IPL 2021, Suresh Raina: 18 કરોડનાં મોંઘેરા સુરેશ રૈનાને આગામી સિઝનમાં મેદાને નિહાળવા ફેન્સ આતુર

|

Mar 25, 2021 | 9:28 AM

સુરેશ રૈના (Suresh Raina) ગત વર્ષ આઇપીએલ સિઝન (IPL 2021) થી દુર રહ્યો હતો. આ માટે તેણે વ્યક્તિગત કારણ આગળ ધર્યુ હતુ. IPL ની સિઝન 14 માં તે ફરી થી તેને ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) સાથે હિસ્સો લેનાર છે.

IPL 2021, Suresh Raina: 18 કરોડનાં મોંઘેરા સુરેશ રૈનાને આગામી સિઝનમાં મેદાને નિહાળવા ફેન્સ આતુર
Suresh Raina

Follow us on

સુરેશ રૈના (Suresh Raina) ગત વર્ષ આઇપીએલ સિઝન (IPL 2021) થી દુર રહ્યો હતો. આ માટે તેણે વ્યક્તિગત કારણ આગળ ધર્યુ હતુ. IPL ની સિઝન 14 માં તે ફરી થી તેને ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) સાથે હિસ્સો લેનાર છે. આ માટે તે ટીમ સાથે જોડાઇ ચુક્યો છે. રૈના એ લેફ્ટ હેન્ડ બેટ્સમેન છે અને તે ક્યારેક ક્યારેક ઓફ સ્પિન બોલીંગ પણ કરી લે છે. સુરેશ રૈના ગુજરાત લાયન (Gujarat Lions) ટીમનો કેપ્ટન રહી ચુક્યો હતો. ત્યાર બાદે ચેન્નાઇ સુપર કિંગ્સનો વાઇસ કેપ્ટન બન્યો હતો.

ચેન્નાઇ સુપર કિંગ્સ સાથે પ્રથમ આઇપીએલ સિઝન માટે રૈના જોડાયો ત્યારે 2.6 કરોડ રુપિયામાં ખરીદવામાં આવ્યો હતો. રૈનાએ ચેન્નાઇ માટે મૈથ્યુ હેડન, માઇકલ હસી અને જેકબ ઓરમ જેવા મોટા ખેલાડીઓની ગેરહાજરીમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.તના બાદ તે ચેન્નાઇની બેટીંગ લાઇન અપનો અભિન્ન અંગ બની ગયો હતો. ચેન્નાઇ સુપર કિંગ્સ પર જ્યારે બે વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો ત્યારે, તે ગુજરાત લાયન્સનો હિસ્સો બન્યો હતો, ગુજરાતે તેને પોતાના કેપ્ટન તરીકે જવબાદારી પણ સોંપી હતી. ચેન્નાઇએ રૈનાને 11 કરોડના ખર્ચે રિટેઇન કરવામા આવ્યો હતો.

193 મેચમાં 137.14 ના સ્ટ્રાઇક રેટ સાથે 1 શતક અને 38 અર્ધ શતક સાથે 5368 રન સુરેશ રૈનાએ કર્યા છે. આમ તે આઇપીએલમાં તે સૌથી પહેલો ક્રિકેટર હતો કે જેણે 5000 રનનો આંક વટાવ્યો હતો. તે 2008 થી 2019 સુધી સતત આઇપીએલ સાથે જોડાયેલો હતો. પરંતુ કોરોના કાળ લઇને 2020માં યુએઇમાં રમાયેલી આઇપીએલ ની સિઝન 13 થી દુર રહ્યો હતો. આ માટે તેણે ચેન્નાઇ સુપર કિંગ્સ સમક્ષ પોતાના અંગત કારણોને સામે ધર્યા હતા.

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

રૈનાએ હાઇએસ્ટ સ્કોર આઇપીએલમાં અણનમ 100 રનનો નોંધાવ્યો છે. જે તેણે 2013માં નોંધાવ્યુ હતુ, 2013માં 150.13 ના સ્ટ્રાઇક રેટ સાથે 548 રન રૈનાએ કર્યા હતા. 2014માં સૌથી વધુ 5 અર્ધ શતક લગાવ્યા હતા. ત્રણ વાર તેણે અર્ધ શતક લગાવ્યા હતા. 493 રૈનાએ ચોગ્ગા લગાવ્યા છે જ્યારે 194 છગ્ગા લગાવ્યા છે. સુરેશ રૈનાએ 2010માં 22 સિક્સર ફટકારી હતી. તેણે 2014માં 25 બોલમાં જ 87 રનની રમત રમી હતી, જોકે તે 13 રન થી સદી ચુક્યો હતો. તે રન આઉટ થવાને લઇને સદી ચુક્યો હતો, જે મેચ તેણે કિંગ્સ ઇલેવન પંજાબ સામે રમી હતી. તે આ સાથે જ તે ક્રિકેટ ઇતિહાસની સૌથી ઝડપી સદી ફટકારી શક્યો હોત, પરંતુ કમનસીબે તે રન આઉટ થયો હતો.

તેણે 908 બોલની ઓપ સ્પિન બોલીંગ પણ કરી છે. તેણે આઇપીએલની સિઝન 2006માં સુરેશ રૈનાના આંકડા મુજબ 7 વિકેટ ઝડપી હતી, ત્યાર બાદ 2010માં 6 વિકેટ ઝડપી હતી. સુરેશ રૈનાએ 25 જેટલી આઇપીએલ વિકેટ ઝડપી છે. 2011 માં તેણે 2/0 રમત સાથે શાનદાર વ્યક્તિગત પ્રદર્શન કર્યુ હતુ. બોલીંગમાં તેની ઇકોનોમી 7.38 ની રહી છે. સુરેશ રૈનાને ગત વર્ષે તો રમતમાં જોઇ શકાયો નહોતો, પરંચુ ફેંસ પણ હવે આગામી શરુ થઇ રહેલી ટુર્નામેન્ટમાં તેની રમત નિહાળવા માટે આતુર છે.

Published On - 6:31 am, Thu, 25 March 21

Next Article