IPL 2021 RR vs PBKS: રાહુલ અને હુડ્ડાની ધમાકેદાર રમત વડે પંજાબે રાજસ્થાન સામે 6 વિકેટે 221 રનનો સ્કોર ખડક્યો

|

Apr 12, 2021 | 9:43 PM

IPL 2021ની સીઝનની ચોથી મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ (Rajasthan Royals vs Punjab Kings) વચ્ચે રમાઈ રહી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી સિઝનની ચોથી મેચમાં રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસને (Sanju Samson) ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી.

IPL 2021 RR vs PBKS: રાહુલ અને હુડ્ડાની ધમાકેદાર રમત વડે પંજાબે રાજસ્થાન સામે 6 વિકેટે 221 રનનો સ્કોર ખડક્યો

Follow us on

IPL 2021ની સીઝનની ચોથી મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ (Rajasthan Royals vs Punjab Kings) વચ્ચે રમાઈ રહી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી સિઝનની ચોથી મેચમાં રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસને (Sanju Samson) ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. પંજાબ કિંગ્સ વતી ઓપનીંગ કરતા કેપ્ટન કેએલ રાહુલે (KL Rahul) અર્ધશતકીય ઈનીંગ રમી હતી. રાજસ્થાને જોફ્રા આર્ચરની ગેરહાજરીમાં ચેતન સાકરિયા (Chetan Sakariya)ને મહત્વની જવાબદારી આપી હતી. સાકરીયાએ બોલીંગ આક્રમણનું ઓપનિંગ કર્યુ હતુ. દિપક હૂડ્ડા (Deepak Hooda)એ 20 બોલમાં ફિફટી સાથે જબરદસ્ત આક્રમક રમત દર્શાવી હતી. 20 ઓવરના અંતે પંજાબે 6 વિકેટ ગુમાવીને 221 રન કર્યા હતા.

 

પંજાબ કિંગ્સની બેટીંગ

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

કે એલ રાહુલે ટોસ હારીને પ્રથમ બેટીંગ ઈનીંગની શરુઆત કરી હતી. કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે ટીમની બેટીંગ ઈનીંગની શરુઆત કરી હતી. કેએલ રાહુલે કેપ્ટન ઈનીંગ સ્વરુપ જબરદસ્ત ઈનીંગ રમી હતી. તેણે અર્ધશતક લગાવ્યુ હતુ. રાહુલે 50 બોલમાં 91 રનની ઈનીંગ રમી હતી. મંયક અગ્રવાલ 9 બોલમાં 14 રન કરીને ચેતન સાકરિયાનો શિકાર બન્યો હતો.

 

ક્રિસ ગેઈલે 28 બોલમાં 2 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે 40 રનની ઈનીંગ રમી હતી. દિપક હુડ્ડાએ 6 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે આતશી ઈનીંગ રમી હતી. તેણે 28 બોલમાં 64 રન ફટકાર્યા હતા. જ્યારે 20 બોલમાં જ તેનુ અર્ધશતક પુરુ કર્યુ હતુ. નિકોલસ પૂરન તેનો પ્રથમ બોલ રમતા જ ક્રિસ મોરિસના બોલ પર કેચ આઉટ થયો હતો.

 

રાજસ્થાન રોયલ્સની બોલીંગ 
ચેતન સાકરિયાએ ઈનીંગની પ્રથમ અને અંતિમ ઓવર કરી હતી. તેણે ત્રણ વિકેટ પોતાની ડેબ્યૂ મેચમાં મહત્વની બોલીંગ ભૂમિકા ભજવવા સાથે નિભાવી હતી. તેણે 4 ઓવરમાં 31 રન આપ્યા હતા. આમ વિકેટ ઝડપવા સાથે અન્ય બોલરોના પ્રમાણમાં કરકસર ભરી બોલીંગ પણ કરી હતી. રાજસ્થાનના બોલીંગ આક્રમણ પર જાણે કે પંજાબના બેટ્સમેનો તુટી પડ્યા હતા.

 

કેપ્ટન સંજૂ સેમસને પણ તેની પ્રથમ કેપ્ટન ઈનિંગની જાણે પરિક્ષા થઈ ગઈ હતી. સેમસને એક બાદ એક 8 બોલર અજમાવી લીધા હતા. પરંતુ પંજાબ પર નિયંત્રણ થઈ શકતુ નહોતુ. ક્રિસ મોરિસે 4 ઓવરમાં 41 રન ગુમાવ્યા હતા. તેણે 2 વિકેટ ઝડપી હતી. રિયાન પરાગે એક વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશનના મુસ્તફુર રહેમાને 4 ઓવરમાં 45 રન ગુમાવ્યા હતા.

 

આ પણ વાંચો: RR vs PBKS Live Score, IPL 2021: વાનખેડેમાં રાહુલ અને હુડાએ કર્યો રનનો વરસાદ, રાજસ્થાનને મળ્યો 222 રનનો ટાર્ગેટ

Next Article