IPL 2021: શાનદાર સદી ફટકારવા છતાં જીત નહિ મેળવી શકાયા બાદ સંજૂ સેમસને હારને લઇને કહી આવી વાત

|

Apr 13, 2021 | 2:20 PM

ઇન્ડીયન પ્રિમિયર લીગ (IPL 2021) ની 14 મી સિઝનમાં રાજસ્થાન રોયલ્સન (Rajasthan Royals) ને પંજાબ કિંગ્સ (Punjab Kings) સામે 4 રને હાર મળી હતી. રાજસ્થાનની કેપ્ટનશીપ કર રહેલા સંજૂ સેમસન (Sanju Samson) એ પંજાબ કિંગ્સ સામે હાર બાદ કહ્યુ કે તેવી પાસે કહેવા માટે કંઇ નથી.

IPL 2021: શાનદાર સદી ફટકારવા છતાં જીત નહિ મેળવી શકાયા બાદ સંજૂ સેમસને હારને લઇને કહી આવી વાત
Sanju Samson

Follow us on

ઇન્ડીયન પ્રિમિયર લીગ (IPL 2021) ની 14 મી સિઝનમાં રાજસ્થાન રોયલ્સન (Rajasthan Royals) ને પંજાબ કિંગ્સ (Punjab Kings) સામે 4 રને હાર મળી હતી. રાજસ્થાનની કેપ્ટનશીપ કર રહેલા સંજૂ સેમસન (Sanju Samson) એ પંજાબ કિંગ્સ સામે હાર બાદ કહ્યુ કે તેવી પાસે કહેવા માટે કંઇ નથી. મેચ ખૂબ નજીક રહી હતી, જોકે દુર્ભાગ્યવશ તે ટીમને જીત ના અપાવી શક્યો. સેમસન એ 119 રનની ઇનીંગ રમી અને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આઇપીએલમાં કેપ્ટનની ભુમિકા તરીકેને ડેબ્યૂ મેચમાં જ સદી ફટકારનાર તે પ્રથમ બેટ્સમેન બની ચુક્યો છે. અંતિમ બોલ પર રાજસ્થાન રોયલ્સને જીત માટે 5 રનની જરુર હતી, સેમસન સ્ટ્રાઇક પર હતો અને છગ્ગો લગાવવાના પ્રયાસમાં તે બાઉન્ડ્રી પર કેચ આઉટ થઇ ગયો હતો. પંજાબ કિંગ્સ એ મેચને ચાર રનથી જીતી લીધી હતી.

મેચ બાદ તેણે કહ્યુ હતુ કે, મારી પાસે કહેવા માટે શબ્દો નથી. ખૂબ જ નજીકી મેચ હતી. અમે ખૂબ નજીક પહોંચી ચુક્યા હતા, પરંતુ દુર્ભાગ્ય થી અમે જીતી શક્યા નહોતા. મને નથી લાગતુ કે, હું કંઇ વધારે કરી શકતો હતો. શોટ ને સારી રીતે ટાઇમ થી કર્યો હતો, પરંતુ ડીપ પર ઉભેલા ફિલ્ડરને પાર નહોતો કરી શક્યો. આ બધુ જ રમતનો હિસ્સો છે. મને લાગી રહ્યુ હતુ કે, વિકેટ સારી થઇ ગઇ હતી અને અમે લક્ષ્યને હાંસલ કરી શકીશુ. હાર બાદ પણ મને લાગે છે કે, અમે સારુ રમ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સેમસન એ આગળ પણ કહ્યુ હતુ કે, મને લાગે છે કે મારી ઇનીંગ સેકન્ડ પાર્ટ બેસ્ટ હતી. મે સમય લીધો, સારા બોલનો સામનો કર્યો હતો. જ્યારે ફર્સ્ટ પાર્ટમાં શોટ સારી રીતે ટાઇમ નહોતો કરી રહ્યો. મેં સિંગલ લીધા અને મારી લય હાંસલ કરી લીધી. બાદમાં મેં મારા શોટ્સ રમવા શરુ કર્યા હતા. જ્યારે હું મારી સ્કિલ પર ફોકસ કરુ છુ અને બોલને જોઇને ફટકારુ છુ, તો ક્યારેક ક્યારેક આઉટ પણ થઇ જાઉ છુ. જોકે એ જ મારો રમવાનો પ્રકાર છે. રાજસ્થાન રોયલ્સ એ ટોસ જીતીને પંજાબ કિંગ્સને બેટીં માટે આમંત્રીત કર્યુ હતુ. પંજાબ કિંગ્સ એ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 221 રન કર્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં સાત વિકેટએ 217 રન કર્યા હતા.

Next Article