IPL 2021: સનરાઈઝર્સ હૈદરાબાદનો યોર્કર કિંગ નટરાજન ઈજાને લઈને ટુર્નામેન્ટથી બહાર, સર્જરી કરાશે

|

Apr 23, 2021 | 11:56 PM

સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ના ઝડપી બોલર ટી નટરાજન (T Natarajan) ઘુંટણની ઈજાને લઇને આઈપીએલ 2021ની સિઝનથી બહાર થઈ ગયો છે. ઈજાને લઈને ટી નટરાજને સર્જરી કરાવવી જરુરી બની છે.

IPL 2021: સનરાઈઝર્સ હૈદરાબાદનો યોર્કર કિંગ નટરાજન ઈજાને લઈને ટુર્નામેન્ટથી બહાર, સર્જરી કરાશે
T Natarajan

Follow us on

સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ના ઝડપી બોલર ટી નટરાજન (T Natarajan) ઘુંટણની ઈજાને લઇને આઈપીએલ 2021ની સિઝનથી બહાર થઈ ગયો છે. ઈજાને લઈને ટી નટરાજને સર્જરી કરાવવી જરુરી બની છે. ત્રણ વર્ષીય નટરાજન સિઝનમાં હૈદરાબાદની ચાર મેચમાંથી માત્ર બે જ રમી શક્યો હતો. નટરાજનને ઈજા વર્ષની શરુઆતમાં ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન પહોંચી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા પોતાના ઓફિશીયલ ટ્વીટર હેંડલ પર પોસ્ટ કરેલા વીડિયોમાં આ યોર્કર સ્પેશિયાલીસ્ટ નટરાજને પણ પોતાની વાત મુકી હતી.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નટરાજને કહ્યુ હતુ કે, આઈપીએલની બાકી બચેલી મેચ નહીં રમી શકવાને લઈને હું દુ:ખી છુ. હું પાછળની સિઝનમાં સારુ રમ્યો હતો. ત્યારબાદ ભારત માટે રમ્યો હતો, મારી આશાઓ ખૂબ હતી. દુર્ભાગ્યપૂર્ણ રીતે મારે ઘુંટણની ઈજાને લઈને સર્જરી કરવી પડશે અને હું આ સિઝન રમી નહીં શકુ.

 

જોકે આ દરમ્યાન તેણે એ વાતની જાણકારી નહોતી આપી કે, તેની સર્જરી ક્યારે કરવામાં આવશે. તેણે કહ્યુ હતુ કે, મારી પાસે હાલના સમયમાં કહેવા માટે કંઈ પણ નથી. હું સનરાઈઝર્સને આ સિઝનની પ્રત્યેક મેચ જીતવા માટે કામનાઓ કરુ છુ. શુભકામનાઓ. એમ માનવામાં આવી રહ્યુ છે કે, ઓસ્ટ્રેલીયામાં વ્યસ્ત પ્રોગ્રામને લઈને તે ઈજાથી પુરી રીતે સ્વસ્થ થઈ શક્યો નહોતો.

 

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સુત્રોએ ગુરુવારે ગોપનીયતાની શર્તે સમાચાર સંસ્થા સાથે વાત કરી હતી, જેમાં જણાવ્યુ હતું કે નટરાજન પુરી રીતે સ્વસ્થ થયો નહોતો. તે સારવાર માટે NCA પણ ગયો હતો, જોકે હવે એમ લાગી રહ્યુ છે કે, ભલે તેને ઈંગ્લેંડ સામેની શ્રેણી માટે ફીટ જાહેર કર્યો હતો. પરંતુ તે રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર નહોતો.

 

સુત્રોએ ઈંગ્લેંડની શ્રેણી દરમ્યાન T20 અને એક વન ડેમાં તેની રમતને લઈને કહ્યુ હતુ કે, તેણે હવે લાંબા સમય સુધી બહાર રહેવુ પડશે. કારણ કે તેણે યોગ્ય સારવાર પહેલા જ પરત ફરવામાં ઉતાવળ કરી હતી. નટરાજન પાછળની આઈપીએલ સિરીઝ દરમ્યાન ડેથ ઓવરમાં પોતાની યોર્કર બોલને લઈને ચર્ચાઓમાં રહ્યો હતો. જેના બાદ તે ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમ્યો હતો. ભારત પરત ફરીને BCCIએ વાત જાહેર નહોતી કરી કે તેને ઘુંટણમાં ઈજા પહોંચી હતી.

 

Next Article