આવામાં ફેંસ પણ એવી આશા કરી રહ્યા હશે કે, અમદાવાદમાં રમાનારી આ મેચમાં ફરી થી આકરી ટક્કર જામે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

જો પાછળની બે સિઝનની ચાર મેચોની વાત કરવામા આવે તો, દિલ્હીની ટીમનુ પલડુ ભારે છે. કારણ કે ત્રણ વખત કલકત્તાને દિલ્હી એ હાર આપી છે. જ્યારે એક મેચમાં કલકત્તા ની ટીમ જીતી શકી છે. આ ઉપરાંત આઇપીએલ ની વર્તમાન સિઝનમાં જોવામાં આવે તો, દિલ્હી એ પોતાની પ્રથમ 6 મેચમાં 4 મેચ જીતી લીધી છે. જ્યારે કોલકત્તાની ટીમ પહેલી 6 મેચમાં ફક્ત 2 મેચ જ જીતી શકી છે. આવામાં કલકત્તા પર જીતને લઇને દબાણ સર્જાશે. તો પાછળની મેચમાં જોઇએ તો કલકત્તાને જીત મળી હતી, જ્યારે દિલ્હીની હાર થઇ હતી. આવામાં દિલ્હી સામે કલકત્તાને આત્મવિશ્વાસ પણ મળી રહેશે.

Next Article