IPL : રોહિત શર્મા બેટીંગ નહી પરંતુ બોલીંગથી પણ કમાલ કરી બતાવ્યો હતો, મુંબઇ સામે જ ઝડપી હતી હેટ્રીક

|

May 07, 2021 | 5:19 PM

રોહિત શર્મા (Rohit Sharma) ને તેની બેટીંગને લઇને તેના ચાહક હશો, તેની ધુંઆધાર બેટીંગ ના દેશ જ નહી પરંતુ વિશ્વભરમાં અનેક ચાહકો છે. T20, વન ડે અને ટેસ્ટ એમ ત્રણેય ફોર્મેટમાં તે પોતાના બેટ વડે કમાલ દર્શાવે છે. જોકે બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે, તેણે બોલીંગમાં પણ જાદુ કરી દેખાડ્યો છે.

IPL : રોહિત શર્મા બેટીંગ નહી પરંતુ બોલીંગથી પણ કમાલ કરી બતાવ્યો હતો, મુંબઇ સામે જ ઝડપી હતી હેટ્રીક
Rohit Sharma

Follow us on

આમ તો તમે રોહિત શર્મા (Rohit Sharma) ને તેની બેટીંગને લઇને તેના ચાહક હશો, તેની ધુંઆધાર બેટીંગ ના દેશ જ નહી પરંતુ વિશ્વભરમાં અનેક ચાહકો છે. T20, વન ડે અને ટેસ્ટ એમ ત્રણેય ફોર્મેટમાં તે પોતાના બેટ વડે કમાલ દર્શાવે છે. જોકે બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે, તેણે બોલીંગમાં પણ જાદુ કરી દેખાડ્યો છે. તેણે મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) સામે આઇપીએલમાં રમતા હેટ્રીક પણ ઝડપી છે. રોહિત શર્મા મુંબઇ ઇન્ડીન્સમાં જોડાયા અગાઉ ડેક્કન ચાર્જીસ હૈદરાબાદ ની ટીમ વતી થી રમતો હતો. એ વખતે તેણે મુંબઇ સામે કર્યો હતો. આ જે તે આ જ મુંબઇનો કેપ્ટન છે અને પાંચ વખત આઇપીએલ ટાઇટલ મુંબઇની ટીમને જીતાડવામાં સફળ નિવડ્યો છે.

રોહિત શર્મા આજથી 12 વર્ષ અગાઉ એટલે કે 2009માં ડેક્કન ચાર્જીસ હૈદરાબાદ તરફ થી રમતો હતો. એ દરમ્યાન તે પાર્ટ ટાઇમ બોલીંગ પણ કરી લેતો હતો. 2009 ની સિઝનમાં તેણે 6 મે ના રોજ કમાલની બોલીંગ કરીને હેટ્રીક કરી હતી. જે મેચ મુંબઇ ઇન્ડીયન્સ અને ડેક્કન ચાર્જીસ હૈદરાબાદ વચ્ચે સેન્ચુરિયન માં રમાઇ રહી હતી. રોહિત શર્માની ટીમ હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 145 રન કર્યા હતા. રોહિત શર્મા એ 36 બોલમાં 2 ચોગ્ગા અને એક છગ્ગાની મદદ થી 38 રન કર્યા હતા. જે સ્કોર તેની ટીમ તરફ થી સૌથી હાઇએસ્ટ હતો.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

સચિન તેંડૂલકર અને સનથ જયસુર્યા જેવા ખેલાડી ધરાવતી ટીમે 15 ઓવરમાં 100 રનનો સ્કોર વટાવી લીધો હતો. જેને લઇને આસાની થી મુંબઇ જીત તરફ આગળ વધી રહ્યુ હતુ. જોકે 16મી ઓવર રોહિત શર્માએ કરી હતી, જેના અંતિમ બંને બોલ પર રોહિતે અભિષેક નાયર અને હરભજન સિંહની વિકેટ ઝડપી હતી. 18 મી ઓવર ફરી થી રોહિત શર્મા લઇ આવ્યો હતો. તેણે તેના પ્રથમ બોલ પર જ જેપી ડુમીની ને આઉટ કરી ને હૈદરાબાદની ટીમ ની જીત લગભગ નક્કી કરી દીધી હતી. તો વળી આ સાથે જ રોહિત શર્મા એ હેટ્રીક ઝડપી હતી. રોહિત શર્મા એ ફક્ત 6 રન આપીને 4 વિકેટ ઝડપી હતી અને તે મેન ઓફ ધ મેચ પસંદ થયો હતો.

Next Article