IPL 2021 RCBvsSRH: બેંગ્લોરના શાહબાઝની એક ઓવરે હૈદરાબાદના હાથમાં રહેલી બાજી પલટી દેતા 6 રને જીત

આઈપીએલ 2021ની સિઝનની છઠ્ઠી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Royal Challengers Bangalore vs Sunrisers Hyderabad) વચ્ચે રમાઈ હતી. હૈદૈરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે (David Warner) ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી.

IPL 2021 RCBvsSRH: બેંગ્લોરના શાહબાઝની એક ઓવરે હૈદરાબાદના હાથમાં રહેલી બાજી પલટી દેતા 6 રને જીત
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 14, 2021 | 11:22 PM

આઈપીએલ 2021ની સિઝનની છઠ્ઠી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Royal Challengers Bangalore vs Sunrisers Hyderabad) વચ્ચે રમાઈ હતી. હૈદૈરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે (David Warner) ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. બેંગ્લોર વતી ઓપનર તરીકે વિરાટ કોહલી (Virat Kohli) અને દેવદત્ત પડિક્કલે (Devdutt Padikkal) રમતની શરુઆત કરી હતી. મેક્સવેલ (Glenn Maxwell)એ અર્ધશતકીય રમત રમીને લડાયક સ્કોરના આંકડે RCBને લઈ ગયો હતો. બેંગ્લોરે 20 ઓવરના અંતે 8 વિકેટે 149 રનનો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં હૈદરાબાદે 9 વિકેટે 143 રન કર્યા હતા. આ સાથે જ બેંગ્લોર સિઝનમાં તેની બીજી મેચમાં જીત નોંધાવી હતી.

સનરાઈઝર્સ હૈદરાબાદની બેટીંગ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

હૈદરાબાદે લક્ષ્યનો પીછો કરવા માટે શરુઆત કરતા જ 13 રન પર પ્રથમ વિકેટ રિદ્ધીમાન સાહાની વિકેટ ગુમાવી હતી. સાહા 9 બોલ રમીને 1 રન કરી વિકેટ ગુમાવી બેઠો હતો. ત્યારબાદ કેપ્ટન ડેવિડ વોર્નર અને મનિષ પાંડેએ 83 રનની ભાગીદારી રમત રમીને ટીમને જીત તરફ આગળ વધારી હતી. ડેવિડ વોર્નરે 37 બોલમાં 54 રનની ઈનીંગ રમી હતી. તેણે 7 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે રમત રમી હતી. મનિષ પાંડેએ 39 બોલમાં 38 રનની કર્યા હતા. તેણે 2 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા.

જો કે ડેવિડ વોર્નરના આઉટ થવા બાદ હૈદરાબાદ એક બાદ એક વિકેટો ગુમાવવા લાગતા આસાન જીત હારમાં પલટાઈ ગઈ હતી. 17મી ઓવરમાં હૈદરાબાદે જોની બેયરીસ્ટો, મનીષ પાંડે અને અબ્દુલ સમદની ત્રણ વિકેટો ગુમાવી દીધી હતી. જે ઓવરે હૈદરાબાદના હાથમાંથી મેચ સરકાવી દીધી હતી. રાશિદ ખાને 9 બોલમાં 18 રન કર્યા હતા.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બોલીંગ

બેંગ્લોર વતીથી શાહબાઝ અહમદે જબરદસ્ત બોલીંગ કરીને હૈદરાબાદના પક્ષમાં રહેલી મેચને બેંગ્લોરના પક્ષમાં એક જ ઓવરમાં લાવી દીધી હતી. શાહબાઝે તેની બીજી અને ઈનીંગની 17મી ઓવરમાં ત્રણ વિકેટ ઝડપતા જ મેચનું પાસુ પલટાઈ ગયુ હતુ. મહંમદ સિરાજ અને કાયલ જેમીસને એક એક વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 29 રન આપ્યા હતા, પરંતુ એક પણ વિકેટ ઝડપવામાં સફળ રહ્યો નહોતો. હર્ષલ પટેલે 2 વિકેટ ઝડપી હતી. મંહમદ સિરાજે 4 ઓવરમાં એક મેઈડન ઓવર કરીને 25 રન આપી 2 વિકેટ ઝડપી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બેટીંગ

વિરાટ સેના આજે જાણે કે ધીમી પડી ગઈ હતી. જોકે અંતમાં મેક્સવેલે બાજી સંભાળતી રમત રમી હતી. તેણે આક્રમકતા અપનાવી લડાયક સ્કોર સુધી ટીમને પહોંચાડવા સફળ પ્રયાસ કરી અર્ધ શતક લગાવ્યુ હતુ. તેણે 3 છગ્ગા સાથે 41 બોલમાં 59 રનની ઈનીંગ રમી હતી. કોરોના સંક્રમણમાંથી સ્વસ્થ થઈને પરત ફરેલા ઓપનર દેવદત્ત પડીક્કલ પણ ખાસ કંઈ રમત દર્શાવી શક્યો નહોતો. તેણે 13 બોલમાં 11 રન કરીને વિકેટ ગુમાવી હતી.

તે ત્રીજી ઓવરમાં જ ટીમના 19 રનના સ્કોર પર જ પ્રથમ વિકેટના રુપે પરત ફર્યો હતો. વિરાટ કોહલી 29 બોલમાં 33 રન બનાવી શક્યો હતો. તેને હોલ્ડરે કેચ આઉટ કરાવ્યો હતો. વન ડાઉન રમતમાં આવેલ શાહબાઝ અહેમદ પણ 10 બોલમાં 14 રન કરીને નદીમનો શિકાર થયો હતો. આમ 47 રન પર 2 વિકેટ RCBએ ગુમાવી હતી. જોકે બાદમાં આવેલા ગ્લેન મેક્સવેલે બાજી સંભાળવા પ્રયાસ કર્યો હતો.

એબી ડી વિલિયર્સ 5 બોલ રમીને માત્ર એક જ રન બનાવવામાં સફળ રહ્યો હતો. વોશિંગ્ટન સુંદર 11 બોલમાં 8 રન બનાવીને વિકેટ ગુમાવી હતી. ડેનિયલ ક્રિશ્વન પ્રથમ બોલ રમતા જ કેચ આપી બેઠો હતો. તેણે તેના કેચને લઈને DRSનો ઉપયોગ કર્યો હતો. આમ 16.4 ઓવરમાં 106 રન પર 6 વિકેટ ગુમાવી દીધી હતી. કાયલ જેમિસને 9 બોલમાં 12 અને હર્ષલ પટેલ અંતમાં અણનમ રહ્યો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદ બોલીંગ

રાશિદ ખાને બોલીંગ પ્રદર્શન સારુ કર્યુ હતુ, તેણે કરકસર ભરી બોલીંગ કરી 4 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ પણ ઝડપી હતી. તેણે ડિવિલીયર્સ અને વોશિંગ્ટનની વિકેટ ઝડપી હતી. મેચમાં પ્રથમ વિકેટની સફળતા ભુવનેશ્વરે અપાવી હતી. તેણે 4 ઓવર કરીને 30 રન આપ્યા હતા. તેણે એક જ વિકેટ ઝડપી હતી. શાહબાઝ નદિમે 4 ઓવરમાં 36 રન આપીને એક વિકેટ ઝડપી હતી. જેસન હોલ્ડરે 4 ઓવર કરીને 30 રન આપી 2 વિકેટ ઝડપી હતી. ટી નટરાજને 4 ઓવરમાં 32 રન આપ્યા હતા અને એક વિકેટ મેળવી હતી.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">